ચીનમાં કેવી રીતે ફેલાયો જીવલેણ કોરોના વાયરસ, જે ભારત, અમેરિકા અને સાઉદી આરબ સુધી પહોંચી ગયો છે

‘કોરોના’ અત્યાર સુધી લોકોએ આ નામ ફકર બિયરની એક બ્રાન્ડ, સોફ્ટવેયર અથવા સૂર્યના પ્લાઝમાના રૂપમાં સાંભળ્યું હતું, પણ હવે કોરોનાની એક વાયરસના રૂપમાં ચર્ચા થઈ રહી છે. આ તે વાયરસ છે જે ચીનથી શરૂ થઈને હવે દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે. ઘણા દેશની સરકારો એલર્ટ પર છે, લોકોની તપાસ થઈ રહી છે, ખુબ ઝડપથી તેનો ઈલાજ શોધવામાં આવી રહ્યો છે. શું છે આખો મામલો? આવો જાણીએ.

ક્યાંથી ફેલાવાનો શરૂ થયો કોરોના વાયરસ?

કોરાના વાયરસના માણસના શરીરમાં પ્રવેશવા વિષે હાલમાં સ્પષ્ટ રૂપમાં કાંઈ કહી નથી શકાતું. પણ આને લઈને અલગ અલગ દાવા જરૂર કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 2019 ના છેલ્લા મહિનાઓમાં ચીનના વુહાન શહેરના નોનવેજ માર્કેટમાંથી કોરોના વાયરસ પેદા થયો.

આકલન અનુસાર અહીં વેચવામાં આવેલા જંગલી જાનવરોના શરીરમાં આ વાયરસ હતો, જે નોનવેજ ખાવા વાળાના શરીરમાં પહોંચી ગયો. તેમજ શરૂઆતની રિસર્ચમાં માનવામાં આવ્યું કે, આ વાયરસ સાંપો દ્વારા માણસોમાં ફેલાયો છે. બીજી તરફ ચીનના સરકારી ચિકિત્સા સલાહકાર જોન નનશાંગે બિજ્જુ (રાની બિલાડા જેવું એક પશુ) અને ઉંદરો દ્વારા વાયરલ ફેલાયો હોવાની શંકા જણાવી છે.

તે પછી ચીનના વૈજ્ઞાનિકોની લેટેસ્ટ રિસર્ચમાં જાણવા મળ્યું કે, આ વાયરસ ચામાચિડીયાથી સાંપોમાં અને સાંપો દ્વારા માણસોમાં ફેલાયો છે. ચીનની રાજધાની બેજિંગમાં જનરલ ઓફ મેડિકલ વાયરોલજીમાં પબ્લિશ થયેલી વૈજ્ઞાનિકોની આ સ્ટડીમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસ સાંપો દ્વારા માણસોમાં પહોંચ્યો.

બેટ સૂપ એટલે કે ચામાચીડિયાનું સૂપ સામાન્ય તો નથી, પણ વુહાનમાં તે લોકપ્રિય ડ્રિન્ક છે. વીતેલા દિવસોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO તરફથી કોરોના વાયરસને લઈને સૂચિત કરવામાં આવ્યું હતું કે, આ વાયરસ પ્રાણીઓ સાથે જોડાયેલો છે. અને તે માંસ વેચાય એવા માર્કેટ, પોલ્ટ્રી ફાર્મ, સાંપ, ચામાચીડિયા અથવા ફર્મ એનિમલ્સ દ્વારા માણસોમાં આવ્યો છે.

રિસર્ચમાં ખબર પડી છે કે, કોરોના વાયરસ એક પેથોજન છે. પેથોજન એક પ્રકારનું ઇન્ફેક્શન એજન્ટ હોય છે જે બીમારીને જન્મ આપે છે. સામાન્ય ભાષામાં તમે તેને જર્મ્સ એટલે કે કીટાણુના રૂપમાં પણ સમજી શકો છો. બીજી વાત એ કે ચીનમાં ફેલાવાનું શરૂ કરી આ વાયરસ ચીનના પાડોશી દેશ સિંગાપોર થઈને વિયેતનામ પહોંચી ગયો છે.

24 જાન્યુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં આ વાયરસથી મરવાવાળાની સંખ્યા 25 થઈ ગઈ હતી તેમજ 823 લોકો આનાથી પીડિત જણાવવામાં આવ્યા હતા. આ વાયરસથી મરવાવાળામાં સૌથી વધારે ઉંમરનો વ્યક્તિ 89 વર્ષનો હતો, જયારે સૌથી ઓછી ઉંમરનો વ્યક્તિ 48 વર્ષનો હતો. તેમજ ભારતથી લઈને સઉદી અરબ સુધીના દેશો આ વાયરસને લઈને એલર્ટ પર છે.

ચીનના સ્વાસ્થ્ય પ્રશાસને સોમવારે ઘોષણા કરતા કહ્યું કે, રવિવાર રાત સુધીમાં દેશમાં નોવેલ કોરોના વાયરસથી થયેલા નિમોનિયાના 2744 મામલાની પુષ્ટિ થઈ ચુકી છે, જેમાંથી 461 લોકોની હાલત ગંભીર છે. એનાથી મરવા વાળાની સંખ્યા વધીને 80 થઈ ચુકી છે.

