હીરો મોટરસાઇકલ કંપનીની બાયબેક ઓફર, બ્રાન્ડ ન્યુ સ્કૂટરન 5 વર્ષ સુધી ચલાવીને પાછી લઇ શકો 60 ટકા રકમ.

પાંચ વર્ષની અંદર ૫૦ હજાર રૂપિયાની કિંમતનું સ્કુટર વેચવાથી મળશે ૩૦ હજાર રૂપિયા પાછા

આ સ્કીમ પાંચ વર્ષ જુના સ્કુટર અને બાઈક ઉપર આપવામાં આવશે.

ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટર સાયકલ મોટોકોર્પએ સ્કુટર માટે બાયબેક સ્કીમ લોન્ચ કરી છે. તેની હેઠળ પાંચ વર્ષમાં તમારા સ્કુટરને કંપનીને પાછી વેચી શકશો અને એક્સ શોરૂમની કિંમતના ૫૭ થી ૬૫ ટકા કિંમત મેળવી શકશો. દિલ્હી અને બેંગલરું માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

ખરીદીના ૬ મહિના પછી લાગુ પડશે સ્કીમ :-

અંગ્રેજી સમાચારપત્ર સ્ટેંડર્ડમાં છપાયેલા સમાચાર મુજબ ગ્રાહકોને નવા સ્કુટર અને બાઇકની ખરીદી સાથે એક ગેરંટી બાયબેક સર્ટીફીકેટ આપવામાં આવશે, જે વહનની ખરીદીના ૬ મહિનાથી લઇને પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. તે દરમિયાન ટુ-વ્હીલર કંપનીને પાછું આપીને તેની ઉપર ૫૭ ટકાથી લઈને ૬૫ ટકા વચ્ચેની રકમ પાછી આપવામાં આવશે. આ સ્કીમ વિષે વધુ માહિતી માટે નજીકના હીરો મોટોકોર્પ ડીલરશીપ સ્ટોરની મુલાકાત લેવાની રહેશે. સાંજ સુધી આ સમાચારની પુષ્ટી કંપની તરફથી પણ કરી આપવામાં આવી.

કેવી રીતે મળશે ફાયદો :-

આ સ્કીમ પાંચ વર્ષ સુધી સ્કુટર અને બાઈક ઉપર લાગુ પડશે. એટલે કે જો તમે ૫૦ હજાર રૂપિયા એક્સ શોરૂમ કિંમત ઉપર એક બ્રાંડ ન્યુ સ્કુટર ખરીદો. પછી ૩ વર્ષ પછી તેને કંપનીને વેચશો, તો એક્સ શોરૂમ કિંમતના ૬૦ ટકાના હિસાબે ૩૦ હજાર રૂપિયા પાછા આપી દેવામાં આવશે. તે સમયે ગ્રાહકને સ્કુટરના ૨૦ હજાર રૂપિયા પડશે.

એટલે કે ગ્રાહકે ૬૬૬૬ રૂપિયા વર્ષના ખર્ચ કરે, જો કે ૫૫૫ રૂપિયા દર મહીને અને ૧૮.૫૦ રૂપિયા રોજના આવે છે. એવી રીતે સમજી લો કે ગ્રાહક રોજના ૧૮.૫૦ રૂપિયા ખર્ચ કરીને ત્રણ વર્ષ સુધી સ્કુટર ચલાવતા રહે છે, જો કે ઓટો રીક્ષામાં બેસવાથી ઓછું છે. દિલ્હીમાં ઓટો રીક્ષા પહેલા એક કી.મી.ના ૧૪ રૂપિયા ચાર્જ લગાવે છે.

સ્કીમને BuySurance નામ આપવામાં આવ્યું છે

કંપનીએ આ સ્કીમનું નામ BuySurance આપ્યું છે. હીરો મોટોકોર્પના વડા માર્કેટિંગ સેલ્સ સંજય ભાનનો દાવો છે કે આ ટુ-વ્હીલર માટે માર્કેટમાં અમારા તરફથી પહેલી સ્કીમ છે. કંપનીને આશા છે કે આ સ્કીમને કારણે જ Destiny અને Pleasure મોડલનું વેચાણ વધશે. કંપનીને એવું પગલું ટુ-વ્હીલરનું ઘટતા વેચાણને વધારવાની ગણતરીએ લેવામાં આવ્યું છે સાથે જ હોન્ડા અને ટીવીએસના સ્કુટરને ટક્કર આપવાની ગણતરીએ આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.