બિગ બોસની સૌથી મોટી ડ્રામા કવિન ‘શહનાઝ ગિલ’ ખાનગી જીવનમાં કેવી છે? જાણો આખી હકીકત.

બીગ બોસ સીઝન ૧૩ની કંટેસ્ટંટ શહનાજ ગીલ હાલના દિવસોમાં સમાચારોમાં છવાયેલી રહી છે. શહનાજના ઘરમાં તેનું મનોરંજન કરવા અને ક્યુટ હરકતો માટે ઓળખવામાં આવે છે. બીગ બોસમાં આવ્યા પછી તો તેની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. શો માં દર્શકોને તેનું અલગ અલગ રૂપ જોવા મળ્યું છે. ક્યારેક તે બીજાને હસાવે છે, તો ક્યારેક પોતાને મારીને રડવા લાગે છે. શો માં શહનાજ અને સિદ્ધાર્થ શુક્લાની ફ્રેન્ડશીપ કે પછી કહો પરમ પણ ઘણો પોપુલર થયો છે. આ બંનેની જોડીએ ઘણી ધૂમ મચાવી છે. આમ તો હાલના દિવસોમાં બંનેના સંબંધ ખરાબ જોવા મળી રહ્યા છે. તે બંને હાલના દિવસોમાં એક બીજાના દુશ્મન બની ગયા છે. આમ તો એવું ક્યાં સુધી ચાલશે તે વાતની કોઈ ગેરંટી નથી. હાલ અમે તમને પંજાબની કટરીના કૈફ ઉર્ફ શહનાજ ગીલના જીવનની થોડી રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

1. શહનાજ માત્ર એક અભિનેત્રી જ નથી પરંતુ તે લોકપ્રિય પંજાબી સિંગર અને મોડલ પણ છે.

2. શહનાજે પોતાનો કોલેજનો અભ્યાસ ત્રીજા વર્ષથી વચ્ચે છોડી દીધો હતો. તેનું કારણ એ હતું કે તે પોતાની કારકિર્દી મનોરંજનની દુનિયામાં બનાવવા માગતી હતી.

3. પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શહનાજે વર્ષ ૨૦૧૫માં પ્રવેશ કર્યો. તેનું ડેબ્યુ સોંગ ‘શિવ દી કિતાબ’ હતું.

4. શહનાજના પંજાબના જાણીતા લોકોની સાથે સ્ક્રીન શેર કરી છે. જેમ કે તે Garry Sandhu ના Yeah Baby ગીતમાં, કેવર ચંચલના ‘માઝે દી જત્તી’ ગીતમાં અને ગૌરીના યારી ગીતમાં જોવા મળી ચુકી છે.

5. શહનાજનો મ્યુઝીક વિડીયો ‘વેહમ’ તેના બીગ બોસમાં એન્ટર થયા પછી રીલીઝ થયો હતો. આ ગીલને અત્યાર સુધી ૨ કરોડથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. આ ગીતમાં શહનાજનો એક અલગ જ અવતાર જોવા મળે છે.

6. શહનાજની પહેલી ફિલ્મ ‘કાલા શાહ કાલા’ હતી. તેના હિન્દી ટીવી અને પંજાબની પોપુલર હિરોઈન સરગુન મેહતા અને બીનું ઢીલ્લો પણ હતી.

7. શહનાજ કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. તેમણે પોતાનું ગ્રેજયુએશન પંજાબની લવલી પ્રોફેશનલ યુનીવર્સીટી માંથી પૂરું કર્યું હતું.

8. શહનાજને લોકો પ્રેમથી પંજાબની કટરીના કૈફ પણ કહીને બોલાવે છે.

9. શહનાજનો સૌથી મોટો વિવાદ હિમાંશી ખુરાના સાથે થયો હતો. ખાસ કરીને શહનાજે હિમાંશીના ગીત ‘આઈ લાઈક ઈટ’ નો ઘણો ખરાબ મજાક ઉડાવ્યો હતો. હિમાંશી પોતે પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે.

10. શહનાજ પોતાની માંની ઘણી નજીક છે.

11. પંજાબ સ્ટાર સહનાજને કારોનો ઘણો વધુ શોખ છે. તે હંમેશા કાર સાથે પોઝ આપીને ફોટા પડાવતી રહે છે.

12. શહનાજ ઘણા પંજાબી મ્યુઝીક વિડીયોનો ભાગ રહી છે. જેવા કે દો ડાઉટ બેબી (Garry Sandhu), લાખ લાહ્ન્તા (રવીંત સિંહ) અને યારી (ગૌરી) વગેરે.

13. માં ઉપરાંત શહનાજ પોતાના ભાઈની પણ ઘણી નજીક છે. તે હંમેશા પોતાના ભાઈ સાથે સોશિયલ મીડિયા ઉપર તસ્વીરો શેર કરતી રહે છે.

શહનાજ ગીલ હાલના સમય દરમિયાન બીગ બોસમાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. તેની ગેમને જોતા એવું લાગી રહ્યું છે કે બીગ બોસની ૧૩ની સીઝન જીતવાની રેસમાં તે પણ ટોપની ભાગીદારી છે. અમ તો શું લાગે છે શહનાજને બીગ બોસ જીતવી જોઈએ? તમને શહનાજ કેવી લાગે છે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.