શું તમે ક્યારેય વિચાર્યું છે કે મચ્છર તમને અંધારામાં કેવી રીતે શોધી કાઢે છે? અહીં જાણો તેનો જવાબ.

રાતના ઘોર અંધકારમાં પણ મચ્છર આપણને શોધી કાઢે છે, પણ તે આ કામ કેવી રીતે કરી શકે છે? જાણો તેના વિષે.

મચ્છરોથી કોણ પરેશાન નથી? ઘણી વખત તેમના લીધે આપણે આખી રાત ઊંઘી નથી શકતા. તો ઘણી વખત આખી રાત તાળી પાડતા રહીએ છીએ. તેઓ આપણી ઊંઘ ખરાબ કરી દે છે અને બીજા દિવસે આપણે સ્ફૂર્તિથી કામ પણ નથી કરી શકતા. એવામાં એ વિચારીને લોકોનું મગજ ચકરાય જાય છે કે, તેઓ કેવી રીતે રાતના અંધારામાં પણ આપણને શોધી લે છે? આજે આ લેખમાં અમે તમને આ સવાલનો જવાબ આપીશું.

પહેલા સમજી લો કે મચ્છર આપણને કરડે છે કેમ?

સાચી વાત તો એ છે કે મચ્છર કરડતા નથી પરતું આપણું લો હી ચૂસે છે. તે પણ બધા મચ્છર નહિ, ફક્ત માદા મચ્છર. તે આ કામ પોતાના ઇંડાને વિકસિત કરવા અને પોષણ આપવા માટે કરે છે. કારણ કે તેના ઈંડા માટે જે પ્રોટીન અને જરૂરી વિટામિન જોઈએ છે, તે તેમને માણસના લો હી માં મળે છે. તેમની પાસે એક સૂંઢ જેવી ટ્યુબ હોય છે જે આપણી ચામડીમાં નાખીને લો હી ચૂસે છે.

મચ્છર આપણને અંધારામાં કેવી રીતે શોધી કાઢે છે?

તેની પાછળનું સૌથી મોટું કારણ છે કાર્બન ડાઈઓક્સાઇડ (Co2). જ્યારે માણસ શ્વાસ છોડે છે તો તેમાંથી કાર્બન ડાઈઓક્સાઇડ ગેસ નીકળે છે. કાર્બન ડાઈઓક્સાઇડની સુગંધ મચ્છરોને ઝડપથી આકર્ષિત કરે છે

માદા મચ્છર પોતાના ‘સેન્સિંગ ઓર્ગેનર્સ’ દ્વારા 30 ફીટથી વધારે દૂરથી પણ તેની સુગંધ ને ખુબ સરળતાથી ઓળખી લે છે. આ ગેસ મચ્છરોને અંધારામાં પણ માણસની સ્થિતિ જણાવે છે. તેમને પોતાનું ઠેકાણું મળી ગયા, પછી તમે પોતાને ચાદરથી ઢાંકવાના કે અન્ય કોઈ રીતે તેનાથી સંતાવાનો પ્રયત્ન કરો પણ તે લો હી ચૂસીને જ રહેશે.

તેના સિવાય, મચ્છર માણસોને શોધવા માટે શરીરની ગરમી, પરસેવો અને ચામડીની ગંધ જેવા અન્ય સંકેતોનો પણ ઉપયોગ કરે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.