જો તમે ઈચ્છો છો તમારા ફેસબુક એકાઉન્ટની સાથે ન થાય કોઈ કાંડ, તો આ આર્ટીકલ ધ્યાનથી વાંચો લો

સેફ નથી ફેસબુક, એ પહેલા કે કોઈ પરેશાની થાય, એનાથી બચવાની રીત જાણી લો.

રેવતી છેલ્લા પાંચ વર્ષથી ફેસબુક વાપરી રહી હતી. એણે વધારે કોઈને નહિ, ફક્ત કોલેજમાં ફ્રેન્ડ્સ, થોડા કોમન ફ્રેન્ડ્સ અને ઘરવાળાઓને ફ્રેન્ડલિસ્ટમાં રાખ્યા હતા. જૂની સ્કૂલના થોડા ટીચર પણ આ લિસ્ટમાં હતા. કયારેક થોડા ફોટા પોસ્ટ કરી લેતી હતી. કયારેક કોઈના ફોટા લાઈક કરી લેતી હતી. મનમાં કંઈક પસંદ પડી ગયું તો શેર પણ કરી લેતી હતી.

એક દિવસ સવારે ઉઠીને એણે પોતાનો ફોન ચેક કર્યો, તો ઘણા મેસેજ અને મિસ્ડ કોલ્સ હતા. એણે એ બધા મેસેજ વાંચ્યા, અને સ્તબ્ધ થઇ ગઈ. એ મેસેજ કંઈક આવા હતા.

“આ શું પોસ્ટ કરી રહી છે?”

“રેવતી મને કોલ કર, શું થઇ ગયું છે તને? મગજ તો ખરાબ નથી થઇ ગયું?”

“દીકરી પપ્પા તને ફોન કરી રહ્યા છે. દરેક લોકો પરેશાન છે. તારી પાસે આવી આશા ન હતી.”

“રેવતી શું થયું? તારું ફેસબુક ચેક કર.”

એટલે રેવતીએ પોતાના ફોનમાં ફેસબુક એપ ખોલી. એનું એકાઉન્ટ લોગ આઉટ થઇ ગયું હતું. ફરીથી લોગ ઈન કરવા માટે એણે પાસવર્ડ નાખ્યો, પણ એ રિજેકટ થઇ ગયો. એનું એકાઉન્ટ હવે એના કંટ્રોલની બહાર હતું. એ તરત પોતાની રૂમમેટ પાસે ગઈ અને એના ફેસબુક એકાઉન્ટ પરથી પોતાનું પ્રોફાઈલ ચેક કર્યુ. અને જોયું તો કોઈએ ઘણા જ વલ્ગર, અભદ્ર ફોટા પોસ્ટ કરી રાખ્યા હતા. અમુક અમુક વેબસાઈટ પરથી ન્યૂડ ફોટા લઈને પોસ્ટ કર્યા હતા. અને એને પોસ્ટ કર્યા પછી વલ્ગર કેપ્શન લખ્યા હતા.

રેવતીનો શ્વાસ હલકમાં અટકી ગયો. એવું એણે કયારેય વિચાર્યુ પણ ન હતું. એણે ઘરે વાત કરી, અને બધી હકીકત જણાવી. ત્યારબાદ એની મોટી બહેને પોતાના મિત્રની સલાહ લીધી અને એના પ્રોફાઈલને રિપોર્ટ કરાવ્યુ. રેવતીનું પ્રોફાઈલ ડી-એક્ટિવેટ થઇ ગયું. થોડા દિવસો સુધી એણે ફેસબુક તો શું દરેક સોશિયલ મીડિયાથી અંતર બનાવી લીધું.

