કેવી રીતે શરુ થયો વિશ્વ સુંદરી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે પ્રેમ? જાણો થોડી રસપ્રદ વાતો.

આજથી બે દશક પહેલા લગભગ તમામ યુવાન દિલોમાં બસ એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે વિશ્વ સુંદરી એશ્વર્યા રાય કોની સાથે લગ્ન કરશે? કોણ હશે તે વ્યક્તિ જે તેના દિલ ઉપર રાજ કરશે? ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ના સફળ થયા પછી બધા લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે સલમાન અને એશ્વર્યા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પણ એવું ન થયું, સલમાન ખાન પછી એશ્વર્યાના જીવનમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ. પાવર કપલ એશ્વર્યા અને અભિષેકની લવ સ્ટોરી ઘણી જ રસપ્રદ છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પહેલી મુલાકાત વર્ષ ૧૯૯૭માં એક સેટ ઉપર થઇ હતી, જ્યાં એશ અને અભિષેકના નજીકના દોસ્ત બોબી દેઓલ સાથે શુટિંગ કરી રહી હતી. આ બંનેની પહેલી વખત વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ માં અને પછી ‘કુછ ના કહો’ જે વર્ષ ૨૦૦૩માં રીલીઝ થઇ હતી. જેમાં એક સાથે કામ કર્યું તે સમયે અભિષેક અને એશ્વર્યા કોઈ બીજાને ડેટ કરી રહ્યા હતા. એશ્વર્યા રાય સલમાનને ડેટ કરી રહી હતી અને અભિષેક બચ્ચન કરિશ્મા કપૂર સાથે હતા.

વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ‘બંટી ઔર બબલીમાં’ પ્રસિદ્ધ ગીત ‘કાજરા રે’ ગીતના શુટિંગ દરમિયાન તે બંને એક બીજાની નજીક આવવા લાગ્યા. તે સમયે બંને જ પોત પોતાની રીલેશનશીપને પૂરી કરી ચુક્યા હતા અને સિંગલ હતા. વર્ષ ૨૦૦૬-૨૦૦૭માં ફિલ્મ ‘ઉમરાવ જાન’, ‘ગુરુ’ અને ‘ધૂમ ૨’નું શુટિંગ કરતી વખતે આ બંને વચ્ચેનો પ્રેમ વધવા લાગ્યો. ફિલ્મ ‘ધૂમ ૨’ના શુટિંગ વખતે તેને ક્યારે એક બીજા સાથે પ્રેમ થઇ ગયો, તે વાતની તેમને પોતાને પણ ખબર ન પડી શકી.

ગુરુ ફિલ્મનું પ્રીમિયર થયા પછી અભિષેક બચ્ચને એશ્વર્યા રાયને ન્યુયોર્કના હોટલના રૂમમાં સાચા હીરો તરીકે પ્રપોઝ કર્યા. એશ્વર્યાએ અભિષેકની પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો અને વર્ષ ૨૦૦૭માં અભિષેક અને એશ્વર્યાની બચ્ચન હાઉસ જલસામાં સગાઈ થઇ ગઈ, સગાઈ થયા પછી ધીમે ધીમે લોકોને આ સંબંધ વિષે જાણ થવા લાગી. એશ્વર્યા રાયની કુંડલીમાં મંગળ દોષ હતો એટલા માટે તેને અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતા પહેલા એક પીપળાના ઝાડ સાથે લગ્ન કરવા પડ્યા. ૨૦ એપ્રિલ, ૨૦૦૭ના રોજ અભિષેક અને એશ્વર્યા લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા.

અભિષેકની જાન બચ્ચન ફેમીલીના ઘર ‘જલસા’ થી એશ્વર્યાના ઘર ‘પ્રતીક્ષા’ સુધી ગઈ. આ બંનેના લગ્ન ઘણા લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા, તેના લગ્નમાં ઘણા પ્રસિદ્ધ બોલીવુડ કલાકારો, રાજકારણીઓ અને વેપારી પણ જોડાયા હતા. આટલા લાંબા સમય પછી એક વખત ફરીથી આ સ્ટાર કપલ મોટા પડદા ઉપર પાછા ફરવાના છે. સમાચારો મુજબ આ બંને વહેલી તકે ડાયરેક્ટર સર્વેશ મેવારાની અપકમિંગ ફિલ્મ ‘ગુલાબ જામુન’ માં જોવા મળવાના છે. થોડા દિવસો પહેલા રીલીઝ થયેલી અભિષેક બચ્ચનની ફિલ્મ ‘મનમર્જીયા’ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મમાં અભિષેક સાથે અભિનેત્રી તાપસી પન્નુ અને કલાકાર વિક્કી કૌશલ મુખ્ય ભુમુકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ મનમર્જીયામાં અભિષેક બચ્ચને તાપસી પન્નુના પતિની ભૂમિકા ભજવી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.