કેવી રીતે પહોચવું કુંભ મેળામાં, ક્યાં છે રહેવાની વ્યવસ્થા, બસ એક ક્લિકમાં જાણો બધી જ માહિતી

કુંભ મેળો ૨૦૧૯ : તમે જો દિલ્હી, મુંબઈ કે કેરળમાં રહો છો અને પ્રયાગરાજ ક્યારેય નથી ગયા તો તમારા મનમાં સૌથી પહેલા પ્રશ્ન એ થશે કે તમે કુંભ મેળામાં પહોંચશો કેમ? ફ્લાઈટથી પહોંચશો, બસ ક્યાંથી મળશે, એ તમામ પ્રશ્નોના જવાબ અહિયાં મળશે.

લખનઉ દુનિયાનો સૌથી મોટો કુંભ મેળો (કુંભ મેળો ૨૦૧૯) શરુ થવામાં હવે બસ થોડા જ દિવસ જ બાકી રહ્યા છે. આવતા વર્ષ એટલે ૨૦૧૯ માં સંગમ નગરી પ્રયાગરાજમાં ભરાતા કુંભ મેળાના શાહી સ્નાનની તારીખની જાહેરાત થઇ ગઈ છે. શાહી સ્નાન ૧૫ જાન્યુઆરીથી શરુ થશે. તેવામાં તમે જો કુંભ મેળામાં જઈ રહ્યા છો કે જવા માંગો છો તો કેવી રીતે જશો? અને ક્યા રોકાશો? આ બે પ્રશ્ન તમારા મગજમાં સૌથી પહેલા આવશે. પ્રવાસ અને રોકાવાની જાણકારી તમને આ સમાચાર માંથી મળશે.

કેવી રીતે પહોંચશો પ્રયાગરાજ?

તમે જો દિલ્હી, મુંબઈ કે કેરલમાં રહો છો અને પ્રયાગરાજ ક્યારેય નથી ગયા તો તમારા મનમાં સૌથી પહેલા પ્રશ્ન એ થશે કે તમે કુંભ પહોંચશો કેવી રીતે? ટ્રેનની ટીકીટ જો પ્રયાગરાજ જંક્શન કે પ્રયાગ સ્ટેશનની નથી મળતી તો તમે કયા સ્ટેશનની ટીકીટ લેશો, જ્યાંથી તમે સરળતાથી કુંભ મેળા સુધી જઈ શકો છો. ફ્લાઈટથી કેવી રીતે પહોંચશો, બસ ક્યાંથી મળશે, આ તમામ પ્રશ્નોના જવાબ તમને અહિયાં મળશે. તો સૌથી પહેલા જોઈએ છીએ કે કુંભ માટે ફ્લાઈટ કનેક્ટીવીટી શું છે.

ફ્લાઈટ (વિમાન) દ્વારા કેવી રીતે પહોંચશો પ્રયાગરાજ :

પ્રયાગરાજ એયરપોર્ટ બમરોલીથી કુંભ મેળા વિસ્તારનું અંતર લગભગ ૧૨ કી.મી. છે. તમે આ શહેરો માંથી પ્રયાગરાજ સીધા પહોંચી શકો છો.

ક્યાંથી – સંચાલક કંપની – ક્યા દિવસે

દિલ્હી – એયર ઇન્ડિયા – દરરોજ

લખનઉ – જેટ એયરવેજ – મંગળ/ગુરુ/રવી

પટના – જેટ એયરવેજ – મંગળ/ગુરુ/રવી

ઇન્દોર – જેટ એયરવેજ – સોમ/બુધ/શની

નાગપુર – જેટ એયરવેજ – સોમ/બુધ/શની

આ શહેરો માંથી જલ્દી શરુ થશે સેવાઓ

શહેર – સંચાલન કંપની

પુણે – ઈન્ડીગો એયરલાઈન્સ

રાયપુર – ઈન્ડીગો એયરલાઈન્સ

બેંગ્લોર – ઈન્ડીગો એયરલાઈન્સ

ભુવનેશ્વર – ઈન્ડીગો એયરલાઈન્સ

ભોપાલ – ઈન્ડીગો એયરલાઈન્સ

દહેરાદુન – ઈન્ડીગો એયરલાઈન્સ

મુંબઈ – ઈન્ડીગો એયરલાઈન્સ

ગોરખપુર – ઈન્ડીગો એયરલાઈન્સ

કોલકત્તા – જુમ એયર

લખનઉ – ટર્બો એનીવેશન

ટ્રેનથી કેવી રીતે પહોંચવું કુંભ?

