હોલિકા દહન માટે બજરંગબલી સામે કરો આ નાનું કામ, બની જશે તમારા બધા બગડેલા કામ.

હોળીના દિવસોમાં લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. હોળી રંગોનો તહેવાર હોય છે. અને હોળીમાં બધા લોકો એક બીજા પર રંગ લગાવે છે, અને એક બીજાને ગળે મળે છે. આ દિવસે પરસ્પરના મતભેદ ભૂલીને લોકો એક બીજાને રંગ લગાવીને દોસ્તી માટે હાથ લંબાવે છે.

હોળીનો તહેવાર આવવાના થોડા દિવસો પહેલા જ લોકો હોળીની તૈયારીમાં જોડાય જાય છે. ખાસ કરીને બાળકોમાં હોળીને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ રંગો વાળી હોળી રમતા પહેલા હોલિકા દહન થાય છે.

આમ તો હોલિકા દહનના દિવસે હોલિકા માતાની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ દિવસે અમુક ઉપાય પણ કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિ પોતાના જીવનની મંગલ કામના કરે છે, અને જીવનની બધી મુશ્કેલીઓ માંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જો તમે હોલિકા દહનના દિવસે હનુમાનજીની પૂજા કરો છો, તો એનાથી તમને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

જો તમે હનુમાનજીની પૂજા હોલિકા દહનના દિવસે કરો છો, તો એનાથી તમને નકારાત્મક શક્તિઓથી છુટકારો મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે. જેની મદદથી તમે પોતાની બધી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમને એવા જ ઉપાય વિષે જાણકારી આપીશું.

આવો જાણીએ હોલિકા દહનના દિવસે કયા ઉપાય કરવા જોઈએ :

જો તમારા જીવન માંથી મુશ્કેલીઓ પીછો છોડવાનું નામ નથી લઇ રહી, તો એવામાં તમે પોતાની મુશ્કેલીઓથી બચવા માટે હોલિકા દહનના દિવસે મહાબલી હનુમાનજીને મીઠા પાનનું બીડું અર્પિત કરો. આ ઘણું શુભ માનવામાં આવ્યું છે. જો તમે એવું કરો છો તો એનાથી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને એમની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહેશે.

જો તમને ધનવાન બનવાની ઈચ્છા છે, તો તમે હોલિકા દહનના થોડા દિવસ પહેલા વડના પાંદડા તોડીને ઘરે લાવો. હવે એને સાફ પાણીથી ધોઈને એના પર ચંદનથી શ્રી રામ લખો. જયારે આ પાંદડા સુકાય જાય તો એને હોલિકા દહનના સમયે પોતાના ખિસ્સા અથવા પાકીટમાં મૂકી દો. એનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહિ થાય, અને સતત ઘનનો વધારો પણ થશે.

જો તમે મનગમતી નોકરી પ્રાપ્ત કરવા માંગો છો, તો એના માટે હોલિકા દહનની પૂજા સાથે મહાબલી હનુમાનજીની આરાધના કરો અને હનુમાનજી સામે સરસવના તેલનો દીવો પ્રગટાવી, હનુમાન ચાલીસાનો પાઠ કરો. એનાથી તમારી બધી ઈચ્છાઓ પુરી થઇ જશે.

જો તમારે કામકાજમાં સફળતા પ્રાપ્ત કરવી છે, તો એના માટે હોલિકા દહનના દિવસે સવારે 11 અથવા 5 બ્રાહ્મણોને હનુમાન ચાલીસા અને દક્ષિણા દાન કરો. એનાથી તમારા બધા બગડેલા કામ બની જશે.

જો તમે હોલિકા દહન વાળા દિવસે મહાબલી હનુમાનજીને લાલ જાસૂદના ફૂલની માળા અર્પિત કરો છો, તો એનાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે.

જો કોઈ શનિ દોષથી પીડિત છે, તો એનાથી મુક્તિ મેળવવા માટે હોળીના દિવસે એક લાલ કપડું લો અને એમાં થોડી કાળી અડદની દાળ અને કોલસો નાખીને એની એક પોટલી બનાવો. અને એમાં એક સિક્કો પણ મુકવો. ત્યાર બાદ આ પોટલીને પોતાના માથા પરથી સાત વાર ફેરવીને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો. એનાથી શનિ દોષની પીડા માંથી મુક્તિ મળે છે.