તમે શું જાણો એક ચપટી હિંગની કિંમત… એક ગ્લાસ પાણીમાં ઓગાળી જુયો એટલે સમજાઈ જશે .

હિંગનો ઉપયોગ સામાન્ય રીતે દાળ શાક માં કરવામાં આવે છે. એટલા માટે તેને વઘારણી ના નામથી ઓળખવામાં આવે છે. હિંગ ફેરુલા ફોઈટીસ નામના છોડનો ચીકણો રસ છે. તેનો છોડ ૬૦ થી ૯૦ સે.મી. જેટલો મોટો હોય છે. આ છોડ ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન, બલુચિસ્તાન, કાબુલ અને ખુરાસન ના પહાડી વિસ્તારમાં વધુ પ્રમાણમાં થાય છે. હિંગના પાંદડા અને છાલમાં થોડો ઘા લાગવાથી દૂધ નીકળે છે અને તે દૂધ ઝાડ ઉપર સુકાઈને ગુંદર બની જાય છે. તેના રસ ને પાંદડા કે છાલમાં રાખી ને સુકવી દેવામાં આવે છે. સુકાયા પછી તે હિંગથી ઓળખવામાં આવે છે. પરંતુ વૈધ લોકો જે હિંગ ઉપયોગમાં લે છે. તે હીરા હિંગ હોય છે અને તે સૌથી સારી હોય છે.

આપણા દેશમાં તેનો ઉપયોગ ઘણો છે. હિંગ ઘણા રોગોનો નાશ કરે છે. વૈધોનું માનવું છે કે હિંગનો ઉપયોગ કરતા પહેલા તેને શેકી લેવી જોઈએ. ચાર પ્રકારની હિંગ બજારમાં જોવા મળે છે જેમ કે ક્ન્ધારી ડીંગ, યુરોપીય વાણીજ્યની હિંગ, ભારતવર્ષીય હિંગ, વાપીડ હિંગ.

ભોજન બનાવતી વખતે આપણે ઘણા બધા મસાલાઓ નો ઉપયોગ કરીએ છીએ જેનાથી ખાવાનું ટેસ્ટી બને છે. પરંતુ તમને ખબર છે કે રસોડામાં તમારા સ્વાસ્થ્યના રહસ્ય છુપાયેલા છે. તો ચાલો આજે અમે તમને હિંગના પાણી વિષે જણાવીએ છીએ જેને પીવાથી તમને ઘણા ફાયદા થશે.

પેટની તકલીફ કરશે દુર

પેટમાં દુઃખાવો થવો સામાન્ય વાત છે અને મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરતા જોવામાં આવે છે પણ તે સમયે એક ગ્લાસ હિંગનું પાણી તમારા પેટની તકલીફ એક ચપટીમાં દુર કરી દેશે. હિંગના પાણીમાં રહેલા એન્ટી ઈમ્ફ્લેમેન્ટ્રી અને એન્ટી ઓક્સીડેટ્સ તત્વ ખરાબ પેટ અને એસીડીટી ઉપરાંત ઘણી બીમારીઓ થી છુટકારો અપાવે છે.
હાડકા અને દાંતને બનાવે છે મજબુત

હિંગના પાણીમાં ઈમ્ફ્લેમેન્ટ્રી પ્રોપર્ટીઝ રહેલી હોય છે જે હાડકાને મજબુતી આપે છે. તે હિંગ માંથી મળતા ઓસ્કીડેટસ દાંતો ને હેલ્દી અને સ્ટ્રોંગ બનાવે છે.

બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત

હિંગને ખાવામાં નાખીને ખાવી હોય કે પાણીમાં નાખીને પીવી હોય બન્ને તમારા શરીર માટે ગુણકારી બને છે. હિંગનું પાણી શરીરમાં બ્લડપ્રેશર ને કાબુમાં રાખે છે.

