ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

ગુરુની સીધી ચાલથી આ 4 રાશિવાળાનો શરુ થયો સારો સમય, જુલાઈ 2021 સુધી રહેશે શુભ અસર. સૌર મંડળનો પાંચમા ક્રમનો અને સૌથી મોટો ગ્રહ બૃહસ્પતી રવિવાર 13 સપ્ટેમ્બરના રોજ માર્ગી થયો છે. 14 મે 2020 થી જ ગુરુ વક્રી ચાલમાં હતો. તે 13 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગીને 10 મિનીટે માર્ગી થયો, અને હવે ગુરુ ગ્રહ 20 જુલાઈ, 2021 સુધી માર્ગી રહેવાનો છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ગુરુની સીધી ચાલ મિથુન, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિવાળાને જુલાઈ 2021 સુધી આર્થિક લાભ આપશે. પણ અમુક વ્યક્તિએ સંભાળીને રહેવું પડશે.

મેષ રાશિવાળા લોકોના નવમાં ગૃહમાં બૃહસ્પતીનું માર્ગી થવું તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછું નથી. ઘણા દિવસોથી ચાલતી અડચણો દુર થશે. આરોગ્યમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ અથવા પરીક્ષામાં બેસવાવાળા માટે પણ ગુરુનું માર્ગી થવું શુભ સંકેત છે. નોકરીમાં બઢતી અને માન-સન્માનમાં વધારો થવાના પણ યોગ ઉભા થશે. વિદેશ પ્રવાસ કે વિદેશી નાગરિકતા માટે વિચારી રહ્યા છો તો જરૂર સફળતા મળશે. સંતાન સંબંધી ચિંતા દુર થશે.

વૃષભ રાશિવાળા વ્યક્તિના આઠમાં ગૃહમાં ગુરુનું ગોચર અને માર્ગી થવું પહેલાની સરખામણીમાં સારા પરિણામ આપશે. પરંતુ કાર્યક્ષેત્રમાં ષડ્યંત્રનો ભોગ બનવાથી બચો. ખોટા લોકોની સંગતથી પણ દુર રહો. કોર્ટ-કચેરીની બાબતમાં પણ બહારથી સમાધાન કરી લો તો સારું રહેશે. આરોગ્ય પ્રત્યે કાળજી રાખો. ધન ભાવ ઉપર તેની દ્રષ્ટિથી ખર્ચમાં વધારો થઇ શકે છે. મકાન વાહન ખરીદવાના સંકલ્પ પણ પુરા થઇ શકે છે.

ગુરુનું માર્ગી થવું મિથુન રાશિના લોકો માટે સારું સાબિત થશે. ધાર્મિક કાર્યક્રમમાં રસ જળવાઈ રહેશે. સાથે જ લગ્ન સંબંધિત ચર્ચા પણ સફળ થશે. સાસરીયા પક્ષ તરફથી સહકારની આશા છે. કેન્દ્ર કે રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓમાં સેવા વગેરે માટે અરજી કરવી લાભદાયક રહેશે. લગ્ન ગૃહ ઉપર તેમની શુભ દ્રષ્ટિની અસરથી આરોગ્ય સારું રહેશે. સાહસ પરાક્રમમાં વૃદ્ધી થશે. આવકના સાધનો પણ વધશે.

કર્ક રાશિના વ્યક્તિના છઠ્ઠા ગૃહમાં ગુરુનું માર્ગી થવું છુપા દુશ્મનોની વૃદ્ધીનો યોગ બની રહ્યા છે. ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો. આરોગ્ય પ્રત્યે પણ હંમેશા કાળજી રાખવી પડશે. કોઈ સંબંધી કે મિત્ર દ્વારા દુઃખદાયક સમાચાર મળી શકે છે. લેવડ-દેવડની બાબતોથી સાવચેત રહો. પ્રયત્ન કરો કે ક્યાંયથી પણ લોન ન લેવી પડે. અટકેલા નાણા પાછા મળવા અને આકસ્મિક ધન પ્રાપ્તિના પણ યોગ છે. વેપારની દ્રષ્ટિએ સમય અનુકુળ છે.

સિંહ રાશિના વ્યક્તિના પાંચમાં ગૃહમાં બૃહસ્પતીનું માર્ગી થવું તમને શિક્ષણ ક્ષેત્રમાં ઘણી સફળતા અપાવશે. કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાનું હોય, કે નોકરીમાં નવા પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરવાના હોય તો તે દ્રષ્ટિએ સમય ઘણો અનુકુળ છે. સાશન સત્તા અને તમારા અધિકારોનો સંપૂર્ણ સદ્દઉપયોગ કરો. સંતન સંબંધિત તણાવ દુર થશે. ભાઈઓનો પણ સહકાર મળશે.