રેવતી જેવું કંઈક તમારી સાથે પણ થઇ શકે છે. જરૂરી નથી કે એવી રીતે જ થાય. પરંતુ સોશિયલ મીડિયા વાપરતા સમયે થોડી વસ્તુ એવી હોય છે, જેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. હાલમાં જ ફેસબુકે પેપરોમાં એડ છપાવી. કોઈનાથી પરેશાન છો તો બ્લોક કરવાનો મંત્ર સમજાવ્યો. જે બચ્યું તે અમે આજે જણાવી દઈશું. જેમ કે રિપોર્ટ કેવી રીતે કરી શકો છો અને કયા ક્યા ઓપ્શન છે.

1. કોઈ વારંવાર મેસેજ કરીને પરેશાન કરી રહ્યું છે તો શું કરવું?

આવું થવા પર તમે એ વ્યક્તિને બ્લોક કરી શકો છો. એના પ્રોફાઈલ પર જાવ, મોબાઈલ પર પ્રોફાઈલ ખુલશે. સૌથી ઉપર જમણી તરફ ત્રણ ટપકાં બન્યા હશે. એના પર ક્લિક કરો. થોડા ઓપ્શન ખુલશે. એમાંથી બ્લોક પર ક્લિક કરો. હવે એ વ્યક્તિ તમને પરેશાન નહિ કરી શકે. જો એ વ્યક્ત્તિ વારંવાર એવું કરે છે, તો તમે એના પ્રોફાઇલને રિપોર્ટ કરી શકો છો. આ ઓપ્શન પણ એ ત્રણ બિંદુઓ પર ક્લિક કરવાથી આવશે.

2. ફ્રેન્ડ લિસ્ટમાં કોઈની પોસ્ટ ઇરિટેટ કરી રહી છે તો શું કરવું?

જો તમારી ફ્રેન્ડ લિસ્ટમાં કોઈ એવું પ્રોફાઈલ છે જેની પોસ્ટ તમને પસંદ નથી, પણ તમે એને અનફ્રેન્ડ પણ નથી કરવા માંગતા, તો તમારી પાસે એક ઓપ્શન છે. એના માટે પહેલા એના પ્રોફાઈલ પર જાવ. ફ્રેન્ડ્સ પછી ફોલોઇંગનું ઓપ્શન તમને ભૂરા રંગનું દેખાશે. એની પર ક્લિક કરો. હવે તમને ત્રણ ઓપ્શન દેખાશે, અનફોલો, ડિફોલ્ટ અને સી ફર્સ્ટ. અનફોલો પર ક્લિક કરો. હવે આ વ્યક્તિની પોસ્ટ તમને દેખાવાની બંધ થઈ જશે. આ વાત એમને ખબર પડશે નહિ. પણ હાં, જો તમે એને ફરીથી ફોલો કરશો, તો એમને ખબર પડી જશે.

3. કોઈ વ્યક્તિ કંઈક વલ્ગર પોસ્ટ કરે છે અને અમે અનકમ્ફર્ટેબલ છો તો શું કરવું?

માની લો કે તમારી ફ્રેન્ડ લિસ્ટમાંથી કોઈએ કઈંક એવું પોસ્ટ કર્યુ જે વલ્ગર છે. અથવા એવું છે કે ફેસબુક જેવી કમ્યુનિટી વેબસાઈટ પર નહિ હોવું જોઈએ. જેવું કે ચાઈલ્ડ પોર્ન, પ્રોસ્ટિટ્યુશન વગેરે સાથે જોડાયેલી વસ્તુઓ. તમે એને રિપોર્ટ કરી શકો છો. એના માટે તમારે પ્રોફાઈલ રિપોર્ટ કરવાની જરૂર નથી. ફક્ત એ પોસ્ટની સૌથી ઉપર જમણી તરફ ત્રણ ટપકા જોવા મળશે. એના પર ક્લિક કરો. તો રિપોર્ટનું ઓપ્શન આવશે. એના પર ક્લિક કરો. આગળ ઘણા બધા રીઝન આવશે, એમાંથી જે તમને યોગ્ય લાગે એના પર ક્લિક કરો. થઇ ગયું રિપોર્ટ.

