હાઉડી મોદીની જેમ હવે ભારતમાં ‘હાઉડી ટ્રંપ’, ગુજરાતમાં વોટ માંગશે ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં થવાવાળી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ત્યાં રહેતા ભારતીય મૂળના અમેરિકી વોટર્સને રીઝવવા માટે ભારતમાં ડોનાલ્ડ ટ્રંપ માટે હાઉડી મોદી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં થયેલા ઘણા લોકપ્રિય હાઉડી મોદી કાર્યક્રમના સફળ થયા પછી, ટ્રંપ પણ બીજેપીના ગઢ ગુજરાતમાં એવા જ એક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમ અમદાવાદમાં આયોજિત કરવામાં આવી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારતના પ્રવાસ દરમિયાન આ પ્રકારનું આયોજન થવાની સંભાવના છે.

ભારતમાં ડોનાલ્ડ ટ્રંપના કાર્યક્રમની તૈયારી કરી રહેલા લોકો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ત્રણ દિવસના ભારતના પ્રવાસ દરમિયાન દિલ્હીને છોડીને જો તે બીજા કોઈ શહેરમાં જશે તો તે અમદાવાદ હશે, જ્યાં આ પ્રકારના કાર્યક્રમની શરૂઆતી તૈયારી કરવામાં આવી રહી છે. આયોજનકર્તાઓ અનુસાર આ કાર્યક્રમમાં ટ્રંપ સાથે પીએમ મોદી પણ શામેલ થશે.

રિપોર્ટ અનુસાર હાઉડી મોદીની જેમ હાઉડી ટ્રંપ કાર્યક્રમમાં ગુજરાતી મૂળના અમેરિકી નાગરિકો પણ ભાગ લેશે. તેના સિવાય ટ્રંપના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ઓછા સમયગાળાના સોદાને લઈને પણ સમાધાન થઈ શકે છે.

આ સમાધાન અંતર્ગત જ્યાં અમેરિકી કંપનીઓને ભારતીય બજારમાં ઉતરવાની તક મળશે. તેમજ તેના બદલામાં અમેરિકા ફરીથી ભારતને પોતાના દેશમાં કારોબાર વધારવાની છૂટ આપશે, જેના પર ગયા વર્ષે ટ્રંપ સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.