ઘરની બાલ્કનીમાં ન રાખો નકામી વસ્તુ, તેનાથી વધે છે નેગેટીવીટી, આ બાબતોનું પણ રાખો ધ્યાન.

બાલ્કનીથી ઘરનું વાસ્તુ પણ બગડી શકે છે, જાણો બાલ્કની સાથે જોડાયેલી મહત્વની વાસ્તુ ટિપ્સ વિષે.

ઘરની બાલ્કનીમાં બેસીને ચા પીવા કે છાપું વાંચવાની અલગ જ મજા હોય છે. બધા ઘરમાં બાલ્કની નથી હોતી, પણ વાસ્તુ મુજબ ઘરમાં બાલ્કની હોવાથી ઘણા ફાયદા થઇ શકે છે. વાસ્તુમાં બાલ્કનીને ઉર્જાનું મુખ્ય પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે.

ઘરમાં બાલ્કની હોવાથી ઘણા ફાયદા થાય છે પણ કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો બાલ્કનીથી ઘરનું વાસ્તુ પણ બગડી શકે છે, અને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. આગળ જાણો બાલ્કની સાથે જોડાયેલી ખાસ વાતો.

બાલ્કનીમાં ન રાખો ઘરનો ભંગાર :

ઘણા લોકોના ઘરમાં જગ્યા ઓછી હોવાને કારણે તે બાલ્કનીના એક ખૂણાનો ઘરના ભંગાર માટે ઉપયોગ કરે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. ક્યારેય પણ ઘરના ભંગાર માટે કે પછી સ્ટોરની જેમ બાલ્કનીનો ઉપયોગ ન કરો. એમ કરવાથી તકલીફો વધે છે અને ઝગડા થાય છે.

બાલ્કનીમાં રાખો હરિયાળી : બાલ્કની ભલે નાની કેમ ન હોય, પણ તેમાં છોડ જરૂર લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં પોઝીટીવીટી જળવાઈ રહે છે. બાલ્કનીમાં ભૂલથી પણ કાંટા વાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી નેગેટીવીટી ફેલાય છે. શક્ય હોય તો બાલ્કનીમાં ફૂલ વાળા છોડ લગાવો જેમાંથી સુગંધ આવતી હોય, તેનાથી ઘર હંમેશા સુગંધિત રહેશે.

આ બાબતોનું પણ રાખો ધ્યાન :

(1) બાલ્કનીમાં પ્રકાશની પુરતી વ્યવસ્થા હોવી જોઈએ. ઘરની સફાઈની સાથે બાલ્કનીની નિયમિત સફાઈ પણ જરૂરી છે.

(2) જો બાલ્કની પૂર્વ તરફ મુખ વાળી છે તો સૂર્ય પ્રકાશનો ઘરમાં પ્રવેશ થવામાં કોઈ અડચણ ન આવવી જોઈએ.

(3) વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારું ઘર પૂર્વમુખી છે, તો બાલ્કની પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ.

(4) પશ્ચિમ મુખી ઘરમાં બાલ્કનીને ઉત્તર કે પશ્ચિમની દિશામાં બનાવવી ઉત્તમ માનવામાં આવે છે.

(5) ઉત્તર મુખી ઘરમાં બાલ્કનીને પૂર્વ કે ઉત્તર દિશામાં બનાવવી લાભદાયક રહે છે.

(6) દક્ષીણ મુખી ઘરમાં બાલ્કનીને પૂર્વ કે દક્ષીણ દિશામાં બનાવવી લાભદાયક સાબિત થાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.