કેવી રીતે કરવી ખોટા લોકોની ઓળખ? ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યા છે તેના 7 સંકેત.

ગરુડ પુરાણની મદદથી સરળતાથી ઓળખી શકતો જુઠ્ઠું બોલતા લોકોને, આ છે તેના સંકેત.

ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચિતનું વર્ણન છે. ગરુડ એક પક્ષી છે જેને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે જેમાં હિંદુ ધર્મના મ રુ તયૂ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સાથે સંબંધિત વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ હિંદુ ધર્મ ગ્રંથોના 18 મહાપુરાણો માંથી એક છે. તે વિષ્ણુ પુરણનો એક ભાગ છે જે વૈષ્ણવ સાહિત્ય અંતર્ગત આવે છે. આ પુરણ ભગવાન વિષ્ણુ ઉપર કેન્દ્રિત છે પણ તેમાં બીજા તમામ દેવતાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

ખોટા / જુઠ્ઠા લોકોની ઓળખ : આ પુરાણ એક સંવાદ તરીકે છે જેમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીત છે. આ પુરાણની ઘણી વાતો આજે પણ પ્રાસંગિક છે. આ પુરાણ આપણને ઘણી બાબતોનો ઉપદેશ આપે છે જે અપનાવીને આપણે એક ઉત્તમ માણસ બની શકીએ છીએ. ઈશ્વરની નજરમાં ખોટું બોલવા વાળાને એક ગુનેગાર માનવામાં આવે છે, કારણ કે તે બીજાને ભ્રમિત કરે છે અને પોતે પણ ખોટું બોલે છે. ગરુડ પુરાણમાં એવા 7 સંકેત આપવામાં આવ્યા છે જેના આધારે જાણી શકાય છે કે, કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યા છે.

ખોટું બોલવા વાળાની શારીરિક ભાષા – ગરુડ પુરાણમાં ખોટું અને સાચું બોલવા વાળાની એક વિશેષ શારીરિક ભાષા દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં જુદા જુદા શ્લોકોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે, કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે તો તેની ઓળખ કેવી રીતે કરી શકાય છે.

સત્ય છુપાવવાનો પ્રયત્ન – ખોટું બોલવું એક કળા છે. ખોટું બોલવા વાળા વ્યક્તિ હંમેશા પોતાની બનાવેલી સ્ટોરીને સાચી સાબિત કરવામાં લાગેલા રહે છે. તે વ્યક્તિ હંમેશા સત્ય છુપાવવાના પ્રયત્નમાં લાગેલા રહે છે.

શારીરિક બનાવટ – મહત્વપૂર્ણ વિષયો કે મુદ્દા ઉપર ચર્ચા કરતી વખતે કોઈ મહિલા કે પુરુષની બોડી લેંગ્વેજ જોઈને જાણી શકાય છે કે, તેના મગજમાં શું ચાલી રહ્યું છે. જો તે વ્યક્તિ વાત કરતી વખતે અસહજ કે ગંભીર છે અને વાત કરતી વખતે તેના ખંભા નમી જાય છે તો ઘણું સંભવ છે કે તે વ્યક્તિ કાંઈક છુપાવી રહ્યા છે. જો તે વ્યક્તિ આરામની મુદ્રામાં કોઈ જરૂરી વાત કરી રહ્યા છે તો તે પણ એક ખોટું બોલવાના સંકેત હોઈ શકે છે.

શરીરના હાવભાવ – કેટલાક લોકો વાત કરતી વખતે એક કે બંને હાથ હલાવે છે. કેટલાક લોકો વાત કરતી વખતે પગને હલાવે છે. તે એક ઘણી સહજ પ્રક્રિયા છે. પણ જયારે કોઈ વ્યક્તિ ખોટું બોલે છે તો તેની આ સહજ પ્રક્રિયા કે ટેવોમાં ફેરફાર જોવા મળે છે, અને સામે વાળા વ્યક્તિથી મોઢું છુપાવીને વાત કરે છે.

બિનજરૂરી ઉતાવળ કરવી – ખોટું બોલવા વાળા વ્યક્તિની બોડી લેંગ્વેજ જણાવે છે કે તે ઘણા ઉતાવળમાં છે. તે કોઈ પણ કામ ઉતાવળમાં કરીને તે સ્થળેથી જતા રહેવા માંગે છે, જેથી તે લોકોના પ્રશ્નોથી બચી શકે. એવા વ્યક્તિ દરેક કામ જલ્દી જલ્દી કરે છે.

આંખોની ભાષા : જો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો અને તે આંખો હલાવ્યા વગર હા કહેવા માટે માથું હલાવે છે તો તેનો અર્થ સ્પષ્ટ છે કે, તમારી વાતોમાં તે વ્યક્તિને રસ નથી. તે વ્યક્તિ ફક્ત તમને સાંભળવાનો દેખાવ કરી રહ્યો છે.

થાકેલા દેખાડવાનો પ્રયત્ન કરવો : જો તમે કોઈ વ્યક્તિ સાથે કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા છો અને તે વ્યક્તિ એવો દેખાવ કરે છે જાણે કે તે થાકેલો છે, તો નિશ્ચિત રૂપથી તેને તમારી વાતોમાં રુચિ નથી. તે વ્યક્તિ જુઠ્ઠું બોલી રહ્યો છે કે તે સંપૂર્ણ ધ્યાનથી તમારી વાર સાંભળી રહ્યો છે, જયારે અંદરને અંદર તે આ ચર્ચામાંથી બહાર નીકળવાના પ્રયત્નમાં રહે છે.

બિનજરૂરી પ્રતિક્રિયા : વાત કરતા સમયે જો કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલી રહ્યા છે તો તે એવી પ્રતિક્રિયા આપે છે જે તે કોઈ સામાન્ય પરિસ્થિતિમાં નથી આપતા. જો તમે તે વ્યક્તિમાં કંઇક એવું જુઓ છો તો માની લો કે તે તમારી સમક્ષ જુઠ્ઠું બોલી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)