જાણી લો કેમ ફાટી જાય છે ગેસ સીલીન્ડર? તમારી એક નાની એવી ભૂલ લઇ શકે છે આખા પરિવારનો જીવ

આજના આધુનિક યુગમાં વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે, અને આપણા ઉપયોગમાં આવતા ઘણા સાધનો તેમણે આપણને પુરા પાડ્યા છે. તેમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન અને રસોઈ માટે ગેસ વગેરે સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આપણે તેના વિષે થોડી જરૂરી કાળજી પણ રાખવાની જરૂર રહે છે. જેથી તેના વાપરવાથી આપણે ક્યારે પણ અકસ્માતનો ભોગ ન બનીએ અને સલામત રીતે તેનો ઉપયોગ કરી શકીએ. ગેસની વાત કરવામાં આવે તો તેમાં આપણે ઘણી કાળજી રાખવાની જરૂર રહે છે. જેના વિષે અમે તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ તેના વિષે વિગતવાર.

તમે હંમેશા સાંભળ્યું હશે કે ગેસ સીલીન્ડર ફાટવાના અકસ્માત થાય છે. એવા અકસ્માત પછી લોકોને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ અકસ્માત પેટ્રોલીયમ કંપની તરફથી ખોટા સીલીન્ડરની સપ્લાયને કારણે પણ થાય છે. આ સીલીન્ડરની એક એક્સપાયરી ડેટ હોય છે. ઘણી વખત એક્સપાયરી ડેટના સીલીન્ડર લોકોને આપી દેવામાં આવે છે, અને તે અકસ્માતનું કારણ બની જાય છે. એટલા માટે જરૂરી છે કે સીલીન્ડર મળતા પહેલા તે ચેક કરો કે તમારા સીલીન્ડરની એકસપાયરી ડેટ શું છે. આ કામ ઘણું સરળ છે અને એક નજરમાં કરી શકાય છે.

ગેસ સીલીન્ડરની એક્સપાયરી ડેટ જાણવું ઘણું સરળ છે. આ સીલીન્ડર ઉપર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે, ત્યાં મોટા મોટા થોડા નંબર લખેલા હોય છે. આ નંબર જ ગેસ સીલીન્ડરની એક્સપાયરી ડેટની જાણકારી આપે છે.

આ છે ગેસ સીલીન્ડરની એક્સપાયરી ડેટ વાંચવાની રીત :

ગેસ સીલીન્ડરની એક્સપાયરી ડેટ જાણવું ઘણું સરળ છે. આ ગેસ સીલીન્ડર ઉપર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે ત્યાં ઉપર D-૧૯ એવું જ કાંઈક લખેલું હોય છે. આ ગેસ સીલીન્ડરની એક્સપાયરી ડેટ હોય છે. અહિયાં ઉપર D-૧૯ નો અર્થ છે કે ગેસ સીલીન્ડરની એક્સપાયરી ડેટ ડીસેમ્બર ૨૦૧૯ છે. ત્યાર પછી ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરવો ખતરનાક હોઈ શકે છે. એવા સીલીન્ડરમાં ગેસ લીકેજ અને બીજા પ્રકારની તકલીફ થઇ શકે છે. જેને લઈને તેનાથી કોઈ અકસ્માત થઇ શકે છે. આ અકસ્માત સીલીન્ડર ફાટવા જેવો પણ થઇ શકે છે.

ગેસ સીલીન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટર પાસે જે ત્રણ પટ્ટી હોય છે તેમાંથી કોઈ એક ઉપર A, B, C, D લખેલું હોય છે તેનો અર્થ એ છે કે ગેસ કંપની તે દરેક લેટરને ૩ મહિનામાં વહેંચી દે છે. અહિયાં ઉપર A નો અર્થ જાન્યુઆરીથી માર્ચ, B નો અર્થ એપ્રિલથી જુન સુધી થાય છે. એવી રીતે C નો અર્થ જુલાઈથી લઈને સપ્ટેમ્બર અને D નો અર્થ ઓક્ટોમ્બરથી ડીસેમ્બર સુધીનો થાય છે. જો સીલીન્ડર ઉપર D 19 લખ્યું છે તો અહિયાં ઉપર D નો અર્થ છે કે ગેસ સીલીન્ડર ડીસેમ્બર પછી એક્સપાયર થઇ જશે.

તો મિત્રો જયારે પણ તમારા ઘરે ગેસ સીલીન્ડર આવે તો એની એક્સપાયરી ડેટ એકવાર ધ્યાનથી જોઈ લેવા વિનંતી.