કોલરની આજુબાજુ રહેલા જીદ્દી ડાઘ સાફ કરવાની સરળ રીતો જાણો અને હાથને કષ્ટ આપવાથી બચો.

શર્ટ ધોયા પછી પણ કોલરની આસપાસ જીદ્દી ડાઘ રહી જાય છે, તો તેને કાઢવા માટે તમે આ ટીપ્સ અજમાવી શકો છો.

પતિ – શર્ટની સારી રીતે સફાઈ કરી દીધી છે.

પત્ની – હા, કરી દીધી છે.

પતિ – કેવી સફાઈ કરી છે કે, કોલરની આસપાસ હજુ પણ ડાઘ જોવા મળી રહ્યા છે.

પત્ની – ઘણો પ્રયત્ન કર્યો પણ, આ ડાઘ નીકળવાનું નામ જ નથી લઇ રહ્યા.

કદાચ તમારી સાથે પણ કાંઈક એવું જ બનતું હશે કે શર્ટની સફાઈ કર્યા પછી પણ કોલરના છેડા ઉપર ડાઘ રહી જ જતા હશે. અને જો એવું થાય છે, તો આવો તમને કેટલીક ઉત્તમ ટીપ્સ જણાવીએ, જે અપનાવીને તમે સરળતાથી કોલરની આસપાસ રહેલા જીદ્દીમાં જીદ્દી ડાઘ થોડી મીનીટોમાં સરળતાથી કાઢી શકો છો.

સૌથી પહેલા કરો આ કામ : જીદ્દી ડાઘ દુર કરવા માટે સૌથી પહેલા શર્ટને નોર્મલ ડિટરજન્ટ પાવડરથી સફાઈ કરી લો. સફાઈ માટે તમે ડિટરજન્ટ પાવડરનું મિશ્રણ તૈયાર કરીને શર્ટ કે કોઈ બીજા કપડાને લગભગ એક કલાક માટે તેમાં રહેવા દો. લગભગ એક કલાક પછી ક્લીનીંગ બ્રશ કે હાથથી ઘસીને સાફ કરી લો. તેનાથી કોલર ઉપર રહેલુ તેલ, પરસેવો, પાવડર વગેરેના ડાઘ સરળતાથી નીકળી જાય છે.

જીદ્દી ડાઘ કાઢવા માટે કરો આ કામ : કોલરની આસપાસ રહેલા કોઈ પણ જીદ્દીમાં જીદ્દી ડાઘ દુર કરવા માટે તમે શાઉટ લોન્ડ્રી ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી ડાઘ પણ નીકળી જાય છે અને કપડા માંથી રંગ પણ નહી નીકળે. તેના માટે શાઉટ લોન્ડ્રી ક્લીનરને ડાઘ વાળા ભાગ ઉપર સારી રીતે સ્પ્રે કરો અને લગભગ દસ મિનીટ સેટ થવા માટે રહેવા દો. દસ મિનીટ પછી નોર્મલ રીતે કોલરની સારી રીતે સફાઈ કરી લો, તેનાથી ડાઘ સરળતાથી નીકળી જશે.

હાઈડ્રોજન પેરોક્સાઈડ : જીદ્દીમાં જીદ્દી ડાઘને થોડી મીનીટોમાં કાઢવા માટે સૌથી ઉત્તમ ઉપાય હાઈડ્રોજન પેરોક્સાઈડ હોઈ શકે છે. એક લીટર પાણીમાં ત્રણથી ચાર ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ નાખીને એક મિશ્રણ તૈયાર કરી લો અને તેમાં ડાઘ વાળા ભાગ એટલે કોલરને ડુબાડીને થોડી વાર માટે રહેવા દો. લગભગ પાંચ મિનીટ પછી ક્લીનીંગ બ્રશથી ઘસીને સારી રીતે સાફ કરી લો, તેનાતી ડાઘ સરળતાથી નીકળી જાય છે. તે ઉપરાંત કોલર માંથી ડાઘ કાઢવા માટે ઓક્સી ક્લીનનો પણ ઉપયોગ કરી શકાય છે.

ડાઘ ન પડે તેના માટે શું કરવું? કોલરની આસપાસ જીદ્દી ડાઘ લાગવાના કેટલાય કારણો હોય છે. જો તેની ઉપર ધ્યાન આપવામાં આવે તો ઘણે અંશે ડાઘ ન પડવાની સમસ્યાથી બચી શકાય છે. કોલરના ડાઘ તેલ અને પરસેવાને કારણે લાગે છે, એટલા માટે તેની ઉપર તમારે ધ્યાન આપવાની જરૂર છે. પરસેવો રોકવા માટે તમે બેબી પાવડરનો ઉપયોગ કરી શકો છો. સફેદ શર્ટને બદલે તમે રંગીન શર્ટ પહેરવાનો પ્રયત્ન કરો, કેમ કે તેમાં ડાઘ વધુ નથી દેખાતા અને સફાઈ કરવામાં તકલીફ પણ નથી પડતી.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.