મીક્ષર વગર ઘરે બનાવો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, આ સરળ ટ્રીક આવશે કામ

જો તમે બજાર માંથી ચીલી ફ્લેક્સ અને ઓરીગેનો ખરીદો છો તો બંદ કરીને હવે ઘરે એકદમ સરળ રીતે બનાવો.

આમતો આપણે બજારેથી ઓરીગેનો અને ચીલી ફ્લેક્સ ખરીદી લાવીએ છીએ. ઘણી વખત આપણે પીઝા કે પછી બર્ગર સાથે આવતા ઓરીગેનો અને ચીલી ફ્લેક્સ પેકેટ સંભાળીને રાખે છે અને પાછળથી તેને બીજી ડીશો માટે ઉપયોગ કરીએ છીએ. બજારમાં મળતી ચીલી ફ્લેક્સ અને ઓરીગેનો ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકાય છે અને તે મોંઘા પણ નથી હોતા, પણ જો અમે તમને કહીએ કે તેને તમે ઘરે જ બનાવી શકો છો અને તે પણ મીક્ષર વગર તો કેવું લાગશે?

ખાસ કરીને ઘરે આ બંને જ વસ્તુ બનાવવી ઘણી સરળ છે, પણ ઘણી વખત તેની જાણકારી ન હોવાને કારણે આપણને સમજાતું નથી કે તે કેવી રીતે કરી શકાય. તો આવો આજે અમે તમને એ બંને વસ્તુ સરળતાથી ઘરે કેવી રીતે બનાવી શકાય તેના વિષે જણાવીએ.

ઘરે મીક્ષર વગર કેવી રીતે બનાવવી ચીલી ફ્લેક્સ

સામગ્રી

50 ગ્રામ સુકા લાલ મરચા

ચીલી ફ્લેક્સ બનાવવા માટે તમારે માત્ર 50 ગ્રામ સુકા લાલ મરચા લેવાના છે. તેને તમે મીક્ષર વગર બનાવવા માગો છો તો તેની રીત પણ ઘણી સરળ છે. તેની રીત એ છે કે તમે તેને 1 કલાક માટે તડકામાં સુકવી દો. તમારે સખત તડકો જોઈએ. બસ એ છે સિક્રેટ ટ્રીક જે તમને ઘરે જ સરળતાથી ચીલી ફ્લેક્સ બનાવવામાં મદદ કરશે.

હવે તમારે બસ 3 સ્ટેપ કરવાના છે

(1) મરચાને વચ્ચેથી કાપીને બધા બીજ અલગ કરી લો.

(2) હવે છાલને એક પોલીથીનમાં નાખીને ક્રશ કરી લો.

(3) હવે તે બંનેને એક સાથે મિક્સ કરી દો.

બસ આટલું સરળ છે ઘરે ચીલી ફ્લેક્સ બનાવવું. તે મહેનત વગર અને મીક્ષર વગર આ રીતે બની જાય છે.

નોટ : જો તમે તડકા મા ના સુકવી શકતા હોય તો સુકા લાલ મરચાના બીજ અલગ કરી છાલને તમારે થોડા ગ્રાઈડ કરવા પડશે તે હાથથી નહિ થાય. તેને બનાવવાની સૌથી સારી રીત એ છે કે તમે તેને તડકામાં સુકવી દો. સુકા લાલ મરચાને જો થોડી વાર માટે તડકામાં રાખી દેવામાં આવે તો તે ઘણા વધુ ક્રિસ્પી બની જાય છે.

ઘરે મીક્ષર વગર આવી રીતે બનાવો ઓરીગેનો

ઘરે ઓરેગાનો બનાવવા માટે તમારે બસ એક જ સામગ્રીની જરૂર પડશે અને તે છે અજમાના પાંદડા. તે તમને ઘણી સરળતાથી બજારમાં મળી જશે કે પછી તમે ઘરે પણ અજમાના છોડ જ ઉગાડી શકો છો જે ઘણા જ સરળતાથી ઉગી જાય છે.

અજમાના પાંદડા

હવે તમારે બસ 3 સ્ટેપ કરવાના છે

સૌથી પહેલા અજમાના પાંદડા તમે ધોઈને સુકવી લો.

તેને તવા ઉપર તમે ફેરવી ફેરવીને શેકો જેથી તે ડ્રાઈ થઇ જાય.

જયારે તે પાંદડા ડ્રાઈ થઇ જાય તો તમે તેનો ભૂકો કરી લો. તે હાથથી ભૂકો કરી શકાશે અને બસ તે હશે તમારો ઓરીગેનો

નોંધ : તમે તેને તડકામાં સુકવી શકો છો, પણ તે ઘણા દિવસો સૂકવવામાં જતા રહેશે, એટલા માટે સૌથી સરળ એ રહેશે કે તમે તેને તવા ઉપર શેકી લો. જો તમે તેને માઈક્રોવેવ કરવા માગો તો તે પણ કરી શકો છો, પણ વચ્ચે વારવાર તેને ફેરવો જેથી તે બંને તરફ સારી રીતે શેકાઈ જાય અને સુકાઈ પણ જાય.
શરુઆતમાં લીલા દેખાશે, પણ હવે તમે તેને સ્ટોર કરી લેશો તો તે બજારમાં મળતા ઓરીગેનો જેવા જ બ્રાઉન થઇ જશે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક ઉપર શેર જરૂર કરો. આ પ્રકારના બીજા રોચક લેખ વાચવા માટે જોડાયેલા રહો

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.