દુનિયા આખીનો દારુ – સિગરેટ – અને વિમલ પાન મસાલા ખાધા પછી પણ કેમ ફીટ રહે છે અજય દેવગન

અજય દેવગણ હાલમાં જ પત્ની કાજોલ સાથે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં પહોંચ્યા હતા. અહિયાં અજય અને કાજોલ પોતાના અંગત જીવન ઉપર વાત કરતાની સાથે જ એક બીજાના પગ ખેંચતા જોવા મળ્યા. અહિયાં મજાકમાં અજયએ કાજોલને સોશિયલ મીડિયા ઉપર ફોટો પોસ્ટ કરવાથી લઈને કાંઈક એવી વાત કહી દીધી કે કાજોલ ગુસ્સે થઇ ગઈ.

અજયએ કાજોલને કહી દીધું કે ગઢપણમાં આવું કોણ કરે છે. તેની ઉપર કાજોલ બોલી, ગઢપણ હશે તમારું પણ મારું નહિ. આમ તો કાજોલએ ભલે જ અજયને ગઢપણ ઉપર મેણા માર્યા હોય, પરંતુ રીયલ લાઈફમાં ૪૯ વર્ષના હોવા છતાપણ અજય દેવગણ ઘણા ફીટ છે. રીયલ લાઈફમાં ઘણા સિમ્પલ રહેતા અજય દેવગણ જયારે સેટ ઉપર હોય છે તો તે પોતાના ક્રૂ મેમ્બર્સ સાથે કોફી, સિગરેટ અને વાતચીતમાં ઘણા હળી મળીને રહે છે. તેના ખિસ્સામાં હંમેશા સિગરેટ અને લાઈટર રહે છે. તેમછતાં પણ તે હંમેશા ફીટ રહે છે.

અજયના જણાવ્યા મુજબ વર્કઆઉટ કરતી વખતે ટ્રેડમિલ ઉપર ૧૩-૧૪ ની સ્પીડથી ૪૫ મિનીટ સુધી દોડુ છે. તેનાથી મારી ૫૦૦ કિલો કેલેરી બર્ન થાય છે. તે ઉપરાંત બેંચ પ્રેસ સાથે એક વખતમાં ૫૦૦ પુશ અપ્સ લગાવું છું. સાથે જ હું સૂર્ય નમસ્કાર પણ કરું છું. આમ તો હું કોઈ ડાયટ ફોલો નથી કરતો. બસ રાતના ખાવા ઉપર થોડું ધ્યાન આપું છું. મને સારું ખાવાનું ઘણું પસંદ છે પરંતુ તે મારી સામે હોય છે તો હું થોડું જ ખાઈ શકું છું.

એક ફીટનેશ હીરો તરીકે અજય જણાવે છે, હું ક્યારે સિક્સ પેક બનાવવા માટે વર્ક નથી કરતો. હું ટોન્ડ લુક ઉપર ધ્યાન આપું છું. એક મજબુત શરીર દેખાવું જોઈએ. મારું વર્ક આઉટ મારી પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. મારી કોઈં સ્ટાઈલ નથી, હું બધું ઓન ધ સ્પોટ કરું છું. અજય પોતાની ફીટનેશને લઈને એટલો અવેયર છે કે ફિલ્મ ‘સિંઘમ’ ના શુટિંગ દરમિયાન તો તેમણે પોતાની વેનિટી વેનને જીમમાં કન્વર્ટ કરાવી દીધી હતી.

અજયના જણાવ્યા મુજબ ડ્રીન્કીંગ અને સ્મોકિંગ મને ફીટ રાખે છે (હસતા હસતા). ખાસ કરીને મારું ડ્રીન્કીંગ અને સ્મોકિંગ ફીટનેશને અસર નથી કરતું. એટલા માટે તેનાથી ફિલ્મ વાળા અને ફેમીલીને કોઈ તકલીફ થતી નથી. વોડકા મારું પીણું છે. હું તેને દરરોજ રાત્રે પાણી અને બરફ સાથે લઉં છું. જયારે હું યુવાન હતો ત્યારે હું રમ પીતો હતો, કેમ કે તે ઘણું સસ્તું હતું. આમ તો મારા પિતાને એ જાણ ન હતી.

ત્યાર પછી જયારે હું કલાકાર બન્યો તો વ્હીસ્કી પીવાનું શરુ કર્યુ. આમ તો વ્હીસ્કી પછી મને સવારે ઉઠીને સારું લાગતું ન હતું તો મેં બકાર્ડી શરુ કરી દીધી. છેલ્લા ૧૫ વર્ષથી હું વોડકા જ લઉં છું. હું રાત્રે તેના ૩-૪ પેગ લઉં છું. સ્મોકિંગ એક ખરાબ ટેવ છે પરંતુ તેને ક્યારે પણ મારી ટ્રેનીંગને અસર નથી કરી.