દુનિયામાં એક હોટલ એવી પણ છે જે સોનાથી બનેલી છે, અહીં જાણો તેનું નામ અને તે ક્યાં આવેલી છે?

સોનામાંથી બનેલી ઘણી વસ્તુઓ જોઈ હશે પણ આજે જુઓ સોનાની હોટલ, હોટલની અંદર પણ દરેક જગ્યાએ છે સોનું.

અત્યાર સુધી તમે દુનિયાની ઘણી મોટી-મોટી અને મોંઘી હોટલો વિષે સાંભળ્યું હશે. આ લિસ્ટમાં ઘણી હોટલો એવી પણ હોય છે, જ્યાં જઈને રાજા-મહારાજો જેવો અનુભવ થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવી હોટલ વિષે સાંભળ્યું છે, જે સંપૂર્ણ રીતે સોનાથી બનેલી હોય? જો નહિ તો વાંધો નહિ. આજે અમે તમારા માટે દુનિયાની આ મોંઘી હોટલ વિષેની જાણકારી લઈને આવ્યા છીએ.

અજીબો-ગરીબ બનાવટ માટે પ્રખ્યાત આ સોનાની હોટલ વિયેતનામની રાજધાની હનોઈ (Hanoi) માં બનાવવામાં આવેલી છે. ધ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક (The Dolce Hanoi Golden Lake) નામની આ હોટલમાં દરેક વસ્તુ સોનાની છે. એવું કહેવામાં આવે છે કે, હોટલને બહારથી લઈને અંદર સુધી 24 કેરેટ સોનાથી તૈયાર કરવામાં આવી છે, જેમાં લગભગ 25 માળ છે. પોતાની બનાવટ માટે પ્રખ્યાત આ હોટલને બનાવવા માટે 11 વર્ષનો સમય લાગ્યો, જેમાં 400 રૂમ છે.

The Dolce Hanoi Golden Lake હોટેલની નાનામાં નાની વસ્તુ પર સોનાની કારીગરી છે. પછી ભલે તે હોટલનું ફર્નિચર હોય કે ત્યાં રાખેલો સજાવતનો સામાન. હોટલના ફ્લોરથી લઈને લીફ્ટ સુધીની વસ્તુ સોનાથી બનાવવામાં આવેલી છે. છતથી લઈને બાથરૂમમાં રાખેલા બાથટબ પણ સોનાના છે, હોટેલની સિંક, ટોયલેટ, વાસણ બધું સોનાનું છે.

હવે તમે વિચારશો કે, શા માટે આ હોટલને સંપૂર્ણ રીતે સોનાથી બનાવવામાં આવી છે. હકીકતમાં હોટેલ બનાવવા વાળા માલિકનું કહેવું છે કે, સોનાનો ઉપયોગ માનસિક તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. સોનાથી બનેલી આ હોટેલ શહેરની મોટી-મોટી વસ્તુની ચમક પણ ફીકી કરી દે છે.

કેટલું ભાડું છે? જે લોકો હોટલમાં રોકાવા ઇચ્છે છે તેમણે એક રાત માટે લગભગ 18,600 રૂપિયા આપવા પડશે. અહીં તમે હોટલનું એપાર્ટમેન્ટ પણ ભાડા પર લઇ શકો છો, જેના માટે લગભગ 4 લાખ 85 હજાર રૂપિયા આપવા પડશે.

હવે તમારામાંથી કોણ-કોણ આ હોટલમાં રોકાવાનું સપનું જોઈ રહ્યા છે? એ જણાવજો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.