કબજિયાતને ગણતરીના દિવસોમાં જ ખત્મ કરી શકે છે સુકી દ્રાક્ષથી બનેલો આ નુસખો, જાણો કેવી રીતે દુર કરી શકાય કબજિયાત

કબજીયાતને માત્ર બે દિવસમાં દુર કરે છે મુનક્કા(સુકી દ્રાક્ષ)થી બનેલ આ નુસખા, જાણો કેવી રીતે?

ખાવાની ખોટી ટેવોને લીધે થાય છે કબજીયાત.

મુનક્કામાં કબજિયાતને દુર કરવાના તત્વ રહેલા હોય છે.

કબજિયાત માટે ત્રિફળા ખુબ સારો ઘરેલું ઉપાય છે.

અનિયમિત દિનચર્યા અને ખાવા પીવાને કારણે કબજિયાત અને પેટમાં ગેસની તકલીફ સામાન્ય બીમારી જેવી થઇ ગઈ છે. કબજિયાતના દર્દીઓમાં પેટ ફૂલવાની તકલીફ પણ જોવા મળે છે. લોકો ક્યાય પણ કાઈપણ ખાઈ લે છે. ખાધા પછી બેસી રહેવું, ડીનર પછી તરત સુઈ જવું એવી ટેવો છે જેને કારણે કબજીયાતની તકલીફ શરુ થઇ જાય છે.

પેટમાં ગેસ બનવાની તકલીફ મોટાભાગે ઉંમરલાયક લોકોમાં જોવા મળે છે, પણ આ કોઈને પણ થઇ શકે છે અને કોઇપણ ઉંમરમાં થઇ શકે છે. આવો અમે તમને કબજિયાતથી બચવાના ઘરેલું નુસખા વિષે જાણકારી આપીએ.

કબજિયાતના ઉપચારના ઘરેલું ઉપાય :

મુનક્કા (સુકી દ્રાક્ષ) :

મુનક્કામાં કબજિયાત દુર કરવાના તત્વો રહેલા હોય છે. ૬-૭ મુનક્કા રોજ રાત્રે સુતા પહેલા ખાવાથી કબજીયાત દુર થાય છે. તે ઉપરાંત સવારે ઉઠ્યા પછી કાઈપણ ખાધા વગર ૪-૫ દાણા કાજુ અને ૪-૫ દાણા મુનક્કા સાથે ખાવ. તેનાથી કબજીયાતની તકલીફ દુર થાય છે.

મધ :

કબજિયાત માટે મધ ઘણું ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધને એક ગ્લાસ પાણી સાથે ભેળવીને નિયમિત રીતે પીવાથી કબજિયાત દુર થઇ જાય છે.

ત્રિફળા :

કબજિયાત માટે ત્રિફળા ખુબ જ સારો ઘરેલું ઉપચાર છે. ત્રિફળા શબ્દનો શાબ્દિક અર્થ છે “ત્રણ ફળ” ત્રિફળા ત્રણ વસ્તુ એટલે આંબળા, બહેડા અને હરડેને સરખા પ્રમાણમાં ભેળવીને બને છે. ૨૦ ગ્રામ ત્રિફળા રાત્રે એક લીટર પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠ્યા પછી ત્રિફળાને ગાળીને તે પાણી પી લો. તેનાથી થોડા જ દિવસોમાં કબજિયાતની તકલીફ દુર થઇ જશે કે ત્રિફળા ચૂર્ણ એક ચમચી સાથે દૂધ અથવા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત દુર થઇ જાય છે.

અજમો :

અજમો ૧૦ ગ્રામ, ત્રિફળા ૧૦ ગ્રામ અને સિંધવ મીઠું ૧૦ ગ્રામને સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. રોજના ૩ થી ૫ ગ્રામ ચૂર્ણ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી ઘણી જૂની કબજિયાત દુર થઇ જાય છે. તે ઉપરાંત સવારે ઉઠીને પછી લીંબુના રસમાં કાળું મીઠું ભેળવીને પાણી સાથે સેવન કરો. તેનાથી પેટ સાફ થશે.

ઇસબગુલ :

ઇસબગુલની ભૂસી કબજિયાત માટે રામબાણ દવા છે. તેનું નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા મૂળમાંથી દુર થઇ જાય છે. તેના માટે તમે દૂધ કે પાણી સાથે રાત્રે સુતા સમયે ઇસબગુલની ભૂસી લેવાથી કબજીયાત દુર થાય છે.

હરડે :

દરરોજ રાત્રે હરડેને વાટીને ઝીણું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને હુફાળા પાણી સાથે પીવો. કબજીયાત દુર થશે અને પેટમાં ગેસ બનવાનું બંધ થઇ જશે.

રાત્રે સુતા સમયે એરંડિયાનું તેલ હળવા ગરમ દુધમાં ભેળવીને પીવો. તેનાથી પેટ સાફ થશે.

અમરુદ અને પપૈયું કબજિયાત માટે ઘણું ફાયદાકારક હોય છે. અમરુદ અને પોપૈયાને કોઇપણ સમયે ખાઈ શકાય છે.

પાલકનો રસ પીવાથી કબજિયાતની તકલીફ દુર થાય છે. ખાવામાં પણ પાલકના શાકનો ઉપયોગ કરવો જોઈએ.

અંજીરના ફળને રાત આખી પાણીમાં નાખીને રાખો, ત્યાર પછી સવારે ઉઠીને તે ફળ ખાવાથી કબજિયાતની તકલીફ દુર થાય છે.

કબજિયાતની સમસ્યાથી બચવા માટે નિયમિત રીતે કસરત અને યોગા કરવા જોઈએ. ભારે ભોજનથી દુર રહો.

આ નુસખા અપનાવ્યા પછી પણ જો પેટની બીમારી ઠીક ન થાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો.