હ્રદયને સ્વસ્થ રાખવા માટે જો કોઈ સમસ્યા હોય તો પણ દવાઓ સાથે આ કામ જરૂર કરો

હથેળીમાં હ્રદયને સ્વસ્થ રાખવા માટે પોઈન્ટ હોય છે જેની ઉપર નિયમિત પ્રેશર આપવાથી હ્રદયને લાભ મળે છે પ્રેશર આપવા માટે આંગળી કે લાકડાનો ઉપયોગ કરી શકાય છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે હથેળી ની મધ્યમાં બિંદુ હોય છે એટલે તે જગ્યા ઉપર બીજા હાથથી દબાણ આપવાનું હોય છે.

જુના જમાનામાં લોકો પોતે પોતાના હાથથી જ ઘરના અને ખેતીના ઘણા અઘરા મહેનત વાળા કામ કરતા હતા જેનાથી પોતાની જાતે જ તેમના હાથના બધા એક્યુંપ્રેશર પોઈન્ટ્સ દબાઈ જતા હતા અને શરીરને ખુબ સારું થતું હતું. હવે તો ગામના લોકો પણ શહેરના લોકોની જેમ સુવિધા ભોગવતા થઈને આરામનું જીવન જીવવાનું પસંદ કરે છે જેના લીધે હવે ગામમાં પણ ડાયાબીટીસ, હ્રદય વગેરે ના દર્દી ઘણા જોવા મળે છે.

હ્રદય લાલ રંગની થેલી જેવું અને ચાર વિભાગ વાળુ અંગ હોય છે જે શરીર ના બન્ને ફેફસા ની વચ્ચે અને છાતીની ડાબી બાજુ હોય છે. માણસના જીવન થી મૃત્યુ સુધી હ્રદય પોતાનું કામ કરતું રહે છે. મહિલાઓ ની તુલના માં પુરુષો ના હ્રદયની સાઈઝ મોટી હોય છે.

હ્રદય ના રોગથી બચાવું ખુબ જરૂરી છે. હ્રદયની મુખ્ય સમસ્યા જેવી કે હ્રદય હુમલો, બ્લડપ્રેશર અને છાતીમાં બળતરા વગેરે. એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કેવી રીતે એક્યુપ્રેશર દ્વારા તમે હ્રદયની બીમારીઓથી બચી શકો છો.

એક્યુપ્રેશર થી હ્રદય રોગનો ઉપચાર

હ્રદય સાથે જોડાયેલ પ્રતિબિંબ કેન્દ્ર ડાબું તળિયું તથા જમણી હથેળીમાં આંગળીઓ સાથે થોડું નીચે હોય છે. જ્યાં દબાવવાથી વધુ દુઃખાવો થાય એટલે કાંટા જેવું ખુંચવા લાગે, તે કેન્દ્રો ઉપર ધ્યાનથી દબાણ આપો. (જુઓ ઉપર ચિત્ર-1)

હ્રદયરોગો (heart problem) ના ઉપાય માટે સ્નાયુ સંસ્થાન, કીડની તથા ફેફસા નું સ્વસ્થ હોવું ખુબ જરૂરી છે. એટલે તેની સાથે જોડાયેલ પ્રતિબિંબ કેન્દ્રો ઉપર પણ દબાણ આપવું જોઈએ. (જુઓ ચિત્ર-2 અને 3)

હ્રદયરોગો ના ઉપાય અને હ્રદયને સશક્ત બનાવવા માટે અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ (પીટ્યુટરી, પીનીયલ, થાઈરોઈડ વગેરે) ની કામગીરીને વધુ શક્તિશાળી બનાવવાની જરૂર હોય છે. એટલે તેની સાથે જોડાયેલ પ્રતિબિંબ કેન્દ્રો ઉપર પણ દબાણ આપવું જોઈએ. હાલના સમયમાં અનિયમિત દિનચર્યા, અપ્રાકૃતિક ખાવા પીવાનું, કસરત અને શારીરિક પરિશ્રમ ન કરવો, દવાઓનું વધુ સેવન કરવું, અપૂર્તી ઊંઘ, માનસિક તનાવ, ચિંતા, ઈર્ષા, નશો કરવો વગેરે કારણે હ્રદયરોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.