આ 7 હસીનાઓ સાથે ઇશ્ક લડાવી ચુક્યા છે ઋતિક રોશન, એક સાથે બ્રેકઅપ પછી થયો હંગામો.

એક બે નહિ કુલ 7 સુંદરીઓ સાથે ઋતિક રોશનના રહ્યા છે અફેયર, આની સાથે બ્રેકઅપ થયા પછી હંગામો થયો હતો. બોલીવુડના સૌથી સ્ફૂર્તિલા અભિનેતામાં ગણવામાં આવતા ઋત્વિક રોશન પોતાની ફિલ્મોથી વધુ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેમનું નામ અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે, એટલું જ નહિ પરંતુ તે ફિલ્મોમાં જે અભિનેત્રી સાથે કામ કરે છે, તેની સાથે તેમનું નામ જોડાઈ જાય છે, આજે અને તમને આ લેખમાં ઋત્વિક રોશનના લવ અફેયર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ, ખરેખર ઋત્વિક રોશન કઈ કઈ અભિનેત્રીઓ સાથે રિલેશનશિપમાં રહી ચુક્યા છે.

1) કરીના કપૂર – બોલીવુડની બેબો કહેવાતી કરીના કપૂર સાથે ઋત્વિક રોશનનો ગંભીર અફેયર રહ્યું છે. સમાચારો મુજબ તો ‘મેં પ્રેમ દીવાની હું’ ફિલ્મના સમયથી જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો, પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ન ચાલી શક્યો. કહેવામાં આવે છે કે તે સમયે ઋત્વિક પરણિત હતો, જેના કારણે કરીના કપૂર સાથે તેનો સંબંધ તૂટી ગયો અને પછી કરીના કપૂર તેના જીવન માંથી દુર થઇ ગઈ.

priyanka chopra
priyanka chopra

2) પ્રિયંકા ચોપડા અને ઋત્વિક રોશન – બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ભલે લગ્ન કરીને વિદેશમાં સેટલ થઇ ગઈ છે, પરંતુ તેનું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ ચુક્યું છે. આ યાદીમાં ઋત્વિક રોશનનું નામ પણ રહેલું છે. માનવામાં આવે છે કે બંને વચ્ચે પ્રેમ ફિલ્મ ક્રીશના સેટ ઉપર થયો હતો અને પછી બંનેએ અગ્નિપથમાં પણ સાથે કામ કર્યું. આમ તો બંનેએ પોતાના સંબંધ વિષે ક્યારે પણ કોઈને ખુલીને વાત નથી કરી અને હવે બંનેના રસ્તા એકબીજાથી અલગ થઇ ગયા છે.

3) કેટરીના કૈફ અને ઋત્વિક રોશન – બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશનનું નામ કેટરીના કૈફ સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંને વચ્ચે પ્રેમ ફિલ્મ બેંગ બેંગના સેટ ઉપર થયો હતો, ત્યાર પછી બંનેના અફેયરના સમાચાર ઘણા વાયરલ થયા હતા. એટલું જ નહિ, કંગના રનૌતે કેટરીના કૈફ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેના કારણે જ તેના સંબંધ ઋત્વિક સાથે તૂટ્યા. તે ઉપરાંત, સલમાન ખાને પણ તે સમગ્ર બાબત ઉપર નિવેદન આપ્યું હતું કે ઋત્વિક રોશને કેટરીનાના જીવનથી દુર રહેવું જોઈએ. કેટરીના ઉપર સલમાન ખાનને ઘણો પ્રેમ હતો, તેની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો.

4) કંગના રનૌત અને ઋત્વિક રોશન – ફિલ્મ કાઈટ્સથી કંગના રનૌત અને ઋત્વિક રોશન વચ્ચે પ્રેમ વધ્યો હતો, જેનો અંત ઘણો જ દયાજનક રીતે થયો. એટલું જ નહિ, તે બંનેએ જેટલી લાઇમલાઈટ અફેયરમાં ન મળ્યા હતા, તેનાથી વધુ તેમણે વિવાદમાં મેળવ્યા. કંગના રનૌતે તો ઋત્વિક રોશન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી, ત્યાર પછી તે વિવાદ વધુ ચગી ગયો હતો. આમ તો હજુ પણ કંગના રનૌટ ઋત્વિક ઉપર કટાક્ષ કરવાની કોઈ તક છોડતી નથી.

5) બારબરા મોરી અને ઋત્વિક રોશન – બારબરા મોરી સાથે પણ ઋત્વિક રોશનનું નામ જોડાઈ ચુક્યું છે. બંને વચ્ચે પ્રેમ થયો હતો, પરંતુ બંનેએ ક્યારે પણ મીડિયા સામે પોતાના પ્રેમનો સ્વીકાર નથી કર્યો.

6) શ્વેતા બચ્ચન – બચ્ચન કુટુંબ સાથે પણ ઋત્વિક રોશનનો સંબંધ વિશેષ રહ્યો છે. આમ તો ઋત્વિક રોશનનું દિલ શ્વેતા બચ્ચન ઉપર આવ્યું હતું. બંને વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળતી હતી અને પછી હંમેશા શ્વેતાને અભિષેક સાથે ઋત્વિકના ઘરે જતા જોવા મળતા હતા. પરંતુ બંનેએ આ સંબંધ વિષે ક્યારે પણ કાંઈ ન કહ્યું.

7) સુજૈન ખાન અને ઋત્વિક રોશન – ઋત્વિક રોશનનું દિલ સુજૈન ખાન ઉપર આવી ગયું અને પછી બંનેએ લગ્ન પણ કર્યા. લગ્ન પછી થોડા વર્ષો સંબંધ ઘણા સારા રહ્યા, પરંતુ પાછળથી બંનેના છૂટાછેડા થઇ ગયા. આમ તો, હવે બંને ઘણા સારા મિત્ર છે અને તેને બે બાળકો પણ છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.