આપણા દેશમાં એવા ઘણા બધા વીર થયા છે. જેમાંથી વિષે ઘણા તો આપણે જાણતા જ નથી, ઘણા એવા બહાદુર કે વીર યોદ્ધા છે. જે અજાણતામાં જ ક્યાંક ગુમ થઇ ગયા, જેના વિષે લોકો જાણતા જ નથી. આજે અમે આ લેખમાં એક એવા મહાન યોદ્ધા વિષે જણાવી રહ્યા છીએ. જેનું નામ સાંભળતા જ દુશ્મન ધ્રુજવા લાગતા હતા.
અમે આ લેખમાં જે મહાન યોદ્ધા વિષે જણાવી રહ્યા છીએ તેનું નામ હતું હરી સિંહ નલવા. હરી સિંહ નલવા મહાન યોદ્ધા હોવા સાથે જ એક કુશળ ઘોડેસવાર અને રાજકારણી પણ હતા. હરી સિંહનો જન્મ ૧૭૬૨માં ગુજરાનવાલા માં એક શીખ પરિવારમાં થયો, તેના દાદા પણ એક વીર યોદ્ધા હતા.
હરી સિંહ નાનપણથી જ ધર્મનું રક્ષણ કરવા માટે તત્પર હતા. તેના મનમાં દુશ્મનો માટે ગુસ્સાની ભાવના હતી. હરી સિંહ પંજાબના મહારાજા રણજીત સિંહની ફોજમાં હતા. હરી સિંહની યુદ્ધ કુશળતા અને ઘોડે સવારીને કારણે મહારાજા રણજીત સિંહએ તેને પોતાની ફોજમાં સેનાપતિ રાખ્યા હતા.
એક સમયની વાત છે કે હરી સિંહ ઉપર સિંહએ હુમલો કરી દીધો. હરી સિંહએ પોતાની બહાદુરીનો અજોડ નમુનો દેખાડતા સિંહનો સામનો કર્યો અને તેના જડબાને પોતાના હાથો વડે ફાડી નાખ્યું. આ ઘટના પછી મહારાજા રણજીત સિંહએ તેને નલવાનું પદ આપ્યું. ત્યાર પછીથી જ હરી સિંહ નલવાના નામથી ઓળખાવા લાગ્યા.
હરી સિંહ નલવાની બહાદુરીને કારણે મહારાજા રણજીત સિંહએ તેને ૯૦૦ ઘોડેસવારીની સેના અને દુશ્મનોનો સામનો કરવા માટે કહ્યું, ત્યાર પછી હરી સિંહ નલવા એ સીઆલકોટ, પેશાવરમ મુલ્તાન, કાશ્મીર, એટલાક અને જમરૂદ ઉપર કબજો મેળવ્યો. હરી સિંહની બહાદુરીના કિસ્સા સાંભળીને અફઘાનિસ્તાનના શાસકો પણ ભારત ઉપર હુમલો કરવાથી ડરતા હતા.
કેટલાય વર્ષો સુધી મોગલો આપણા ભારતમાં આવી શક્યા નહિ. એમની વીરતાની ચર્ચા વિદેશમાં પણ થતી. આમેય આપણે સૌ જાણીએ છીએ કે શીખ કોમ એમની વીરતા માટે ખુબ પ્રખ્યાત છે. હવે તમારા માટે એક સવાલ છે જેનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે કે શીખ લોકો પોતાની પાસે પાંચ વસ્તુ કઈ રાખે છે?
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.