જો તમે ક્યારેય પ્રયાગરાજ નથી ગયા તો બની શકે છે, કે તમને લાગી રહ્યું હશે કે ત્યાં પહોંચવા માટે ઇલાહાબાદ જંકશન, પ્રયાગ ઘાટ કે પ્રયાગ જંક્શન જ છે. પરંતુ એવું નથી. તમે આ રેલ્વે સ્ટેશનની ટીકીટ કરાવીને સરળતાથી કુંભ મેળા સુધી પહોંચી શકો છો. તેવા કુલ ૧૦ રેલ્વે સ્ટેશન છે.

સ્ટેશન, સ્ટેશન કોડ, કુંભ મેળા વિસ્તારનું અંતર

ઇલાહાબાદ છીવકી – (ACO)- 9.4 કી.મી.

નૈની જંક્શન – (NYN)- 7.2 કી.મી.

ઇલાહાબાદ જંકશન – (ALD)- 6.5 કી.મી.

ફાફામઉ જંકશન – (PFM)- 11.9 કી.મી.

સુબેદારગંજ – (SFG)- 11.2 કી.મી.

ઇલાહાબાદ સીટી – (ALY)- 3.8 કી.મી.

દારાગંજ – (DRGJ)- 1.3 કી.મી.

ઝુસી – (JI)- 7.6 કી.મી.

પ્રયાગ ઘાટ – (PYG)- 1.5 કી.મી.

પ્રયાગ જંકશન – (PRG)- 5.0 કી.મી.

આ તમામ રેલ્વે સ્ટેશન દેશના ખૂણે ખૂણા સાથે જોડાયેલા છે. તેવામાં તમે આઈઆરસીટીસી દ્વારા સીટ બુકિંગ કરાવી શકો છો. તે ઉપરાંત કુંભ મેળામાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ૮૦૦ સ્પેશ્યલ ટ્રેન પણ ચાલશે. દેશના દરેક ઝોન માંથી ૬ વિશેષ ટ્રેનો હશે. નોર્થ સેન્ટ્રલ રેલ્વેના પીઆરઓ એનસીઆર અમિત માલવિયનું કહેવું છે, કે કુંભ મેળામાં આવવા વાળા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે દેશના દરેક રેલ્વે ઝોન માંથી પાંચ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે રેલ્વે ૫૦૦૦ પ્રવાસી ભારતીયોને પ્રયાગરાજથી નવી દિલ્હી લઇ જવા માટે પાંચ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની યોજના પણ બનાવી રહી છે. તે ઉપરાંત પ્રયાગરાજ વિસ્તાર અંતર્ગત આવવા વાળા તમામ સ્ટેશનો માટે અનારક્ષિત ટીકીટોના બુકિંગ ૧૫ દિવસ પહેલા જ કરાવી શકો છો.

બસની સુવિધા :

પ્રયાગરાજ વિસ્તારમાં ચાર બસ સ્ટેન્ડ છે, જ્યાં દેશના જુદા જુદા શહેરોથી સરળતાથી પહોંચી શકાય છે. સિવિલ લાઈન બસ સ્ટેન્ડથી મેળા વિસ્તાર માત્ર પાંચ કી.મી. ના અંતરે છે. તે ઉપરાંત ઝીરો રોડ બસ સ્ટેન્ડ ૪.૯ કી.મી, લીડર રોડ બસ સ્ટેન્ડ ૬.૬ કી.મી, અને ઝુંસી બસ ડેપોનું અંતર મેળા વિસ્તારથી માત્ર ૬.૯ કી.મી. છે.

ઉત્તર પ્રદેશ : કુંભ માટે ચાલશે ૮૦૦૦ સ્પેશ્યલ બસો :

કુંભમાં ગંગા સ્નાન કરવા વાળા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય રોડ પરિવહન નિગમ ૮૦૦૦ બસો ચલાવશે. રાજ્યના તમામ જીલ્લા માંથી પ્રયાગરાજ માટે વિશેષ બસોનું સંચાલન થશે. આમ તો શરુમાં પહેલા ૬૦૦૦ બસો જ ચલાવવામાં આવશે. ૨૦૦૦ બસો બેકઅપ તરીકે રહેશે.