4. કોઈ તમારી સહમતિ વગર તમારા ફોટા પોસ્ટ કરે તો શું કરવું?

તો એ ફોટા પર ઉપરની તરફ ત્રણ ડોટ દેખાશે. એના પર ક્લિક કરો. એમાં તમને ઘણા ઓપ્શન દેખાશે. એમાંથી નોન કોન્સેન્સુઅલ ઈમેજ ઓપ્શન પર ક્લિક કરો. એમાં ઘણો સમય લાગે છે, અને જરૂરી નથી કે તે ફોટો હટી જ જાય. એવામાં સૌથી યોગ્ય પગલું એ જ હોય છે કે જે વ્યક્તિએ ફોટો પોસ્ટ કર્યો છે, એને સીધે સીધું કહી દો. એને પોલીસ પાસે જવાની વાત પણ કહી દો. જો એણે ફોટો નહિ હટાવ્યો તો તમે પોલીસની મદદ લઇ શકો છો.

5. પોતાનું એકાઉન્ટ લેવી રીતે સેફ કરવું?

ફેસબુક એપમાં સૌથી પહેલા જમણી તરફ ત્રણ લાઈન દેખાશે. એના પર ક્લિક કરો. ત્યારબાદ એમાં સેટિંગ અને પ્રાઇવસીમાં જાવ. અને સેટિંગમાં ક્લિક કરો, અને સિક્યુરિટી એન્ડ લોગ ઇનમાં જાવ. એમાં તમને બે વસ્તુ દેખાશે. એક તો ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ, બીજું ટુ ફેક્ટર ઓથન્ટિકેશન. ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ એ વસ્તુ છે જે તમારા અસલ જીવનમાં પણ ઘણા ભરોસા પાત્ર હોય છે. જો તમારું એકાઉન્ટ હેક થઇ જાય છે, તો ફેસબુક એમને કોન્ટેક્ટ કરી કન્ફર્મેશન લેશે.

ટુ ફેક્ટર ઓથન્ટિકેશનને ઓન કરી લો. એનાથી એ થશે કે જો કોઈ નવા ફોન અથવા લેપટોપથી તમારા એકાઉન્ટમાં ઘુસવાનો પ્રયત્ન કરશે, તો ફેસબુક તમને મેસેજ મોકલીને ચેક કરશે કે ભાઈ તમે જ છો ને કોઈ બીજું તો નથી ને.

6. જો તમારું એકાઉન્ટ હેક થઇ જાય તો શું કરવું?

અમે વાત કરી સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ડોમિનિક કરુનેસુદાસ સાથે. તે ટેક્નિટિક્સ કન્સલ્ટિંગના ફાઉન્ડર અને મેનેજીંગ ડાયરેક્ટર છે. એમણે જણાવ્યું કે એકાઉન્ટ હેક થઇ જવાની સ્થિતિમાં શું કરવું જોઈએ.

સૌથી પહેલા તો નજીકના સાઇબર સેલમાં લેખિત એપ્લિકેશન આપો. એનો ફાયદો એ છે કે તમારી પાસે લેખિતમાં પ્રુફ હશે કે તમારું તમારા એકાઉન્ટ પરથી કંટ્રોલ હતી ગયું છે. હવે એના પર જે પણ થશે, એની જવાબદારી તમારી નથી. નજીકના સાઇબર સેલમાંથી લેખિત એપ્લિકેશન લઇ આવો કે ફલાણા ફલાણા દિવસે અને સમયે તમારું એકાઉન્ટ હેક થઇ ગયું છે. એનું એક્નોલેજમેન્ટ લો. ત્યારબાદ તમે પોતાના મિત્રો અથવા ઘરવાળાઓને કહીને એ પ્રોફાઇલને રિપોર્ટ કરાવી દો.

પોતાને સેફ રાખો. સાઇબર સેલની મદદ લેવાથી ગભરાવું નહિ. થોડી જાગૃતિ તમને ઘણી મુશ્કેલીઓથી બચાવી શકે છે.