જાણો માટલાનું પાણી કેવી રીતે છે સ્વાસ્થ્ય માટે અમૃત, આ ઉનાળામાં પી જુઓ માટલાનું પાણી.

આરોગ્ય માટે અમૃત છે માટલાનું પાણી :

ગરીબોનું ફ્રીઝ એટલે કે માટલાનું પાણી આરોગ્યની ગણતરીએ અમૃત હોય છે, પણ તેને એમ જ અમૃત નથી કહેતા, પણ હકીકતમાં માટલાનું પાણી આરોગ્યની દ્રષ્ટીએ ઘણું ફાયદાકારક છે. તેના ફાયદા જાણીને માટલાનું પાણી પીવાનું શરુ કરી દેશો તમે.

૧. અમૃત છે માટલાનું પાણી :

પેઢીઓથી, ભારતીય ઘરોમાં પાણીને સંગ્રહ કરવા માટે માટીના વાસણ એટલે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ ઘણા લોકો એવા છે જે તે માટીમાંથી બનેલ વાસણમાં પાણી પીવે છે. એવા લોકોનું માનવું છે કે માટીની ભીની ભીની સુગંધને કારણે માટલાનું પાણી પીવાનો આનંદ અને તેનો લાભ જુદો છે. ખાસ કરીને માટીમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની શક્તિ રહેલી છે. વિદ્વાનો મુજબ માટીના વાસણમાં પાણી રાખવામાં આવે, તો તેમાં માટીના ગુણ આવી જાય છે. તેથી માટલામાં રાખેલ પાણી આપણને સ્વસ્થ બનાવી રાખવામાં મહત્વની કામગીરી કરે છે.

૨. ચયાપચય (Metabolism) ને વધારે :

નિયમિત રીતે જ માટલાનું પાણી પીવાથી પ્રતિરક્ષા પ્રણાલીને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી રાખવાથી તેમાં પ્લાસ્ટિક માંથી અશુદ્ધિઓ ભળી જાય છે, અને તે પાણીને અશુદ્ધ કરી દે છે. સાથે જ તે પણ જાણવા મળે છે કે માટલામાં પાણી ભરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય છે.

૩. પાણીમાં પીએચનું સંતુલન :

માટલાનું પાણી પીવાનો એક બીજો લાભ એ પણ છે, કે માટીમાં ક્ષારીય ગુણ રહેલા હોય છે. ક્ષારીય પાણીની અલ્મતા સાથે પ્રભાવિત થઈને યોગ્ય પીએચ સંતુલન પરું પાડે છે. આ પાણી પીવાથી એસીડીટી ઉપર અંકુશ લગાવવા અને પેટના દુ:ખાવામાં રાહત પૂરી પાડવા પાણીમાં મદદ મળે છે.

૪. ગળાને ઠીક રાખે :

સામાન્ય રીતે આપણે ગરમીમાં ઠંડુ પાણી પીવાની તલપ થાય છે, અને આપણે ફ્રિઝ માંથી ઠંડુ પાણી લઈને પીતા હોઈએ છીએ. ઠંડુ પાણી પી તો લઈએ છીએ પણ ઘણું વધુ ઠંડુ પાણી હોવાને કારણે તે ગળા અને શરીરના અંગોને એકદમથી ઠંડા કરીને શરીર ઉપર ઘણી ખરાબ અસર કરે છે. ગળાની કોશિકાઓનું તાપમાન અચાનક નીચું આવી જાય છે તેથી તકલીફો ઉત્પન્ન થાય છે. ગળાનું પાકવું અને ગ્રંથીઓમાં સોજો આવવા લાગે છે. અને શરુ થાય છે શરીરની ક્રિયાઓનું બગડવાનું. જો કે માટલાનું પાણી ગળા ઉપર સુદીંગ અસર પાડે છે.

૫. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક :

ગર્ભવતી મહીલાએ ફ્રીઝમાં રાખવામાં આવેલ, વધુ ઠંડુ પાણી પીવાની સલાહ નથી આપવામાં આવતી. તેમને કહેવામાં આવે છે કે તે માટલા કે સુરાહીનું પાણી પીવો. તેમાં રાખેલ પાણી ન માત્ર તેમના આરોગ્ય માટે સારું હોય છે, પણ પાણીમાં માટીના સોંધાપન ભળી જવાને કારણે ગર્ભવતીને ઘણું સારું લાગે છે.

૬. વાતને નિયંત્રિત કરે :

ગરમીમાં લોકો ફ્રીઝનું કે બરફનું પાણી પીવે છે, તેની પ્રકૃતિ ગરમ હોય છે. તે વાત પણ વધારે છે. બરફ વાળું પાણી પીવાથી કબજીયાત થઇ જાય છે અને હંમેશા ગળું ખરાબ થઇ જાય છે. માટલાનું પાણી ઘણું વધુ ઠંડુ ન હોવાથી વાત નથી વધારતું. તેનું પાણી સંતુષ્ટિ આપે છે. માટલાને રંગવા માટે ગેરુનો ઉપયોગ થાય છે, જે ગરમીમાં ઠંડક પૂરી પાડે છે. માટલાનું પાણી કબજીયાત, ગળું ખરાબ ન થવું વગેરે રોગ થતા નથી.

૭. ઝેરીલા પદાર્થો શોષવાની શક્તિ :

માટીમાં શુદ્ધિ કરવાના ગુણ હોય છે તે તમામ ઝેરીલા પદાર્થો શોષી લે છે અને પાણીમાં જરૂરી સુક્ષ્મ પોષક તત્વ ઉમેરે છે. તેનાથી પાણી યોગ્ય તાપમાન ઉપર રહે છે, ન વધુ ઠંડુ ન ગરમ.

8. કેવી રીતે ઠંડુ રહે છે પાણી :

માટીના બનેલા માટલામાં સુક્ષ્મ છિદ્ર હોય છે. આ છિદ્ર એટલા સુક્ષ્મ હોય છે કે તેને નરી આખે નથી જોઈ શકાતું. પાણીને ઠંડુ થવું બાષ્પીભવનની ક્રિયા ઉપર આધાર રાખે છે. જેટલું વધુ બાષ્પીભવન થશે, એટલું જ વધુ પાણી પણ ઠંડુ થશે. આ સુક્ષ્મ છિદ્રો દ્વારા માટલાનું પાણી બહાર નીકળતું રહે છે. ગરમીને કારણે પાણી વરાળ બનીને ઉડી જાય છે. વરાળ બનવા માટે ગરમી આ માટલાના પાણીમાંથી લે છે. આ આખી પ્રક્રિયામાં માટલાનું તાપમાન ઓછુ થતું જાય છે અને પાણી ઠંડુ રહે છે.