કેવી રીતે બનાવી હતી ભીષ્મ પિતામહની બાણોને શૈયા, શું અસલમાં શરીરમાં થઈ હતી ઇજા?

ભીષ્મ પિતામહની બાણોની શૈયા બનાવવા આટલી બધી મહેનત કરવી પડી હતી, વિડીયો થયો વાયરસ

ટીવીની દુનિયામાં ઘણી સિરિયલો એવી બની છે જે હંમેશા દર્શકોને યાદ રહેશે. ભારતમાં આ સિરિયલો પ્રત્યે લોકોની રસ એવો હતો કે, આજે વર્ષો પછી પણ લોકો તેને ઘણી પસંદ કરી રહ્યા છે. હવે તમે તો સમજી જ ગયા હશો કે અમે રામાયણ અને મહાભારતની વાત કરી રહ્યા છીએ.

આજે અમે તમને મહાભારતમાં ભીષ્મ પિતામહની બાણોની શૈયા વિષે જણાવીશું, કે તેમને તૈયાર કરવા માટે કેટલી મહેનત કરવામાં આવી હતી. મહાભારતને બલદેવ રાજ ચોપડાએ બનાવી હતી, અને તેમના દીકરા રવિ ચોપડાએ તેની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા સંભળાવ્યા હતા.

કઈ રીતે તૈયાર થઈ હતી ભીષ્મ પિતામહની શૈયા?

એક જુના ઇન્ટરવ્યૂમાં રવિ ચોપડાએ જણાવ્યું કે, ‘મહાભારતમાં તીર ભીષ્મના શરીરની આરપાર થઈ ગયા હતા અને તીરોને કારણે તે જમીન પર પડી ગયા હતા. એવામાં અમારે દેખાડવાનું હતું કે તેઓ એજ તીરોની શૈયા પર આટલા દિવસો સુધી કઈ રીતે સુતા રહ્યા.’

રવિએ જણાવ્યું, ‘સ્વાભાવિક છે કે અમે તીર તો આરપાર કરી શકતા ન હતા, તો અમે પ્લેટો બનાવી. અડધી પ્લેટો પર અમે તીરોનો ઉપરનો ભાગ લગાવી દીધો અને તેમને (મુકેશ ખન્નાને) તેની ઉપર સુવડાવી દીધા. પછી તેમના કપડાંની અંદર અમે બીજી પ્લેટ પણ મૂકી દીધી જેમાં તીરના બચેલા ભાગ લગાવવાની જગ્યા હતી.’

રવિ ચોપડાએ આગળ જણાવ્યું, ‘તેમના કપડાંની અંદર રહેલી પ્લેટોમાં અમે બાકી તીર નાખી દેતા હતા, એ કારણે એવું દેખાતું હતું કે તીર તેમની આરપાર થઈ ગયા છે. તે જયારે શૂટિંગ દરમિયાન તીરોની શૈયા પર આડા પડતા હતા તો કલાકો સુધી ત્યાં જ રહેતા હતા. અમે દરેક ઇંચ પર તીરોની જગ્યા બનાવી હતી, જે દેખાવમાં એકદમ અસલી જેવું લાગતું હતું.’ ભીષ્મની બાણોની શૈયા બનાવવામાં એટલી કાળજી રાખવામાં આવી હતી કે, તેના પરિણામ સ્વરૂપ કલાકો સુધી ચાલેલ આ શૂટિંગમાં એક્ટરને જરા પણ ઇજા થઈ ન હતી.

મહાભારતમાં મુકેશ ખન્નાના પાત્રને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ સિરિયલ પ્રસારિત થયા પછી મુકેશ ખન્નાની લોકપ્રિયતા પણ ઘણી વધી ગઈ હતી. મુકેશ ખન્ના અસલમાં અર્જુનનો રોલ કરવા માંગતા હતા, પણ તે રોલ પહેલા જ કોઈ બીજાને ઓફર થઈ ગયો હતો. પછી મુકેશ ખન્નાને ભીષ્મ પિતામહનો રોલ મળે છે, અને ઘણો વિચાર કર્યા પછી તે આ રોલ માટે રાજી થઇ જાય છે. આ પાત્રને મુકેશ ખન્નાએ એટલી સહજતાથી ભજવ્યું કે, તેને આજે પણ યાદ કરવામાં આવે છે. ત્યારબાદ મુકેશ ખન્નાએ શક્તિમાન જેવી સિરિયલમાં પણ લીડ રોલ ભજવ્યો હતો.

જુઓ વિડીયો :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.