આ દિવાળી પર મહેમાનોનું મોઢું મીઠું કરવા બનાવો આ ટેસ્ટી આઈસ્ક્રીમ.

દિવાળી પર આ હોમ મેડ ટેસ્ટી આઈસ્ક્રીમ ખાઈને તમારા ઘરે આવેલા મહેમાનો થઇ જશે ખુશ, જાણો તેની રેસિપી.

આ દિવાળીમાં જો તમે પણ મહેમાનો માટે આઈસ્ક્રીમની રેસીપી શોધી રહ્યા છો તો આજે અમે તમને જોરદાર આઈસ્ક્રીમની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.

દિવાળીમાં હવે ઘણા ઓછા દિવસો બાકી રહ્યા છે. તેમ જ તે દિવસ માટે એક બે દિવસ પહેલા જ લગભગ બધા ઘરમાં ઘણી બધી મીઠાઈઓ અને બીજી વસ્તુ બનવા લાગે છે. આ ખુશીના પ્રસંગ ઉપર ઘરે આવલા મહેમાનો માટે ખાવા સાથે સ્વીટ ડીશ પણ પીરસવામાં આવે છે. આ દિવાળી ઉપર જો તમે પણ સ્વીટ ડીશમાં કોઈ અલગ જ આઈસ્ક્રીમની રેસીપી શોધી રહ્યા છો તો આજે તમારી શોધ પૂરી થવાની છે, કેમ કે આ લેખમાં અમે તમને આઈસ્ક્રીમની થોડી એવી રેસીપીઓ બતાવવા જઈ રહ્યા છીએ, જે તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તે બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો અને ન તો વધુ મહેનતની જરૂર પડે છે. તો આવો જાણીએ આ રેસીપીઓ વિષે.

મટકા મલાઈ કુલ્ફી : કુલ્ફી બનાવવી છે તો માટલા કુલ્ફી ટ્રાઈ કરો. દિવાળીમાં ઘરવાળા અને આવનારા મહેમાનો સામે માટલા કુલ્ફી પીરસી શકાય છે. તે બનાવવા માટે તમારે દૂધ, ક્રીમ, કંડેન્સડ મીલ્ક, ઈલાયચી, ડ્રાઈ ફ્રુટ અને એક ચપટી કેસરની જરૂર પડશે. તે બનાવવા માટે સૌથી પહેલા તમે દૂધને મીડીયમ તાપ ઉપર ઉકાળી લો. થોડી વાત તેમાં ક્રીમ પણ નાખીને ઉકાળી લો.

2 થી 3 મિનીટ ઉકાળ્યા પછી તેમાં કંડેન્સડ મિલ્ક, ઈલાયચી પાવડરને સારી રીતે ભેળવી લો. હવે તેમાં ડ્રાઈફ્રુટને પણ નાખીને સારી રીતે હલાવો. તેને તમે ઘાટું થવા સુધી સારી રીતે ઉકાળી લો. પાકી ગયા પછી થોડી વાત ઠંડુ થવા માટે રહેવા દો. થોડું ઠંડુ થાય એટલે તેને માટલામાં ભરીને ઉપર થી કેસર અને ડ્રાયફ્રુટ નાખીને થોડી વાર માટે એમ જ રહેવા દો. 5 થી 7 મિનીટ પછી માટલા માંથી આઈસ્ક્રીમ કાઢીને પીરસો.

પીનટ બટર બનાના આઈસ્ક્રીમ : તે બનાવવો ઘણો સરળ છે, કેમ કે આ આઈસ્ક્રીમ બનાવવા માટે બસ તમારે ચાર વસ્તુની જરૂર પડશે. પાકા કેળા (ત્રણ થી ચાર) દૂધ, પીનટ બટર 1/2 કપ, ચેરી ગાર્નીશ માટે, ખાંડ ½ કપ જો વધુ ગળ્યું પસંદ હોય તો, જેવી સામગ્રીની જરૂર પડશે. સૌથી પહેલા તમે પાકા કેળાને છોલીને સ્લાઈસમાં કાપીને અલગ કરી દો.

સ્લાઈસમાં કાપ્યા પછી ફૂડ પ્રોસેસરમાં પીનટ બટર સાથે કેલાને નાખો અને સારી રીતે મિક્સ કરી લો. (જો તમને વધુ ગળ્યું પસંદ છે તો ખાંડ પણ તેમાં નાખી શકો છો.) મિક્સ કર્યા પછી તેમાં દૂધ પણ નાખીને સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખશો કે તેમાં પાણી ન નાખશો. સારી રીતે મિક્સ કર્યા પછી તેને આઈસ્ક્રીમ શીટમાં રાખીને ફ્રીજમાં થોડી વાત ઠંડું થવા માટે રાખી દો. જયારે મિશ્રણ સારી રીતે જામી જાય તો ઉપર ચેરીથી ગાર્નીશ કરી લો. ટેસ્ટી પીનટ બટર બનાના આઈસ્ક્રીમ બનીને તૈયાર છે.

ડ્રાયફ્રુટ ચોકલેટ આઈસ્ક્રીમ : આ બાળકોને સૌથી વધુ ગમતો આઈસ્ક્રીમ. આ દિવાળીમાં તમે પણ તે ઘરે સરળતાથી બનાવી શકો છો. તે બનાવવા માટે, દૂધ, કસ્ટર્ડ પાઉંડર, કોકો પાવડર, ખાંડ, વનીલા અસેન્સ, ચેરી કે નટ્સ, ડાઈફ્રુટ અને ક્રીમ જેવી વસ્તુની જરૂર પડશે. તે બનાવવા માટે સૌથી પહેલા એક કપ દૂધ, ખાંડ, કોકો અને કસ્ટર્ડ પાઉડર ભેળવીને અલગ રાખી લો.

ત્યાર પછી એક કપ દૂધને કોઈ વાસણમાં ઉકાળી લો અને ઉપર બનાવેલા મિશ્રણને આ દૂધમાં નાખીને સારી રીતે ભેળવી લો. થોડી વાર ઉકાળ્યા પછી તેમાં વનીલા એસેન્સ અને ક્રીમ મિક્સ કરીને ગેસને બંધ કરી દો. થોડું ઠંડું થઇ ગયા પછી તેને અને ડાયફ્રુટને મિક્સરમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી તે આઈસ્ક્રીમ કન્ટેનરમાં નાખીને ફ્રીજમાં ઠંડું થવા માટે મૂકી દો. 20 થી 25 મિનીટ ઠંડું થઇ ગયા પછી તેને પીરસો.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ હરજિંદગી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.