આ છે હિંગ ના અચંબિત કરે તેવા ફાયદા, પેટની જીવાત થઇ જશે સાફ અને જાણી લો બીજા ફાયદા

દાળ, શાક અને સંભારમાં હિંગનો ઉમેરો થઇ જાય તો સ્વાદ બેમિશાલ બની જાય છે. ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. તે બલુચિસ્તાન, અફઘાનિસ્તાન , ના ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે અને ત્યાંથી આપણા દેશમાં પણ આયાત થાય છે. તેની તાસીર ગરમ હોય છે જેના લીધે તે ઠંડીમાં ખુબ ફાયદાકારક બની રહે છે. તેના ઔષધીય ગુણ ઘણી જાતની આરોગ્યની તકલીફો સામે આપણા શરીરનું રક્ષણ કરે છે. આવો જાણીએ કે તે ખાવાથી એવા ઘણા ફાયદા જેનાથી તમે અજાણ હતા.

* હિંગમાં કોઉંમારિન નામનું પદાર્થ મળી આવે છે. તે લોહીને જામવાથી અટકાવે છે અને લોહીને પાતળું કરે છે. તેના ઉપયોગથી બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. હીંગની તાસીર ગરમ હોય છે તેથી તે જરૂર કરતા વધુ ઉપયોગમાં ન લેવી જોઈએ. દાળમાં ઉપયોગ લેવા માટે એક ચપટી હિંગ પુરતી છે.

* હિંગ ભોજન પચાવવા માટે સૌથી મોટો સ્ત્રોત હોઈ શકે છે. જુના સમયમાં હિંગનો ઉપયોગ પેટની દરેક તકલીફો દુર કરવા માટે કરવામાં આવતો હતો. હિન્ગમાં એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-ઓક્સીડેંટ ગુણોનો ભંડાર હોય છે. પેટમાં જીવાત થઇ જવા ઉપર, એસીડીટી, પેટ ખરાબ થઇ જવા ઉપર હીંગનો ઉપયોગ ખુબ લાભદાયક હોઈ શકે છે.

* હિન્ગમાં મળી આવતા એન્ટી-ઇન્ફલેમેટરી તત્વ મહિલાઓમાં પીરીયડસ સાથે જોડાયલ તમામ તકલીફોમાંથી છુટકારો આપવવામાં સહાયક બની શકે છે. તે ઉપરાંત હિંગ મહિલાઓમાં લ્યુકોરિયા અને કૈડીડા ઇન્ફેકશનને બરોબર કરવામાં પણ ખુબ અસરકારક છે. પ્રસુતિ પછી ગર્ભવતી મહિલાઓને હિંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ગર્ભાશયની શુદ્ધિ થાય છે પેટને લગતી તમામ તકલીફો દુર રહે છે.

* હિંગનો ઉપયોગ પુરુષો માટે ખુબ ગુણકારી હોઈ શકે છે. હિંગ પુરુષોની તમામ યૌન સબંધી રોગોના ઉપચારમાં પણ લાભદાયક છે. રોજ ખાવામાં થોડી હિંગ ભેળવીને ખાવાથી નપુંસકતા, શીધ્રપતન અને શુક્રાણુ ના ઉણપની તકલીફથી છુટકારો મળી શકે છે. તે ઉપરાંત ગરમ પાણીમાં હિંગ ભેળવીને પીવાથી કામેચ્છા વધે છે.

* હિંગનો ઉપયોગ કરવાથી બલગમ કુદરતી રીતે જ દુર રહે છે. તે એક શ્વસન ઉત્તેજક જેવું કામ કરે છે અને ખાંસીના ઉપચારમાં મદદ કરનાર હોય છે. મધ અને આદુની સાથે હિંગને ભેળવીને ખાવાથી ખાંસીમાં ઘણો આરામ મળે છે.

* પેટમાં જીવાત થાય તો થોડી એવી હિંગના ટુકડા ઉપર રૂ વીંટીને તેને અગ્નિમાં શેકી લો. પછી તે શેકેલી હિંગને ચાવીને ખાઈ લો. આવું અઠવાડિયામાં 2-3 વખત કરવાથી પેટની જીવાત મરી શકે છે.

* શરદી, ખાંસી ઉપરાંત પણ ધાધર ને દુર કરવામાં પણ અસરકારક છે. થોડી એવી હિંગને પાણીમાં ભેળવીને ધાધર વાળી જગ્યા ઉપર લગાવવાથી ધાધર જલ્દી ઠીક થઇ જાય છે.

* રોજ હિંગનો ઉપયોગ કરવાથી સાંધાનો દુઃખાવો દુર રહે છે અને હાડકા મજબુત થાય છે.

* હિંગના ચૂર્ણમાં થોડું એવું મીઠું ભેળવીને પાણી સાથે લેવાથી લો બ્લડ પ્રેશરમાં આરામ મળે છે.

* શેકેલી હિંગ ને રૂ ના પૂમડા માં વીંટીને દાઢ ઉપર મુકવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે. દાંતમાં જીવાત પડવા ઉપર પણ તેનાથી આરામ મળે છે.

હિંગ વિષે વધુ જાણકારી માટે ક્લિક કરો આ બીજો આર્ટીકલ >>>> તમે શું જાણો એક ચપટી હિંગની કિંમત… એક ગ્લાસ પાણીમાં ઓગાળી જુયો એટલે સમજાઈ જશે .