રાવણની લંકા કેવી રીતે બની ગઈ શ્રીલંકા…. તેના મૃત્યુ પછી અત્યાર સુધી શું શું થયું

શ્રીલંકાનું નામ સાંભળતા જ આપણ મનમાં લંકાપતિ રાવણની છાપ સામે આવી જાય છે, કેમ કે રાવણ લંકાના રાજા હતા જેને સોનાની લંકા પણ કહેવામાં આવતી હતી. લંકાની છાપ ભારતીય સંસ્કૃતિમાં ઘણી ખરાબ એવી છે. પરંતુ ત્યારની લંકા અને આજની લંકામાં ઘણો ફરક આવી ગયો છે. બધું બધું બદલાઈ પણ ગયું છે. તો આવો જાણીએ રાવણ પછી તે લંકા કેટલી બદલાઈ છે.

૧. ભારતના દક્ષીણથી શ્રીલંકાનું અંતર માત્ર ૩૧ કી.મી. છે.

૨. વર્ષ ૧૯૭૨ સુધી શ્રીલંકાનું નામ સિલોન હતું જેને બદલીને લંકા કરી દેવામાં આવ્યું અને વર્ષ ૧૯૭૮ માં તેની આગળ સન્માન જનક શબ્દ શ્રી લગાવીને શ્રીલંકા કરી દીધું.

૩. રામાયણ પહેલું પુસ્તક છે જેમાં શ્રીલંકાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે પણ વિસ્તારથી.

૪. ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રી રામજીની વાનર સેના દ્વારા બનાવવામાં આવેલા પુલ રામસેતુ આજે પણ રહેલો છે. મંદિરના અભિલેખોના જણાવ્યા મુજબ રામસેતુ સંપૂર્ણ દરિયાના પાણીથી ઉપર આવેલો હતો. ૧૪૮૦ ઈ. સ. માં એક વાવાઝોડાએ તેનો નાશ કરી દીધો.

૫. શ્રીલંકાની રાષ્ટ્રીય રમત વોલીબોલ છે. આમ તો અહિયાંની સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે.

૬. આજથી ૨૩૦૦ વર્ષ પહેલા શ્રીલંકાની સંપૂર્ણ વસ્તી હિદુ ધર્મને માનતી હતી.

૭. ત્રીજી સદી ઈ.સ. પૂવેમાં સમ્રાટ અશોકએ પોતાના પુત્ર મહેન્દ્રને શ્રીલંકામાં બોદ્ધ ધર્મનો પ્રસાર કરવા માટે મોકલ્યો અને ત્યાંના રાજાએ બોદ્ધ ધર્મને રાજ ધર્મ જાહેર કરી દીધો.

૮. શ્રીલંકામાં ઘણી જાતિઓનો સમૂહ રહે છે, જેમાંથી સિંહલી અને તમિલ મુખ્ય છે.

૯. ૨૩ જુલાઈ ૧૯૮૩ થી શ્રીલંકામાં મોટા પ્રમાણમાં સિંહલા અને ઓછી સંખ્યામાં તમિલો વચ્ચે ગૃહ યુદ્ધ શરુ થયું જે ૨૫ વર્ષો સુધી ચાલ્યું અને વર્ષ ૨૦૦૯ માં જઈને પૂરું થયું. સરકારી આંકડા મુજબ આ ગૃહ યુદ્ધમાં લગભગ ૬૦ હજાર લોકો મરી ગયા છે.

૧૦. શ્રી લંકામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ દરમિયાન તમિલોના એક આતંકી સંગઠન લટે (LTTE) બન્યું. લટે આતંકી સંગઠનના આતંકીએ જ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરી હતી.

૧૧. શ્રીલંકાના કુલ ૯ રાજ્ય છે, જેમાં બધા મળીને ૨૫ જીલ્લા છે.

૧૨. હિન્દમહાસાગરમાં શ્રીલંકાનો આકાર એક મોતી જેવો છે જેના કારણે તેને ‘હિન્દ મહાસાગરનો મોતી’ પણ કહે છે.

૧૩. શ્રીલંકાનું સૌથી ઊંચું બિંદુ Mount Pedro પહાડ છે જેની ઊંચાઈ ૨,૫૨૪ મીટર છે.

૧૪. સ્થાનિક લોકો તેને પીદુરુતાલાંગલા કહે છે, અને તેની ઉપર ચડવાની મનાઈ છે. કેમ કે તેને સૈનિક કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે.

૧૫. શ્રીલંકા દર વ્યક્તિની કમાણીના હિસાબે ભારત પછી સાઉથ એશિયાનો સૌથી પૈસાદાર દેશ છે.

૧૬. સાઉથ એશિયામાં શ્રીલંકામાં સૌથી વધુ શિક્ષિત લોકો છે. અહિયાં સાક્ષરતાનો દર ૯૨ ટકા છે.

૧૭. ઈ.સ. ૧૮૦૦ માં શ્રીલંકાના દરિયાઈ વિસ્તારો ઉપર અંગ્રેજોએ અધિકાર કરી લીધો હતો, અને ૧૮૧૮ માં કેન્ડીના રાજાના આત્મસમર્પણ પછી અંગ્રેજોનો અધિકાર થઇ ગયો.

૧૮. બીજા વિશ્વયુદ્ધ પછી ૪ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ શ્રીલંકાને અંગ્રેજોથી આઝાદી મળી.

૧૯. શ્રીલંકા પહેલો દેશ છે જેના પહેલા પ્રધાનમંત્રી એક મહિલા હતા. શ્રી ભાવી ભંડારનાયકે શ્રીલંકાના પહેલા પ્રધાનમંત્રી હતા.

૨૦. શ્રીલંકામાં પાણીના ઝરણા ઘણા વધુ મળી આવે છે. દેશની મોટાભાગની વીજળી એ ઝરણાઓ માંથી બનાવવામાં  આવે છે.

૨૧. આ દેશ એક બહુજાતીય અને બહુધાર્મિક છે. અહિયાંના રહેવાસીઓમાં 74 % સિંહલી, ૧૮ % તમિલ, ૭% મુસ્લિમ અને ૧% અન્ય જાતીના લોકો છે.