આ પાંચ બીમારીઓ માટે ઉત્તમ છે હિંગના આ ઘરગથ્થું ઉપચાર – જરૂર વાંચો મફત માં ઈલાજ

હિંગના ઔષધીય ગુણો ખુબ ઓછા લોકો જ જાણતા હોય છે. સામાન્ય રીતે તેને ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પહાડી વિસ્તારમાં ઉત્પન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. તેથી તેની આયાત કરવામાં આવે છે. દાળને ટેસ્ટી બનાવવા માટે, સંભારો બનાવો કે પછી કઢી બનાવવામાં હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણ ઘણી રીતે આરોગ્યની તકલીફોમાંથી છુટકારો મેળવવામાં આપણી મદદ કરે છે. જુકામ, શરદી, અપચો વગેરે બીમારીઓ માટે આ એક સચોટ ઔષધી હોય છે. તે ઉપરાંત પણ હિંગના ખુબ ફાયદા છે. આવો જાણીએ તેના ગુણો વિષે.

* ઔષધીય ગુણો આપણને મદદ કરે છે.

* જુકામ, શરદી, અપચો વગેરે બીમારી.

* આ એક સચોટ ઔષધી હોય છે.

હિંગના ઔષધીય ગુણ

(1) હિંગમાં કોઉંમારિન નામનો પદાર્થ મળી આવે છે. તે લોહીને જામતું અટકાવે છે સાથે જ લોહીને પાતળું પણ કરે છે. તેનાથી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

(2) પ્રાચીન સમયમાં હિંગનો ઉપયોગ પેટની દરેક સમસ્યા માટે કરવામાં આવે છે. હિંગમાં એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-ઓક્સીડેંટ ગુણો નો ભંડાર હોય છે. પેટમાં જીવાત પડે તો હિંગનું સેવન ખુબ ફાયદાકારક હોય છે.

(3) હિંગમાં મળી આવતા એન્ટી-ઇન્ફ્લોમેટરી તત્વ પીરીયડ સાથે જોડાયેલી તમામ તકલીફોમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તે ઉપરાંત હિંગ મહિલાઓમાં લ્યુકોરિયા અને કૈડીડા ઇન્ફેકશનને ઠીક કરવામાં પણ ખુબ અસરકારક છે.

(4) હિંગનું સેવન પુરુષોની તમામ યૌન સબંધી રોગોના ઉપચારમાં પણ લાભદાયક છે. દરરોજ ખાવામાં થોડી એવી હિંગ ભેળવીને સેવન કરવાથી નપુંસકતા, શીધ્રપતન અને સ્પર્મમાં ઉણપની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તે ઉપરાંત ગરમ પાણીમાં હિંગ ભેળવીને પીવાથી લીબીડો એટલે કે કામેચ્છા વધે છે.

(5) હિંગનું સેવન કરવાથી બલગમ કુદરતી રીતે જ દુર થઇ જાય છે. આ એક શ્વસન ઉત્તેજક ની જેમ કામ કરે છે અને ખાંસીના ઉપચારમાં મદદ કરે છે. મધ અને આદુની સાથે હિંગ ભેળવીને ખાવાથી ખાંસીમાં ઘણો આરામ મળે છે.

હિંગ નાં ફયદા પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> તમે શું જાણો એક ચપટી હિંગની કિંમત… એક ગ્લાસ પાણીમાં ઓગાળી જુયો એટલે સમજાઈ જશે .

હિંગ નાં ફયદા પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> આ છે હિંગ ના અચંબિત કરે તેવા ફાયદા, પેટની જીવાત થઇ જશે સાફ અને જાણી લો બીજા ફાયદા