હોળી 2020 : હોલિકા દહનની રાતે કાળી હળદરથી કરો આ ઉપાયો, પૂરી થશે બધી ઇચ્છાઓ.

કાળી હળદરને ઘરના મુખ્ય દ્વાર પર બાંધવાથી અવરોધો દૂર થાય છે.

હોલિકા દહનના દિવસે, તમારા જમણા હાથ અથવા ગળામાં કાળી હળદરનું તાવીજ પહેરવાથી પણ ફાયદો થાય છે.

આ વખતે હોલિકા દહનનો તહેવાર 9મી માર્ચે છે. આ દિવસે, જ્યોતિષવિદ્યામાં આપવામાં આવેલી કેટલીક યુક્તિઓ અપનાવીને, વ્યક્તિને સમૃદ્ધિ મળે છે અને મુશ્કેલીઓથી પણ છુટકારો મેળવી શકાય છે.

1. જ્યોતિષ શાસ્ત્રી વિક્રમ દુબે મુજબ, હોલિકા દહનની રાત્રી પર કાળી હળદરનો ઉપાય સૌથી અસરકારક પુરવાર થાય છે. કારણ કે તેનો વધુ પ્રયોગ તંત્ર વિજ્ઞાનમાં થાય છે. જો તમે દુશ્મનને હરાવવા માંગતા હોવ, તો હોલિકા દહનના સમયે, પાંચ કાળી હળદરની ગાંઠ વાળી દુશ્મનના નામ લઈને હોમી દો. આનાથી તમારા દુશ્મનોની હાર થશે.

2. હોળીની રાતે, ગંગાના પાણીમાં કાળી હળદરને મૂકવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આમ કરવાથી તમારી ઇચ્છાઓ પણ પરિપૂર્ણ થશે.

3. જો કોઈને નજર લાગી હોય, તો હોળીના દિવસે કાળા કાપડમાં હળદર લઈ તેનો ગોળો કરી લો અને તેને સાત વખત માથા પરથી ઊતારી લો. હવે તેને કોઈપણ નદીમાં વહાવી દો. આમ કરવાથી નજર બાધ દૂર થશે.

4. જો કોઈ પાસે પૈસા ન રહેતા હોય તો, તેમને હોલિકા દહનની રાતે ચાંદીના બૉક્સમાં કાળા હળદરની એક ગાંઠ મુકી તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી પૈસાની બચત થશે.

5. જે લોકો નોકરી અથવા વ્યવસાયમાં સફળતા મેળવવા ઇચ્છે છે, તેઓએ કાળા કાપડા અથવા કાળા દોરામાં કાળી હળદર વિટાળી એને જમણા હાથે બાંધવું જોઈએ. આનાથી નકારાત્મક બળો સામે પણ રક્ષણ થાય છે.

6. ઘણાં ઘરોમાં પ્રગતિ થતી નથી. આનું કારણ ઘરનુ વાસ્તુ અને નજર દોષ હોઈ શકે છે. આમાથી છુટકારો મેળવવા માટે, હોલિકા દહનમાં કાળી હળદર મૂકો. આ પછી, તેને કાળા કપડામાં મૂકી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો. આમ કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવશે.

7. જાદૂટોણા અને નજર બાધની અસરનો નાશ કરવા માટે, હોળીના દિવસે કાળો દોરામાં હળદરની ત્રણ ગાંઠ બનાવી તેને ગરદન અથવા હાથમાં પહેરો. પહેર્યા પહેલા, લોબનનો ધુમાડો બતાવવો જોઇએ.

8. હોલિકા દહનની રાત્રે, કાળી હળદરને સિંદૂરમાં મુકો અને તેને અગરબત્તીથી ધૂપ કરો. હવે તેને લાલ કપડામાં વિટાળી અને થોડાક સિક્કાઓ સાથે એક બૉક્સમાં મૂકો. આમ કરવાથી પૈસાની વૃદ્ધિ થશે.

9. જો તમે કોઈને વશ કરવા માંગો છો, તો કાળી હળદરને હોલિકા દહનની નજીક રાખો. હવે પૂજા પછી, તેને ઘરે લાવો અને તેને પીસો. પછી રોજ આ કાળી હળદરના પાવડરથી તિલક કરો. આનાથી લોકો તમારી તરફ આકર્ષિત થશે.

10. જો તમારે કોઈની પાસેથી તમારા કામ કઢાવા માંગતા હોવ, તો સાત કાળી હળદરની સંપૂર્ણ ગાંઠ કરીને ભગવાન પાસે રાખો અને મનમાં તમારી ઇચ્છાને કહો. આમ કરવાથી તમારું કામ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.