રસોડાના ગેસ સીલીન્ડરમાં વધ્યો છે કેટલો ગેસ અને તે ક્યારે થવાનો છે ખાલી, એ જાણવા માટે આ સરળ ટ્રીક અપનાવો.

કેવી રીતે જાણી શકાય કે ગેસ સીલીન્ડર થવાનો છે ખાલી? સરળ રીતે તપાસો તેમાં રહેલા ગેસનું પ્રમાણ.

મોડેથી ઓફીસ પહોંચવાને કારણે આજે નેહાના બોસે તેને ઠપકો આપ્યો. તે સવારે સમયસર જ ઉઠી ગઈ હતી. પણ રસોડામાં ચા બનાવતા બનાવતા ગેસનું સીલીન્ડર ખલાસ થઇ ગયું. આવું નેહા સાથે પહેલી વખત નથી બન્યું. હંમેશા જયારે ગેસ ખલાસ થઇ જાય છે ત્યારે જ નેહાને ખબર પડે છે કે સીલીન્ડર ખાલી થઈ ગયું. એવામાં સ્પષ્ટ છે કે, મોડું તો થવાનું જ હતું.

નેહાની જેમ તમે પણ ક્યારેકને ક્યારેક આ સમસ્યાનો સામનો જરૂર કર્યો હશે. સામાન્ય રીતે ઘણી મહિલાઓએ આ મુશ્કેલીમાંથી દર મહીને પસાર થવું પડે છે. ખાસ કરીને સીલીન્ડરમાં કેટલો ગેસ વધ્યો છે તે જાણવું સરળ કામ નથી. ઘણા લોકો સીલીન્ડરનું વજન માપીને તેનું અનુમાન જરૂર લગાવી લે છે, પણ સીલીન્ડરમાં ગેસનું સ્તર કેટલું છે? તે ખબર પડતી નથી.

તેથી ક્યારેક અચાનક સીલીન્ડર ખાલી થવા પર તેને બદલવામાં વધુ સમય લાગી જાય છે, તો ક્યારેક ખાવાનું જ કાચું પાકું રહી જાય છે. અચાનક ગેસ ખલાસ થઇ જાય અને સીલીન્ડર બુકિંગ કરાવીને તો પણ બીજું સીલીન્ડર આવવામાં સમય તો લાગે જ છે. ક્યારેક ક્યારેક સીલીન્ડર એ જ દિવસે આવી જાય છે, તો ક્યારેક 2-3 દિવસ પણ લાગી જાય છે. આ સ્થિતિ ખરેખર દરેક મહિલા માટે ઘણી મુશ્કેલ બની જાય છે.

તેથી દરેક મહિલા સીલીન્ડરમાં વધેલા ગેસનું સ્તર જાણવાની સરળ ટ્રીક શોધે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આજે અમે તમને એક ઘણી સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તમારા સીલીન્ડરમાં વધેલા ગેસનું લેવલ જાણી શકો છો.

સ્ટેપ – 1 : એક કપડાને પાણીમાં ડુબાડીને ભીનું કરી લો.

સ્ટેપ – 2 : હવે તમે તે ભીના કપડાથી તમારા સીલીન્ડર પર એક મોટો લીટો કરી લો?

સ્ટેપ – 3 : 10 મિનીટ રાહ જુવો. તમારા સીલીન્ડરનો જે ભાગ ખાલી હશે ત્યાંનું પાણી સુકાઈ જશે અને જ્યાં સુધી ગેસ ભરેલો હશે ત્યાં પાણી સુકાવામાં સમય લાગશે. આ રીતે તમને ખબર પડી જશે કે સીલીન્ડરમાં કેટલો ગેસ વધ્યો છે. ખાસ કરીને સીલીન્ડરનો ખાલી ભાગ ગરમ હોય છે અને ભરેલો ભાગ ઠંડો હોય છે. એટલા માટે પાણી માત્ર ગરમ ભાગનું જ સુકાય છે.

ન કરો આવી ભૂલો :

ઘણી મહિલાઓ ગેસ બર્નરને સળગાવીને આગના રંગને જોઈને એ વાતનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરે છે કે, સીલીન્ડરમાં કેટલો ગેસ વધ્યો છે? તે રીત યોગ્ય નથી. જયારે ગેસ સીલીન્ડરમાં ઓછો ગેસ હોય છે તો આગનો રંગ જરૂર બદલાય છે, પણ તેનાથી સીલીન્ડરમાં ગેસના સ્તર વિષે જાણી નથી શકાતું.

ઘણી મહિલાઓ સીલીન્ડરને હલાવીને કે તેને ઉપાડીને એ જાણવાનો પ્રયત્ન કરે છે કે, સીલીન્ડરમાં કેટલો ગેસ વધ્યો છે? પણ આ રીત પણ સીલીન્ડરના ગેસના સ્તરને માપવામાં ફેલ છે. કારણ કે સીલીન્ડરનું તેનું જ વજન એટલું હોય છે કે ગેસ ઓછો થવાથી પણ તે ઘણો વધુ હલકો નથી હોતો.

ઘણા લોકો બર્નરમાં ગેસની ફ્લેમ ધીમી થવા પર સીલીન્ડરને ઊંધો મૂકી દે છે અને પછી સીલીન્ડરમાં વધેલા ગેસનો ઉપયોગ કરે છે. એમ કરવાથી બની શકે છે કે થોડી મિનીટ માટે તમારા ગેસની ફ્લેમ તેજ થઇ જાય, પણ તેનાથી તમારા સીલીન્ડરને નુકશાન પહોંચે છે અને તેના ડેમેજ થવાનું જોખમ વધી જાય છે, જે તમારા માટે ગંભીર સાબિત થઇ શકે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.