માઈગ્રેન (માથાનો દુખાવો) ના દર્દમાં કારગર

હિંગનું પાણી માઈગ્રેન ના દર્દમાં અને દાંતના દર્દમાંથી પણ રાહત અપાવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેટસ અને દર્દ નિવારક તત્વ રહેલા હોય છે જે દર્દથી રાહત અપાવવામાં મદદ કરે છે.

હિંગ પુટ્ઠે અને મગજની બીમારીઓ દુર કરી દે છે જેમ કે મીર્ગી, ફાજિલ, લકવા વગેરે. હિંગ આંખોની બીમારીઓમાં ફાયદો કરે છે. ખાવાનું હજમ કરે છે. ભૂખ પણ વધારે છે. ગરમી ઉત્પન કરે છે અને અવાજ ચોખ્ખો કરે છે. હિંગનો લેપ ઘી કે તેલ સાથે ઘા કે વાગવા ઉપર કરવાથી લાભ મળે છે તથા હિંગને કાનમાં નાખવાથી કાનમાં અવાજનું ગુંજવું અને બહેરાશ દુર થાય છે. હિંગ ઝેરનો પણ નાશ કરે છે. હવાથી થતી બીમારીઓ પણ હિંગ મટાડે છે. હિંગ હળવી તેજ અને રૂચી વધારવાવાળી છે. હિંગ શ્વાસ ની બીમારી અને ખાસીને દુર કરે છે. એટલા માટે હિંગ એક ગુણકારી ઔષધ છે.

અથાણાની જાળવણી : અથાણાની જાળવણી માટે વાસણમાં પહેલા હિંગનો ધુમાડો આપી દો. ત્યાર પછી તેમાં અથાણું ભરો. આ પ્રયોગથી અથાણું ખરાબ થતું નથી.

પાંસળીનો દુઃખાવો : હિંગને ગરમ પાણીમાં ભેળવીને પાંસળીઓ ઉપર માલીશ કરો. તેનાથી દુઃખાવા માં રાહત મળશે.
પિત્ત : હિંગને ઘી માં ભેળવી ને માલીશ કરવાથી પિત્તમાં લાભદાયી છે.

ઝેર ખાઈ લીધા પછી : હિંગના પાણીને ઘોળીને પીવરાવવાથી ઉલટી થઇને ઝેરની અસર દુર થઇ જાયછે.
દાંતની બીમારી : દાંતોમાં દુઃખાવો થાય તો દુઃખતા દાંત ની નીચે હિંગ દબાવીને રાખવાથી તરત આરામ મળે છે.

દાંતોમાં જીવાત પડવી : હિંગને થોડી ગરમ કરીને જીવાત પડેલા દાંત નીચે દબાવીને રાખો. તેનાથી દાંત અને પેઢાના જીવાણુઓ મરી જાય છે.

દાંતનો દુઃખાવો :

*હિંગને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવાથી દાંતનો દુઃખાવો દુર થઇ જાય છે.

* શુદ્ધ હિંગ ને ચમચી પાણીમાં ગરમ કરીને રૂ પલાળીને દુઃખાવા વાળા દાંત નીચે રાખો. તેનાથી દાંતોનો દુઃખાવો ઠીક થઇ જાય છે.

* હિંગને ગરમ કરીને દાંત કે જડબાની નીચે દબાવવાથી દાંતોમાં રહેલા જંતુ મરી જાય છે અને દુઃખાવામાં આરામ મળે છે.

અપચો : હિંગ, નાની હરડે, સિંધાલુ મીઠું, અજમો સરખા ભાગે લઈને વાટી નાખો. એક ચમચી દરરોજ ત્રણ વાર ગરમ પાણી સાથે લો. તેનાથી પાચન શક્તિ સારી થઇ જાય છે.

ભૂખ ન લાગવી : જમ્યા પહેલા ઘી માં વાટેલી હિંગ અને આદુનો એક ટુકડો, માખણ સાથે લો. તેનાથી ભૂખ ખુલીને આવવા લાગશે.

પાગલ કુતરાએ કરડવાથી : પાગલ કુતરાએ કરડવા ઉપર હિંગને પાણીમાં વાટીને કરડેલા ભાગ ઉપર લગાવો. તેનાથી પાગલ કુતરાના કરડયાનું ઝેર દુર થઇ જશે.

સાંપના કરડવા ઉપર :

* હિંગને એરંડીના કુંપળો સાથે વાટીને ચણા જેવી ગોળી ઓ બનાવી લો સાંપના ઝેર ઉપર આ ગોળીઓ દર અડધી કલાકે લેગાવાથી લાભ થાય છે.

* ગાયના ઘી સાથે થોડી હિંગ નાખીને ખાવાથી સાંપનું ઝેર ઉતરી જાય છે.

તાવ :

* હિંગનું સેવન કરવાથી સીલન ભરી જગ્યામાં થતો તાવ મટાડી આપે છે.

* હિંગને નો સદાર કે ગુગલ સાથે આપવાથી ટાઈફોઇડ તાવમાં લાભ થાય છે.

કમરનો દુઃખાવો :

૧ ગ્રામ શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં ભેળવીને ધીમે ધીમે પીવાથી કમર નો દુઃખાવો, સ્વર ભેદ,જૂની ખાંસી અને જુકામ વગેરેમાં લાભ થાય છે.

અજીર્ણ :

* હીંગની ગોળી (ચણાના આકારની) બનાવીને ઘી સાથે ગળવાથી અજીર્ણ અને પેટના દર્દોમાં લાભ થાય છે.
વાતશુલ (ચહેરા અને મસ્તક વચ્ચે આવતા ચસકા નું દર્દ): હિંગને ૨૦ ગ્રામ પાણીમાં ઉકાળો. જયારે થોડું પાણી વધે તો ત્યારે તે પાણીથી વાતશુલ થી લાભ થાય છે.

કમળો :

* હિંગને ગુલરના સુકા ફળ સાથે ખાવાથી કમળા માં લાભ થાય છે.

* કમળો થવાથી હિંગને પાણીમાં ઘસીને આંખો ઉપર લગાવો.

પેશાબ ખુલીને આવવો : હિંગને વરીયાળીના રસ સાથે સેવન કરવાથી પેશાબ ખુલીને આવશે.

ચક્કર : ઘી માં શેકેલી હિંગ ને ઘી સાથે ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન આવનારા ચક્કરો અને દુઃખાવો દુર થઇ જાય છે.

ઘા માં જીવાત : હિંગ અને લીંબડાના પાંદડા વાટીને લેપ કરવાથી વ્રણ (ઘા) માં પડેલ જીવાત મરી જાય છે.

કાનમાં દુઃખાવો : હિંગને તલના તેલમાં ગરમ કરી ને તે તેલ ના ટીપા કાનમાં નાખવાથી ઝડપથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.

અસલી હિંગ ની ઓળખ :

હિંગ ધ્યાન રાખીને ખરીદવી જોઈએ. બજારમાં ખુલ્લી જગ્યાઓ પર વેચાતી હિંગ નકલી પણ હોઈ શકે છે. અસલી હિંગ ની ઓળખ કરવાની રીતો થી અસલી હિંગ અને નકલી હિંગ નો ફરક સમજાય છે. હિંગમાં ભેળસેળ હોય તો તેની પણ ખબર પડી શકે છે.

અસલી હીંગની ઓળખ આ રીતે કરી શકાય છે :

* અસલી હિંગ ની ઓળખ કરવા માટે હિંગને પાણીમાં ઓગાળવી જોઈએ. પાણીનો રંગ દૂધ જેવો સફેદ થઇ જાય તો હિંગને અસલી સમજવી જોઈએ.

* માચીસની સળગતી સળી હીંગની પાસે લાવવાથી ચમકદાર લોટ નીકળે છે અને તે પુરેપીરી સળગી જાય છે. નકલી હિંગ સાથે આવું નથી થતું.

* નકલી હિંગમાં સુગંધ માટે એસંશ મેળવેલો હોય શકે છે. થોડા સમય પછી હિંગ ની સુગંધ પણ દુર થઇ જાય છે તો તે હિંગ નકલી હોય છે.