‘તાન્હાજી’ ફિલ્મમાં સોયરાબાઈની ભૂમિકા નિભાવવા વાળી ઈલાક્ષી કેટલી આકર્ષક છે, જુઓ ફોટો.

ફિલ્મ ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’માં બધા લોકોનું ધ્યાન માત્ર કાજોલ, અજય દેવગન અને સૈફ અલી ખાન ઉપર જ રહ્યું હશે પણ શું તમે આ ફિલ્મમાં ઈલાક્ષીને જોઈ? આ ફિલ્મમાં ઈલાક્ષી ગુપ્તાની ભૂમિકા ઘણી જ નાની હતી પણ તેની આ નાની એવી ભૂમિકાથી ઈલાક્ષીએ લોકોના દિલોમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું. આજે અમે તમને આ ફિલ્મનું સુંદર પાત્ર ઈલાક્ષી વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ફિલ્મમાં ઈલાક્ષીએ સોયરાબાઈનું પાત્ર ભજવ્યું છે. ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’ ફિલ્મમાં ભલે ઈલાક્ષી ગુપ્તાનું પાત્ર ઘણું નાનું હતું પણ થોડા જ સમયમાં ઈલાક્ષીએ પડદા ઉપર દર્શકોનું દિલ જીતી લીધું. ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’ ફિલ્મમાં ઈલાક્ષીએ પોતાના પાત્ર સાથે પૂરું જસ્ટીસ કર્યું છે.

આ ફિલ્મમાં ઈલાક્ષી મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી રહી છે, પરંતુ પોતાના વાસ્તવિક જીવનમાં ઈલાક્ષી ઘણી જ સ્ટાઇલીશ અને ફેશનેબલ છે. ઈલાક્ષી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાની હોટ એંડ સ્ટાઇલીશ ફોટા પોસ્ટ કરતી રહે છે.

ઈલાક્ષી એક અભિનેત્રી હોવા સાથે સાથે એક ડેંટીસ્ટ (MDS Conservative dentistry & Endodontics) પણ છે. તે ઉપરાંત ઈલાક્ષી ફેશન મોડલ, ડાંસર, સ્પ્રીચુઅલ પણ છે. તે તમામ વાતો ઈલાક્ષીએ પોતાના ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ ઉપર પોતે જણાવી છે. ફિલ્મ ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’ની સફળતા જોયા પછી એવું કહેવામાં આવી શકે છે કે ઈલાક્ષીની બોલીવુડ કારકિર્દી સારી રહેશે.

ઈલાક્ષીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર જે તસ્વીરો પોસ્ટ કરી છે તેમાં તે ઘણી જ આકર્ષક જોવા મળી રહી છે. ઈલાક્ષીની આ તસ્વીરો જોઇને એવું લાગી રહ્યું છે કે તેને હરવા હરવાનો ઘણો શોખ છે. ઈલાક્ષીએ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરોમાં મોટાભાગની તસ્વીરો દરિયા કાંઠાની લેવામાં આવી છે.

જો ફિટનેસની વાત કરીએ તો ઈલાક્ષી સારા સારાને ટક્કર આપી શકે છે. અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’ના રીલીઝ થયાના ૧૩ દિવસ પછી પણ બોક્સ ઓફીસ ઉપર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને રીલીઝ થયાના બે અઠવાડિયા થઇ ગયા છે. પણ આ ફિલ્મની કમાણી ઓછી થવાનું નામ નથી લઇ રહી. પરંતુ ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને બોક્સ ઓફીસ ઉપર રેકોર્ડ બનાવી રહી છે.

‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’ના સમીક્ષકોની મિશ્ર પ્રતિક્રિયા મળી હતી. પણ તેમ છતાં પણ આ ફિલ્મ છેલ્લા ૧૩ દિવસોમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’માં અજય દેવગન સાથે કાજોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. ‘તાન્હાજીની ફિલ્મમાં અજય દેવગને છત્રપતિ શિવાજીના સેનાપતિ સેબેદાર તાન્હાજી માલુસરેનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન અને કાજોલ સાથે સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને શરદ કેલકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મ ‘તાન્હાજી: દ અનસંગ વોરિયર’એ બીજા શુક્રવારના રોજ ૧૦.૦૬ કરોડ, શનિવારે ૧૬.૩૬ કરોડ, રવિવારે ૨૩ કરોડ, સોમવારે ૮ કરોડ અને મંગળવારે ૭.૭૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.