લખનઉથી ચાલશે ૪૦૦ બસો, એડવાન્સ બુકિંગમાં ૧૫ ટકા સુધી રાહત :

પ્રયાગરાજ કુંભ મેળા માટે લખનઉ રીજન ૪૦૦ બસો ચલાવશે. નોન સ્ટોપ વિશેષ સેવાઓ બસ સ્ટેશનથી નીકળીને બીજે ક્યાય નહિ રોકાય. કુંભ સ્પેશ્યલ બસોનું સંચાલન આલમબાગ, ચારબાગ અને કેસરબાગ બસ સ્ટેશનથી કરવામાં આવશે. પ્રયાગરાજ પહોંચ્યા પછી મિલા વિસ્તાર સુધી જવા માટે શ્રદ્ધાળુઓને મફત શટલ બસ સેવા મળશે. એટલું જ નહિ બસમાં મુસાફરી માટે શ્રદ્ધાળુ એડવાન્સમાં સીટ બુક કરાવી શકે છે. તેના ભાડામાં ૫ થી ૧૫ ટકા રાહત મળશે.

આ તારીખોમાં બસોનું સંચાલન :

પહેલો તબ્બકો – ૧૩ થી ૨૯ જાન્યુઆરી સુધી ૨૦૦ બસો.

બીજો તબ્બકો – ૩૦ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી ૪૦૦ બસો.

ત્રીજો તબ્બકો – ૧૫ ફેબ્રુઆરીથી ૫ માર્ચ સુધી ૨૦૦ બસો.

પ્રયાગરાજમાં રોકાશો ક્યાં?

હવે તમે કુંભ સ્નાન માટે પ્રયાગરાજ જવાનો પ્લાન બનાવો છો, ત્યાં પહોચ્યા પછી તમારા મનમાં બીજો સૌથી મોટો પ્રશ્ન જે હશે તે એ હશે કે ત્યાં રોકાવું ક્યાં. તો આ સમસ્યાનું સમાધાન પણ તમને મીનીટોમાં મળી જશે. જો તમે ટેન્ટોમાં રોકાવા માંગો છો તો કલ્પવૃક્ષ (www.kalpvrikash ડોટ in, Mob-9415247600), કુંભ કેનવાસ (www.kumbhcanvas ડોટ com, Mob-6388933340), વૈદિક ટેન્ટ સીટી ઇન્દ્રપ્રસ્થમ સીટી (www.indraprasthamcity ડોટ com, Mob-8588857881) ની વેબસાઈટ કે મોબાઈલ નંબર ઉપર ફોન કરીને તમારું બુકિંગ કરાવી શકો છો. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ વિભાગ (ઉત્તર પ્રદેશ સરકાર) પણ કુંભ મેળા ૨૦૧૯ માં પ્રવાસીઓને રહેવા માટે સુવિધા આપી રહી છે, જેનો કોઈ પણ વ્યક્તિ ચાર્જ આપીને લાભ લઇ શકે છે. તેની સંપૂર્ણ જાણકારી આ વેબસાઈટ ઉપર મળશે. www.ogabnb ડોટ com

રેલ્વે સ્ટેશનો ઉપર પણ રોકવાની સુવિધા :

થોડા દિવસો પહેલા કેન્દ્રીય રેલ મંત્રી પીયુષ ગોયલએ ટ્વીટ કરીને જાણકારી આપી, કે ઇલાહાબાદ જંક્શન ઉપર લગભગ ૧૦૦૦૦ પ્રવાસીઓની ક્ષમતા વાળા ચાર રહેણાંક પણ બનાવવામાં આવશે. આ રહેણાંકમાં વેન્ડિંગ સ્ટોલ, વોટર બુથ, ટીકીટ કાઉન્ટર, એલસીડી ટીવી, પીએ સીસ્ટમ અને સીસીટીવી કેમેરા હશે. તેવામાં રોકાવા માટે આ સુવિધાનો પણ લાભ ઉઠાવી શકો છો.