માત્ર 33 હજાર રૂપિયા ચૂકવીને ઘરે લઈ આવો નવી Honda City, કંપની લાવી ખાસ સ્કીમ

હોન્ડા કાર્સએ ભારતમાં પોતાની કારોની પહોંચ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ખાસ સ્કીમ લોન્ચ કરી છે. હોંડાએ ગ્રાહકો માટે ખાસ ‘સ્માર્ટ ઈએમઆઈ’ સ્કીમ કાઢી છે. કંપનીએ એના માટે Tranzlease સાથે કરાર કર્યો છે. આ સ્કીમ અંતર્ગત કંપની પોતાના ગ્રાહકોને પોતાની કાર ભાડે આપશે.

લીઝ માટે ઘણા વિકલ્પ :

સ્માર્ટ ઈએમઆઈ સ્કીમ ઓટો ફાઈનાન્સની જેમ હશે, પણ આ સ્કીમના સમયગાળા દરમિયાન ગાડીનું ઈન્શ્યોરન્સ, મેંટેનન્સ, રજીસ્ટ્રેશન અને ફાઈનાન્સ પણ શામેલ હશે. તેમજ લીઝમાં એ વિકલ્પ હશે કે, જો તમે વાહન ખરીદવા માંગો છો, અથવા પોતાના પૈસા પાછા માંગો છો, તો ગાડીની રીસેલ વેલ્યુના હિસાબે પૈસા અને બોનસ પાછા મળી જશે.

સ્માર્ટ ઈએમઆઈ લોનની રકમ કરતા ઓછી હશે :

કાર લીઝ અને કાર લોન વચ્ચે એ અંતર હોય છે કે, અવધી પૂરી થવાના અંતમાં કારની રીસેલ વેલ્યુ પહેલા જ કાપી લેવામાં આવે છે. એનાથી ન ફક્ત દર મહિને તમારે ઓછી રકમ આપવી પડે છે, પણ ગાડીનું મેંટેનન્સ અને ઈન્શ્યોરન્સની કિંમત પણ કાર લીઝિંગ કંપની એમાં જ શામેલ કરે છે. તેમજ નવી સ્માર્ટ ઈએમઆઈની રકમ લોનની રકમ કરતા ઓછી હોય છે, અને વધારાની સુવિધાઓ પણ મળે છે.

45 હજાર કિમી સુધીની કાર ડ્રાઈવ :

હાલની 36 મહિનાની સ્કીમમાં ગ્રાહક 45 હજાર કિમી સુધી જ કાર ડ્રાઈવ કરી શકે છે. એ પછી વધારાના પ્રતિ કિમીની રકમ કંપની પાછળથી નક્કી કરશે. હાલમાં આ ઓફર ફક્ત દિલ્લી-એનસીઆર અને મુંબઈમાં જ મળશે. પાછળથી ટ્રાંસલીઝ એને પુણે, બેંગ્લુરુ, ચેન્નઈ અને હૈદરાબાદમાં પણ ઉતારશે. ગ્રાહકોને ઓનલાઈન પોર્ટલ દ્વારા પ્લાન પસંદ કરવાની સુવિધા મળશે. કંપનીનું કહેવું છે કે, નવી ઈએમઆઈ સ્કીમનો લાભ આ શહેરોમાં હોન્ડાનની કોઈ પણ ડીલરશીપ પાસેથી લઈ શકાય છે.

Honda CITY Petrol BS6 (Model – ZX CVT) માટે સ્માર્ટ ઈએમઆઈનો પ્લાન :

1. વિવરણ : SMART EMI : પારંપરિક લોન

કાર વાપરવાનો સમયગાળો : 36 : 36

કેટલું હશે ઈએમઆઈ : 32,801 રૂપિયા : 41,390 રૂપિયા

ઈન્શ્યોરન્સ : શામેલ છે : અલગથી ખરીદવું પડશે

કારનું મેંટેનન્સ (ટાયર અને બેટરી શામેલ નથી) : શામેલ છે(સ્માર્ટ ઈએમઆઈ) : અલગતથી ખરીદવું પડશે (લોન)

2. રિસ્ક કવર : SMART EMI : પારંપરિક લોન

આકસ્મિક મેંટેનન્સનો ખર્ચ : કવર થાય : કવર નહીં થાય

રિસેલ વેલ્યુના ઉતાર ચઢાવનું જોખમ : કવર થાય : કવર નહિ થાય

સમય મર્યાદા પછી : બાય બેક / સરેંડર : પોતે વેચવી પડશે

સરેંડર બોનસ : ઉપલબ્ધ : લાગુ નહિ

ઓનલાઈન કાર લાઈફસાઈકલ મનેજમેન્ટ : સંપૂર્ણ રીતે ડિજિટલ પ્લેટફોર્મ પણ : લાગુ નથી