શું તમારી પાસે છે બાજ જેવી આંખ, તો કહો આ ફોટામાં કેટલા હાથી છે, 99 ટકા લોકો નિષ્ફળ થયા છે.

આ ફોટાએ ઈન્ટરનેટ યુઝર્સને કરી દીધા કન્ફ્યુઝ, લોકો કહી નથી શકતા કે આમાં કુલ કેટલા હાથી છે.

બાજની આંખને આ દુનિયાની સૌથી તીક્ષ્ણ નજર વાળી માનવામાં આવે છે. બાજ વિશ્વમાં સૌથી ઝડપી શિકાર માટે પણ પ્રખ્યાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શિકારી પક્ષી માણસની આંખો કરતા આઠ ગણું વધુ તેજ જોઈ શકે છે. બાજ 500 ફૂટની ઊંચાઈથી નાનામાં નાના શિકારને પણ જોઈ શકે છે.

આ કારણો સર જ્યારે પણ ‘બાજની નજર’ વાળી કહેવત બોલવામાં આવે છે, તો તેનો અર્થ એ નથી થતો કે સામેવાળા વ્યક્તિની દૃષ્ટિ નબળી છે, પરંતુ તેનો અર્થ એ છે કે સામેના વ્યક્તિએ ખૂબ જ ઝીણી વસ્તુ જોઈ લીધી છે. જો કે, ઘણી વખત આપણે આપણી સામે દેખાતી વસ્તુનો સાચો અંદાજ લગાવી શકતા નથી. હવે આ ફોટો જ જોઈલો. શું તમે કહી શકો છો કે આ ફોટામાં કેટલા હાથી છે?

આ ફોટાએ ઈન્ટરનેટ વપરાશકારોને સંપૂર્ણ રીતે કન્ફ્યુઝ કરી દીધા છે. કોઈને આ ફોટોમાં માત્ર 4 હાથી જ દેખાય છે તો કોઈને આ ફોટોમાં 5 હાથી દેખાય છે. સોશિયલ મીડિયાના મોટા દિગ્ગજો પણ આ ફોટાનું સત્ય જાણી શક્યા નથી અને તેમાં દેખાતા હાથીઓનો ચોક્કસ આંકડો પણ કહી શક્યા નથી. ફોટો સામે આવ્યા બાદ કેટલાય લોકોએ તેને શેર કરીને પૂછ્યું છે કે, ફોટોમાં કેટલા હાથી છે? પરંતુ લગભગ તમામ લોકો સાચા આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી. ચાલો ત્યારે તમે જણાવો કે આ ફોટામાં તમને કેટલા હાથી દેખાય છે?

ફોટોગ્રાફરે પાણી પીતા સમયે ફોટો ખેંચ્યો છે : તમને જાણીને નવાઈ લાગશે કે આ ફોટો લેવા માટે ફોટોગ્રાફરને અંદાજે 1400 ફોટા ક્લિક કરવા પડ્યા હતા. ફોટોગ્રાફરે આ ફોટો ત્યારે લીધો જ્યારે હાથીઓ પાણી પી રહ્યા હતા. ફોટોગ્રાફરે ચોક્કસ સંખ્યા બતાવવા માટે ફોટામાં દેખાતા હાથીઓનો વીડિયો પણ ઉતાર્યો છે. જો તમે ફોટામાં હાથીઓની ચોક્કસ સંખ્યા શોધી શક્યા નથી, તો તમારે વિડિઓ જોવો જોઈએ. ‘વાઇલ્ડલેન્સ ઇન્ડિયા’ એ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

વિડીયો જોયા પછી ખબર પડે છે કે આ ફોટામાં 7 હાથી છે. ફોટોગ્રાફરે ફોટો એવી રીતે લીધો છે કે બાકીના હાથીઓ એકબીજાની પાછળ સંતાઈ ગયા છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.