ઘરમાં આ રીતે સ્ટોર કરો મીઠાઈઓ તો અઠવાડિયા સુધી જળવાઈ રહેશે ફ્રેશ, જાણો ઉપયોગી ટીપ્સ.

મીઠાઈઓને ફ્રેશ રાખવા અને ખરાબ થવાથી બચાવવા માટે આ ટીપ્સ ફોલો કરી શકો છો, ઘણી ઉપયોગી સાબિત થશે.

ફેસ્ટીવલ સીઝન આવતા જ ઘરમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જોવા મળે છે. હવે મીઠાઈઓને એક દિવસમાં પૂરી નથી કરી શકાતી, આથી ઘણા લોકો તેને સ્ટોર કરી લે છે. મીઠાઈઓને ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, પણ તે ફ્રેશ નથી રહી શકતી. મીઠાઈઓ ખાવામાં ત્યાં સુધી સારી લાગે છે, જ્યાં સુધી તે ફ્રેશ હોય છે, ત્યાર પછી તેનો સ્વાદ બદલાવા લાગે છે. મીઠાઈઓ ફ્રેશ રહે તેના માટે ઘણા લોકો તેને ફ્રીઝમાં રાખી દે છે. પણ જો તેને રાખવાની પદ્ધતિ ખોટી છે તો તે ફ્રેશ નથી રહી શકતી.

કેટલીક મીઠાઈઓને 10 કે પછી 15 દિવસ સુધી ખાઈ શકાય છે. પણ મોટાભાગની મીઠાઈઓને એક અઠવાડિયાથી વધુ દિવસ સુધી સ્ટોર કરવી એટલે તેને ખરાબ કરવી એવું ગણાય છે. ખાસ કરીને મીઠાઈઓની પણ એક એક્સપાયરી ડેટ હોય છે, ત્યાર પછી તે ખાવાથી તબિયત ખરાબ થઇ શકે છે. મીઠાઈઓને ફ્રેશ રાખવા માટે તમે કેટલીક ટીપ્સ અજમાવી શકો છો. આવો જાણીએ.

ઈમરતીને આવી રીતે રાખો ફ્રેશ : માર્કેટ માંથી ખરીદ્યા પછી ઈમરતી બીજા દિવસે સુકી દેખાવા લાગે છે. તે ખાવામાં ઘણી કડક બની જાય છે, એવામાં તમે એક કામ કરી શકો છો. ઈમરતી સુકી છે તો તેના માટે ઘરે થોડી ચાશુંણી બનાવો અને તેમાં બધી ઈમરતીને ડુબાડી દો. ચાશણી થોડી પાતળી બનાવો અને ત્યાર પછી તેને સ્ટીલના કોઈ સ્વચ્છ વાસણમાં રાખી દો.

જો તમારી પાસે ફ્રીઝ છે તો તેની અંદર ઈમરતીને મૂકી દો. જો નથી તો એક મોટા એવા વાસણમાં પાણી ભરી લો અને તેની ઉપર કંટેનરને મૂકી દો. આ રીતે ઈમરતી 5 થી 6 દિવસ સુધી ફ્રેશ રહેશે. આ રીત તમે જલેબી સાથે પણ અજમાવી શકો છો.

ઘરે બનેલી મીઠાઈઓ ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે, કેમ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુ એકદમ શુદ્ધ હોય છે. પણ તેને સ્ટોર કરતી વખતે હંમેશા મહિલાઓ કેટલીક ભૂલો કરી દે છે, જેના કારણે જ તે ખરાબ થવા લાગે છે. સૌથી પહેલી વાત ઘરે સીમિત પ્રમાણમાં જ મીઠાઈઓ બનાવો. જો તમારે લાડુ, બરફી જેવી મીઠાઈઓ બનાવવી છે તો તેને ઠંડી થયા પછી જ કોઈ ટાઈટ કંટેનરમાં શિફ્ટ કરો.

ગરમ મીઠાઈને કંટેનરમાં રાખ્યા પછી તે પાણી છોડવા લાગે છે. ઢાંકણા ઉપર જામેલું પાણી મીઠાઈ ઉપર જ પડે છે, ત્યાર પછી તે જલ્દી ખરાબ થવા લાગે છે. અને ઘરે બનેલી મીઠાઈઓ મોટાભાગે ઘી માંથી બનેલી હોય છે, તેને સારી રીતે રાખવામાં આવે તો ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે.

મીઠાઈઓને કીડીથી બચાવો : મીઠાઈઓને ફ્રેશ રાખવા માટે ઘણું જરૂરી છે કે તમે તેને કીડીઓથી બચાવી રાખો. માર્કેટ માંથી ખરીદવામાં આવેલી મોટાભાગની મીઠાઈઓ બોક્સમાં આવે છે, જેમાં કીડીઓ જલ્દી લાગી જાય છે. તેથી તેને બચાવવા માટે તમે માર્કેટ માંથી લાવેલી મીઠાઈને તરત કોઈ એયર ટાઈટ વાસણમાં શિફ્ટ કરી ફ્રીઝમાં રાખી દો. અને માવાની મીઠાઈ કે પછી દૂધ માંથી બનેલી મીઠાઈઓને 2 દિવસથી વધુ ન રાખો, કેમ કે તે જલ્દી ખરાબ થઇ જાય છે. અને મીઠાઈને ફ્રેશ રાખવા માટે સ્ટીલ કે પછી કાંચના વાસણનો ઉપયોગ કરો.

આ ટીપ્સની મદદથી તમે પણ મીઠાઈને ફેશ રાખી શકો છો. આ આર્ટિકલને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહિ. આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.