Honor View 20 થી Redmi Pro 2 સુધી આ સ્માર્ટફોન જાન્યુઆરી 2019 માં થશે લોન્ચ, વાંચો ફીચર ડિટેલ્સ

વર્ષ ૨૦૧૮ સ્માર્ટફોન માટે ઘણું મોટું રહ્યું. આ વર્ષે ઘણી કંપનીઓએ નવી ટેકનીક સાથે પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા. અને જો ૨૦૧૯ ની વાત કરીએ તો આ વખતે પણ બજેટથી લઇને મીડ-રેંજ અને ફ્લેંગશીપ સુધી ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવાની શક્યતા છે. અપકમિંગ સ્માર્ટફોન્સને લઈને ઘણા સ્માર્ફોન સામે આવી રહ્યા છે. અહિયાં અમે થોડા સ્માર્ટફોનની યાદી આપી છે જે ૨૦૧૯ ના પહેલા મહિનામાં એટલે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

જાન્યુઆરી ૨૦૧૯ માં સ્માર્ટફોન્સ થઇ શકે છે લોન્ચ :

Honor View 20 :

આ ફોન જલ્દી જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ૬.૪ ઇંચની ઓલ-વ્યુ ડિસ્પ્લે આપવામાં આવશે. તેનો ફ્રન્ટ કેમેરો ૨૫ મેગાપીક્સલનો હશે. જો કે પંચ હોલ ડિસ્પ્લેમાં આપવામાં આવશે. તે દુનિયાનો પહેલો ફોન હશે જે ૪૮ મેગાપીક્સલના એઆઈ સેન્સર સાથે એમાં બે બીજા લેન્સ પણ આપવામાં આવશે. તે ઉપરાંત ફોનમાં કીરીન ૯૮૦ પ્રોસેસર અને ૮ જીબી સુધીની રેમ આપવામાં આવશે. સાથે જ તેમાં TOF 3D સેકેંડરીરીયર કેમેરા રહેલા હશે. તેમાં ૪૦૦૦ એમએએચની સુપર ફાસ્ટ ચાર્જીંગ સ્પોર્ટ વાળી બેટરી આપવામાં આવશે.

Xiaomi Redmi Pro 2 :

આ ફોનમાં ૪૮ મેગાપીક્સલનાં એઆઈ રીયર કેમેરા આપવામાં આવશે. આ ફોન Sony IMX 586 સેંસર સાથે રજુ કરવામાં આવી શકે છે. તે ઉપરાંત આ ફોન ઇન ડિસ્પ્લે કેમેરા કે પંચ હોલ ડિસ્પ્લે સાથે બહાર પાડવામાં આવશે. આ ફોન કવોલકોમ સ્નેપડ્રેગન ૬૭૫ પ્રોસેસર અને ૬ જીબી સુધીની રેમ સાથે લોન્ચ થશે.

Huawei Nova 4 :

Huawei Nova 4 ને ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોન કંપનીનો પહેલો ફોન છે જે ઇન સ્ક્રીન ફ્રન્ટ કેમેરા સાથે બહાર પાડવામાં આવ્યો છે. સાથે જ તેમાં ૪૮ મેગાપીક્સલના એઆઈ રીયર કેમેરા પણ આપવામાં આવ્યા છે. તેમાં ૬.૪ ઇંચની એફએચડી પ્લસ ડિસ્પ્લે, કીરીન ૯૭૦ પ્રોસેસર, ૮ જીબી રેમ, ત્રિપલ રીયર કેમેરા સેટઅપ, ૨૫ મેગાપીક્સલ ફ્રન્ટ કેમેરા અને ૩૭૫૦ એમએએચની બેટરી ફાસ્ટ ચાર્જીંગ સાથે આપવામાં આવી છે.

Lenovo Z5 Pro GT :

આ એક એવો સ્માર્ટફોન છે જે પહેલો ફૂલ ડિસ્પ્લે વાળો (bezel-less)ફોન છે. તેમાં સ્લાઈડર ડીઝાઈન આપવામાં આવી છે. એટલે તેનો ફ્રન્ટ કેમેરો પોપ-અપ સ્લાઈડર સાથે આવે છે. તેની સ્ક્રીન ટુ બોડી રેશ્યો ૯૫ ટકા છે. તેની ડીઝાઈન ઘણી યુનિક છે, કેમ કે તેની રીયર પેનલ કાર્બન ટેકચર અને રેડ ફ્રેમ સાથે આવે છે. તે આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે કે કવાલકોમ સ્નેપડ્રેગન ૮૫૫ ચીપસેટ સાથે આવે છે. તે પ્રોસેસર સ્નેપડ્રેગન ૮૪૫ ની સરખામણીમાં સારું પરફોર્મસ આપે છે. અને આ એવો પણ પહેલો ફોન છે જે ૧૨ જીબી રેમ સાથે રજુ કરવામાં આવ્યો છે. બેચમાર્કિંગ વેબસાઈટ AnTuTu ઉપર આ ફોનને હજુ સુધીનો સૌથી જોરદાર ફોન માનવામાં આવે છે.

Galaxy M10 :

આ ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ Infinity-V ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં ૩૪૦૦ એમએએચની લીથીયમ આયન બેટરી આપવામાં આવી શકે છે. તેના પહેલા આવેલા રીપોર્ટસમાં એ જણાવવાના આવ્યું હતું કે તેમાં મીડ રેંજ Exynos 7870 પ્રોસેસર આપવામાં આવશે. FCC લીસ્ટીંગથી એ જાણી શકાય છે કે આ ફોનમાં ૩ જીબી રેમ અને ૧૬,૩૨ જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. તેની મેમરીને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તે ઉપરાંત એન્ડ્રોઇડ ૮.૧ ઓરીયો ઉપર કામ કરશે. એ ઉપરાંત Galaxy M20, Galaxy M30 અને Galaxy M40 સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવી શકે છે.