શિલ્પા પર લાગ્યો રાજ કુંદ્રાની પહેલા લગ્ન તોડીને ઘર વસાવવાનો આરોપ, આ અભિનેત્રી બની ચુકી છે હોમ બ્રેકર.

વિવાહિત એકટર સાથે લગ્ન કરી, આ અભિનેત્રીઓ પર લાગ્યો ઘર તોડવાનો આરોપ.

હાલના દિવસોમાં રાજન કુંદ્રાની પહેલી પત્ની કવિતાનો એક ઈન્ટરવ્યું જોરદાર વાયરલ થઇ રહ્યો છે, ત્યાર પછી દરેક શિલ્પા શેટ્ટીને તેનું ઘર તોડવાનું કારણ બતાવી રહ્યા છે. આ કેસમાં હવે રાજ કુંદ્રાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેના પહેલા લગ્ન તુટવાનું કારણ પોતે કવિતા હતી. કવિતાના સંબંધ રાજની બહેનના પતિ સાથે વધી ગયા હતા. જેથી તેમના સંબંધ તૂટી ગયા. રાજના નિવેદનથી શિલ્પાને ક્લીનચીટ તો મળી ગઈ છે. પણ હજુ પણ ઘણા લોકોનું માનવું એવું છે કે શિલ્પાના આવવાથી જ રાજે કવિતાને છોડી દીધી છે. શિલ્પા ઉપરાંત પણ ઘણી અભિનેત્રીઓ ઉપર ઘર તોડવાના આરોપ લાગી ચુક્યા છે. આવો જાણીએ તે અભિનેત્રીઓ કઈ કઈ છે.

સ્મિતા પાટીલ : એક સમયની પ્રસિદ્ધ અભિનેત્રી સ્મિતા પાટીલે અભિનેતા રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા. સ્મિતાના આવવાતા પહેલા જ રાજ બબ્બરે 1975 માં નાદીરા બબ્બર સાથે લગ્ન કરી ચુક્યા હતા, અભિનેત્રીના આવ્યા પછી બંનેનું ઘર તૂટી ગયું. લગ્નના થોડા વર્ષો પછી જ ડીલીવરી પણ આવી કોમ્પ્લીકેશનને લઈને સ્મિતા પાટીલનુ અવસાન થઇ ગયું હતું, ત્યાર પછી રાજ ફરી વખત નાદીરા સાથે રહેવા લાગ્યા. કહેવામાં આવે છે કે સ્મિતા અને રાજના દીકરા પ્રતિક બબ્બરને તેના પિતા સાથે નથી બનતું.

હેમા માલિની : બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની છે. હેમા પહેલા ધર્મેન્દ્રએ વર્ષ 1954 માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે દીકરા સની અને બોબી દેઓલ છે. ફિલ્મોમાં આવ્યા પછી ધર્મેન્દ્રના સબંધ હેમા સાથે વધવા લાગ્યા અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હેમા સાથે લગ્ન કરવા માટે જયારે ધર્મેન્દ્રએ પ્રકાશ સાથે છૂટાછેડા લેવાની માંગણી કરી, તો તેમણે સ્પષ્ટ ના કહી દીધી. પાછળથી પોતાના પ્રેમને પામવા માટે અભિનેતાએ ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરી. હેમા સાથે બીજા લગ્ન કરી લીધા. ધર્મેન્દ્રની પહેલી પત્નીના દીકરા સની દેઓલ અને બોબી તેના પિતાના આ નિર્ણયથી ઘણા નારાજ હતા.

શબાના આઝમી : એક સમયની પોપુલર અભિનેત્રી રહી ચુકેલી શબાના આઝમી ઉપર પણ ઝાવેદ અખ્તરના પહેલા લગ્ન તોડવાનો આરોપન લાગી ચુક્યો છે. જાવેદ તેના પહેલા લગ્ન હની ઈરાની સાથે ખુશ હતા, જેને એક દીકરી ફરહાન અખ્તર પણ છે, પણ શબાનાએ આવતા જ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. જાવેદે વર્ષ 1984માં શબાના સાથે બીજા લગ્ન કરી લીધા હતા, જેના એક વર્ષ પછી તેમણે રૂમી સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

શ્રીદેવી : હવા હવાઈ અભિનેત્રી શ્રીદેવીના સંબંધ તેની ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂર સાથે વધવા લાગ્યા હતા. તે સમયે બોની પહેલાથી જ મોના શૌરી સાથે કરી ચુક્યા હતા અને તેને બે દીકરા અર્જુન કપૂર અને અંશુલા કપૂર પણ હતા. પણ બંનેના વધતા સંબંધને ન પ્રોડ્યુસરની પત્નીને જોયા કે ન બે બાળકોને. બોનીએ શ્રીદેવી માટે મોનાને 1996 માં છૂટાછેડા આપી દીધા અને તે વર્ષ શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા. લગ્નના એક વર્ષ પછી જાહ્નવી કપૂરનો જન્મ થયો હતો. ત્રણ વર્ષ પછી બંનેના ઘરે બીજી દીકરી ખુશીનો જન્મ થયો, બોની અને મોનાના દીકરા અર્જુન એક પોપુલર એક્ટર છે, જે પિતાના નિર્ણયથી ઘણા નારાજ થયા હતા. અહેવાલ મુજબ અર્જુન શ્રીદેવીને પસંદ કરતા ન હતા.

લારા દત્તા : બોલીવુડ અભિનેત્રી અને ફાર્મર મિસ યુનિવર્સ લારા દત્તાએ વર્ષ 2011માં મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી જ મહેશની પહેલી પત્ની શ્વેતા જયશંકરે લારા ઉપર તેનું ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો. લારાના લગ્ન કરવાના બે વર્ષ પહેલા જ મહેશે પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

રાની મુખર્જી : અભિષેક બચ્ચન સાથે બ્રેકઅપ પછી રાની મુખર્જીનું નામ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે જોડવા લાગ્યું હતું. બંને અચાનક ઇટલી જઈને ગુપ્ત રીતે લગ્ન કરી દરેકને ચકિત કરી દીધા હતા. અહેવાલમાં જણાવવામાં આવે છે કે રાની સાથે વધતા સંબંધોને લઈને જ આદિત્યએ તેની પહેલી પત્ની પાયલ ખન્ના સાથે છુટાછેડા લીધા હતા. રાની અને આદિત્યને એક દીકરી આદીરા ચોપડા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.