થાઈલેન્ડ, સિંગાપોર, તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા અને સઉદી અરબમાં પણ કોરોના વાયરસથી પીડિતોની ઓળખ થઈ રહી છે. ઇંગ્લેન્ડના મેડિકલ એક્સપર્ટ્સનું માનવું છે કે, ત્યાં પહેલાથી કોરોના વાયરસ હાજર હતો. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓને ડર છે કે, શનિવારથી જયારે ચાઈનીસ નવા વર્ષની રાજાઓ શરૂ થઈ જશે, ત્યારે આ વાયરસ વધારે ફેલાઈ શકે છે. કારણ કે, તે સમયે ચીનના લોકો ચીનની અંદર અને બહાર ફરવા માટે નીકળશે.

ચીનમાં રહેતા ભારતીય પર તેની કેટલી અસર થઈ રહી છે?

ભારતના 25 વિદ્યાર્થી ચીનના વુહાન શહેરમાં ફસાઈ ગયા છે. ચીનનું આજ શહેર વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. વાયરસને ફેલાતો રોકવા માટે ચીને વુહાનમાં લોકોનું આવવા-જવાનું અટકાવી દીધું છે. વુહાનમાં ફસાયેલા 25 ભારતીય વિદ્યાર્થીમાંથી 20 કેરળના છે. કોરોના વાયરસ ભારત માટે એટલા માટે ખતરનાક છે કારણ કે, લગભગ 700 ભારતીય વિદ્યાર્થી વુહાન અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે. એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ચાઈનીસ યુનિવર્સીટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.

ભારતમાં કોરોનાનો કેટલો ભય છે?

24 જાન્યુઆરીએ મુંબઈમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, વીતેલા 60 કલાકમાં વુહાન અને તેની આસપાસના વિસ્તારોમાંથી પાછા આવેલા 5 ભારતીય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. એમાંથી 2 ને શરદી ખાંસી હતી જેમને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર તેમનામાં શરદી-ખાંસી સિવાય વાયરસના બીજા કોઈ લક્ષણ નથી દેખાયા. એપીડોમ્યુલોજિસ્ટ એટલે કે મહામારી એક્સપર્ટ ડો પ્રદીપ આવતે અનુસાર તે બંનેને કોરોના વાયરસથી મુક્ત મેળવવામાં આવ્યા.

તેમજ નવા રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં પણ એક કેસ એવો મળી આવ્યો છે. તે વ્યક્તિને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સઉદી અરબમાં 100 ભારતીય નર્સોની તાપસ :

ભારત સરકારે જણાવ્યું કે, સઉદી અરબમાં કામ કરી રહેલી કેરળની એક નર્સ કોરોના વાયરસથી પીડિત હોવાની શંકા હતી. પણ તપાસમાં તે સાજી મળી આવી. વિદેશ રાજ્યમંત્રી બી મુરલીધરને 23 જાન્યુઆરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેરળની એક નર્સ અસીરનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

તેમજ લોકસભા અધ્યક્ષ એન્ટો એન્ટની એ જણાવ્યું કે, સઉદીમાં ભારતીય દૂતાવાસમાં એક વોલન્ટીયર સાથે તે નર્સની તપાસ કરી. નર્સ કોરોનાથી મુક્ત મળી આવી અને તેને જનરલ વોર્ડમાં સીફ્ટ કરી દેવામાં આવી છે. જો કે, સઉદીમાં 100 ભારતીય નર્સની તપાસ કરવામાં આવી રહી છે.

ભારતમાં બચાવની શું તૈયારી કરવામાં આવી રહી છે?

ભારતમાં કોરોનથી બચવા માટે કેરળ એયરપોર્ટ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતા એયરપોર્ટ પર ચેકીંગ કડક કરી દેવામાં આવી છે. ચીનમાં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર નજર રાખી રહૈ છે. તેમણે 2 હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે. જે +8618612083629 અને +8618612083617 છે.

ચીન કોરોના વાયરસને લઈને શું કરી રહ્યું છે?

ચીન પ્રશસાં 23 જાન્યુઆરીથી હુબુઈ પ્રાંતના પાંચ શહેરો વુહાન, હૂગાન, એઝાવ, ઝીઝીયાન અને કવિવજિયાનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અટકાવી દીધો છે. એના લીધે કરોડો લોકોની એક્ટિવિટી સીમિત થઈ ગઈ છે. વુહાનનું રેલવે સ્ટેશન અને એયરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. સબવે, બસ સર્વિસ અને બીજા પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રસ્તા, શોપિંગ મોલ અને રેસ્ટોરેન્ટ સહીત તમામ પબ્લિક પ્લેસ સૂના પડી ગયા છે. રસ્તા બંધ નથી પણ પોલીસ તમામ ગાડીની તપાસ કરી રહી છે.