હોટેલમાં રોકાયેલા 800 કપલ્સની ખાનગી પળ કેમેરામાં કરી કેદ, લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા કમાતા હતા લાખો રૂપિયા.

લોકો જ્યારે પણ ક્યાંક બહાર ફરવા જાય છે ત્યારે રોકાવા માટે સૌથી પહેલા સારા રેટિંગ વાળી હોટલ પસંદ કરે છે. અવાર નવાર હોટેલનાં રૂમમાં કૅમેરા છુપાવીને રાખવામાં આવે છે અને લોકોની ખાનગી પળોને કેદ કરી અને વેબસાઇટને વેચવામાં આવે છે. આ સમસ્યા આજ કાલ ખૂબ જ સામાન્ય છે. જેનાથી સાવચેતી રહેવું જરૂરી છે.

તાજેતરમાં જ એક એવો કેસ સામે આવ્યો છે. જેને જાણીને તમે દંગ રહી જશો. દક્ષિણ કોરિયાના પાટનગર સેયોલમાં મોટા પાયે કપલ્સની અંગત પળોનો વિડિઓ બનાવવાની સનસનીખેજ બાબત સામે આવી છે. અહીયા 30 હોટેલ્સના 42 રૂમમાં કૅમેરાને છુપાવી રાખવામાં આવ્યા છે અને કપલ્સની અંગત પળોને કેદ કરવામાં આવી છે.

જણાવ્યું હતું કે હોટેલના રૂમમાં લાગેલા ગુપ્ત કેમેરાથી ન માત્ર આ કપલ્સનો વિડિઓ બનાવવામાં આવ્યો છે, પણ ઇન્ટરનેટ ઉપર લાઇવસ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયા તેને સૌથી મોટી જાસૂસીની ઘટના જાહેર કરવામાં આવી છે. આ હોટેલ્સના રૂમમાં લાગેલા હેયરડ્રાયર હોલ્ડર, વોલ સોકેટ અને ડિજિટલ ટીવી બૉક્સમાં પહેલ કૅમેરાને સારી રીતે ફિટ કરી દેવામાં આવ્યા છે અને પછી અશ્લીલ વિડિઓ બનાવીને તેને વેચવામાં આવ્યા.

કહેવામાં આવે છે આ દિવસોમાં મોલ્કા નામના ગ્રુપમાં મોટા ભાગના પુરૂષો છે. જે ચોરી છુપીથી દરેક જગ્યાએ સ્ત્રીઓના અંગત ફોટા કેદ કરી રહ્યા છે અને તેને ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી રહ્યા છે. આવા લોકો મહિલા ટોયલેટ, ગર્લ્સ સ્કૂલના ટોયલેટ્સ જેવા અન્ય સ્થળોએ જાસૂસી કૅમેરો લગાવે છે અને પછી સ્ત્રીઓના વિડિઓ બનાવીને તેને ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી દે છે.

સમાચાર છે કે મોટલ નામની હોટેલના 42 રૂમમાં જાસૂસી કૅમેરા લગાવીને કપલ્સની અંગત પળોનો વિડિઓ રેકોર્ડ કરવામાં આવ્યો અને તેને ઇન્ટરનેટ ઉપર લાઇવસ્ટ્રીમ પણ કરવામાં આવ્યો છે. તપાસ કરતા જાણવા મળ્યું કે હોટેલના ડિજિટલ ટીવી, હેયરડ્રાયર હોલ્ડર અને વોલ સોકેટ જેવા સ્થાનો ઉપર કૅમેરા મૂકવામાં આવ્યા હતા. આ કેમેરા થી 24 કલાક જીવંત સ્ટ્રીમિંગ કરવામાં આવતી હતી.

અહેવાલો અનુસાર, જે વેબસાઇટથી આ વિડિઓને લાઇવ સ્ટ્રીમ કરવામાં આવતો હતો, તેને લગભગ 4000 લોકોએ સબ્સ્ક્રાઇબ કર્યું હતું. આવા લાઇવસ્ટ્રીમિંગ જોવા વાળા વપરાશકર્તા ને 44 ડોલર એટલા લગભગ 3000 રૂપિયા મહિનાનો ચાર્જ આપવાનો રહે છે. એટલું જ નહીં કેટલાક ખાસ ગ્રાહકોને સંપાદન કરવા માટે આ વિડિઓને ફરી વખત પણ જોવાનો વિકલ્પ પણ આપવામાં આવતો હતો.

પોલીસ એ જણાવ્યું કે વેબસાઇટની પાસે જે વિડીઓ મળ્યા છે, તેના દ્વારા જાણવા મળ્યું છે કે અત્યાર સુધી 800 કપલ્સનાં વિડીઓ બનાવવામાં આવી ચુક્યા છે અને તેમની લાઇવસ્ટ્રીમિંગ કરી શકાય. જોકે, પોલીસે આ કેસ સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.