સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

મોટો ખુલાસો : ઘરમાં બનેલ માસ્ક વ્યવસાયિક માસ્કથી વધારે સુરક્ષિત હોય છે.

કોરોના વાયરસથી બચવું છે, તો ચહેરા પર માસ્ક પહેરવાની આદત પાડવી પડશે. સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટસ (મોં માંથી નીકળતા છીંક, ખાંસી વગેરેના ટીપા) મારફતે કોરોના વાયરસ પ્રસરે છે. આ વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક કારગર ઉપાય છે. પણ સવાલ એ ઉભો થાય છે કે, કેવું માસ્ક પહેરવામાં આવે જેથી વાયરસથી બચી શકાય. સાથે જ ગરમીમાં ત્વચા પર પણ અસર નહીં થાય. માસ્કને લઈને હાલમાં જ એક અભ્યાસમાં મોટો ખુલાસો થયો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, હોમ મેડ માસ્ક વ્યવસાયિક માસ્ક કરતા વધારે કારગર છે.

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ઘરમાં બનેલા કાપડવાળા કોટન માસ્ક અને રૂમાલથી બનેલા માસ્ક વ્યવસાયિક રૂપથી ઉપલબ્ધ શંકુ માસ્ક કરતા વધારે પ્રભાવી હોય છે. ઘરેલુ માસ્કના વધારે પ્રભાવશાળી હોવાનું સૌથી મોટું કારણ છે, માસ્કની પેટર્ન અને તેની જાડાઈ.

અભ્યાસમાં શોધકર્તાઓએ સુતરાઉ કાપડથી બનાવેલા માસ્કને પરીક્ષણમાં ઉપયોગમાં લીધું, જેમાં જાડા દોરાથી સિલાઈ કરવામાં આવી હતી. સાથે જ બે પડને એક સાથે સીવવા સિવાય તેમાં છિદ્ર પણ ઘણું મહત્વપૂર્ણ છે. શોધકર્તાઓએ માસ્કને પારખવા માટે સલાહ આપી કે, માસ્ક મારફતે પ્રકાશ તરફ જોવું જોઈએ કે તે માસ્ક પ્રકાશને કેટલી પ્રભાવી રીતથી અટકાવે છે.

વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, ઘણા પડવાળા સુતરાઉ કાપડના માસ્ક પહેરવાથી ડ્રોપલેટ વાતાવરણમાં વધારે દૂર સુધી નથી ફેલાઈ શકતા. માસ્ક પહેરેલ સંક્રમિત વ્યક્તિના મોં માંથી નીકળેલા સંક્રમિત ટીપા માત્ર અઢી ઇંચ સુધી જ ફેલાઈ શકે છે. જો કોઈ એક મીટરનું અંદર બનાવીને ઉભું છે, તો તે કોટન માસ્ક પહેરેલા વ્યક્તિથી સંક્રમણ નહિ થાય. પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના સંબોધનમાં ઘણીવાર કહ્યું છે કે, ઘરની બહાર નીકળતા સમયે માસ્ક જરૂર પહેરો. માસ્ક ઘરમાં કોટન કપડાથી બન્યું હોય તો વધારે સારું રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.