ઐતિહાસિક નિર્ણય : માં-બાપ ની સેવા નહિ કરે સંતાન તો સંપૂર્ણ પ્રોપર્ટી ઉપર રહેશે માત્ર માં-બાપ નો હક્ક

પહેલાના સમયમાં લોકો વડીલોનો ખુબ આદર કરતા હતા અને પોતાના માં-બાપની ખુબ સેવા કરતા હતા. અને આજે એ શક્ય નથી, કેમ કે આજના સમયમાં લોકો પોતે જ એટલી દોડધામથી કંટાળી જાય છે, કે ઘણા લોકો તો પોતાના બાળકોને પણ પુરતો સમય ફાળવી શકતા નથી, અને પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો હોય છે. આજના સમયની પેઢીને ઘરડા માં-બાપને રાખવા પસંદ નથી હોતા, કેમ કે ઘરડા માં-બાપ જૂની રૂઢીના હોવાથી તેમની વિચારસરણી સાથે આજની પેઢી જરા પણ મેચ થતી નથી, અને માં-બાપ મોટી ઉંમરના થાય એટલે શરીર કામ ન કરી શકે, તો પણ એકલા જ જીવન પસાર કરવું પડે છે.

આજના સમયની યુવા પેઢીના માણસ ઉપર બીજા દેશોની સંસ્કૃતિનું આંધળું અનુકરણ પણ જવાબદાર છે. અને એક કારણ એ પણ છે કે ઘરડા માં-બાપ તેમની જૂની રૂઢીને કોઈપણ રીતે છોડવા માંગતા નથી, અને આજની યુવા પેઢી જૂની રૂઢી સ્વીકારવા માંગતા નથી, જેથી ઘરડા માં-બાપ અને બાળકો વચ્ચે તાલમેલ જળવાતો નથી, અને એ કારણે આજના બાળકો પોતાના માં-બાપને સાચવવાથી દુર ભાગે છે.

બાળકોએ પોતાના ઘરડા માતા-પિતાની સાર સંભાળ નથી રાખી, તો કોર્ટએ તે વૃદ્ધની સંપૂર્ણ સંપત્તિ જ પાછી લેવાનો આદેશ કરી દીધો છે. આ કેસ પલકકડનો છે. હવે કોર્ટના નિર્ણય પછી બેંક ઘરડાની સંપત્તિને ગીરવી મુકશે અને બદલામાં વૃદ્ધને દર મહીને ખર્ચ માટે રૂપિયા આપશે.

જુલાઈની ફરિયાદ : ઘરડા પુલકકકુટથિલ હમ્સાએ જુલાઈમાં બાળકોની ફરિયાદ ટ્રાઈબ્યુનલ કોર્ટમાં કરી દીધી. તેમણે કહ્યું કે આ ઉંમરમાં તે કાંઈ નથી કરી શકતા. પહેલા તો કોર્ટએ સુનાવણી કરીને આદેશ આપ્યો કે પિતાને દર મહીને પાંચ હજાર રૂપિયા આપે, પરંતુ દીકરાએ આદેશ ન માન્યો. ત્યાર પછી કોર્ટે વૃદ્ધના દીકરા વિરુદ્ધ મેન્ટીનેંસ એંડ વેલફેયર ઓફ પેરન્ટસ એંડ સીનીયર સીટીઝન એક્ટ ૨૦૦૭ હેઠળ કાર્યવાહીના આદેશ આપ્યા. જેની હેઠળ બેંક હમ્સાની સંપત્તિ ઉપર કબજો લઈને તેને દરમહિને ખર્ચ આપશે.

આજના સમયમાં માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે સખ્ત મહેનત કરે છે, અને તેમના બાળકોના ભવિષ્યમાં પોતાનું આખું જીવન આપી દેતા હોય છે. જેથી બાળકો સુખી રહે અને તેમની સેવા કરે. તો આપણી પણ ફરજ છે કે આપણે ઘડપણમાં એમનો સાથ આપીએ, એમની સેવા કરીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.