કન્યા રાશિના ચોથા ગૃહમાં ગુરુનું માર્ગી થવું તમારા માતા-પિતા પાસેથી આર્થિક સહકાર તો અપાવશે જ, સાથે સાથે મિત્રો અને સંબંધીઓ સાથે પણ સારા સંબંધ જળવાઈ રહેશે. ઘણા દિવસોથી અધૂરા પડેલા કામ પુરા થશે. મકાન અથવા વાહન ખરીદવાનો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો સમય અનુકુળ રહેશે. દશમાં ગૃહ ઉપર તેની શુભ દ્રષ્ટિની અસર સ્વરૂપ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા કાર્ય પુરા થશે.

તુલા રાશિના વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતીનું ત્રીજા ભાવમાં માર્ગી થવું તમારામાં સાહસની વૃદ્ધી તો કરશે જ, સાથે જ તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કામના વખાણ થશે. આર્થિક રીતે સદ્ધર બનશો. કુટુંબના વડીલ સભ્ય અને ભાઈઓ પાસે સહકારની આશા રાખી શકો છો. વિદેશી નાગરિકતા માટે અરજી કરવામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકુળ છે.

વૃશ્ચિક રાશિના વ્યક્તિના ધન ભાવમાં ગુરુનું માર્ગી થવું વ્યક્તિની આર્થિક બાબત મજબુત કરશે. તમને તમારા સૌમ્ય સ્વભાવના ફળ સ્વરૂપે જ્યાં પણ જશો ત્યાં પ્રશંસકોની ભીડ વધશે. જમીન મિલકત સાથે જોડાયેલી બાબતોમાં ભાગલા પડશે. વાહન વગેરેની પણ પસંદગી કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકુળ છે. ગુરુની આયુ ભાવ ઉપર દ્રષ્ટિની અસરને કારણે આરોગ્ય પ્રત્યે ચિંતિત રહેવું પડશે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓ પાસેથી મળી રહેલા સુખદ સમાચારોથી મન પ્રફુલ્લિત રહેશે.

ધનુ રાશિમાં સ્વયં બૃહસ્પતીનું જ માર્ગી થવું તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછું નથી. ઘણા દિવસોથી ચાલતો માનસિક તણાવ દુર થશે અને કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. સંતાન સંબંધી ચિંતામાંથી પણ મુક્તિ મળશે.

ગુરુનું માર્ગી થવું મકર રાશિના વ્યક્તિ માટે એટલું સારું ન કહી શકાય, કેમ કે તમને ખર્ચ અને બિનજરૂરી બગાડ થઇ શકે છે. દોડધામ વધુ રહેશે તેવામાં વાહન સાવચેતીપૂર્વક ચલાવો. અકસ્માતથી સાવચેત રહો, ખોટા વિવાદથી પણ દુર રહો. જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા આગળ રહેશો, જેના ફળ સ્વરૂપે સમાજમાં માન-સન્માન વધશે. દુશ્મનો વધશે અને તમને નીચા દેખાડવાના પ્રયાસ કરશે.

કુંભ રાશિના વ્યક્તિની જન્મ કુંડળીથી લાભ ભાવમાં ગુરુનું માર્ગી થવું સારી નિશાની છે. કુટુંબના વડીલ સભ્યો અને ભાઈઓ પાસેથી લાભની આશા છે. ઉપરી અધિકારી સાથે સારા સંબંધ જાળવી રાખો. વિદ્યાર્થી અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનારા લોકો માટે સમય અનુકુળ રહેશે. તમારી ઉર્જા શક્તિના બળ ઉપર મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરશો, સંતાન સંબંધી ચિંતામાં ઘટાડો થશે. વેપારમાંથી લાભ મળશે.

મીન રાશિના સ્વામી ગુરુના દશમાં ભાવમાં માર્ગી થવું વેપારમાં પ્રગતીના સંકેતો આપી રહ્યા છે. સરકારી સર્વિસ માટે અરજી કરવી લાભકારક રહેશે. વિદેશી નાગરિકતા કે વિદેશી કંપનીમાં સર્વિસ વગેરે માટે અરજી કરવી હોય તો પણ પરિણામ તમારા પક્ષમાં રહેશે. ગુરુની ચતુર્થ ભાવ ઉપર દ્રષ્ટિના પરિણામ સ્વરૂપે મિત્રો અને સંબંધીઓના સહકારનો યોગ બને છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.