પતિ આ 3 કામ કરે તો હમેશા વફાદાર રહશે પત્ની, ગૈર-પુરુષ તરફ જોશે પણ નહિ

કોઈ પણ સંબંધોની અંદર વફાદારી સૌથી મહત્વની હોય છે, જો તમે સંબંધોમાં દગો આપો છો તો તે લાંબુ ચાલતા નથી. એમાં પતિ પત્નીના સંબંધો સૌથી વધુ નાજુક હોય છે, ખાસ કરીને આજના સમયમાં લગ્ન પછી છુટાછેડા થતા વાર નથી લગતી. આજકાલ કોઈ પણ વ્યક્તિને જીવન સાથે સમાધાન કરીને જીવવાનું નથી ગમતું. જો તે આ લગ્નથી ખુશ નથી કે તેને કોઈ તકલીફ પડી રહી છે, તો તે તમને છોડી કે દગો આપવામાં જરા પણ વિચારતા નથી.

તે બાબતમાં સૌથી વધુ તકલીફ પતિને પડે છે, પત્નીનું એવું છે કે એક મહિલા હોવાથી તેની પાસે પહેલેથી લગ્નની બીજી પણ ઘણી ઓફર તૈયાર રહે છે. તેને નવા પતિ શોધવામાં કોઈ વધુ તકલીફ નથી રહેતી. આમ તો પતિ માટે બીજી પત્ની શોધવી થોડી મુશ્કેલ બની જાય છે. તેવામાં પતિને એ બાબત ઉપર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ કે, તે પોતાના વિવાહિત જીવનમાં કોઈ એવી ભૂલ ન કરી બેસે કે તેની પત્ની તેની સાથે દગો કરી દે. તેવામાં આજે અમે તમને થોડી એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે કર્યા પછી તમારી પત્ની તમને ક્યારે પણ દગો નહિ આપે.

૧. પ્રેમનો દેખાવ :

તમારી પત્ની સાથે પ્રેમ કરવો જ પુરતું નથી હોતું, પરંતુ તમારે સમય સમય ઉપર તેને પ્રદર્શિત પણ કરતા રહેવું પડે છે. મહિલાઓને તે દેખાડો અને પ્રેમનું પ્રદર્શન વગેરે વસ્તુ પસંદ હોય છે. હંમેશા કપલ લગ્ન પહેલા કે શરુઆતના વર્ષોમાં ઘણું આઈ લવ યુ કહે છે, અને પત્ની સાથે મીઠી અને રોમાન્ટિક વાતો કરે છે.

આમ તો પાછળથી તેમના એ વર્તન બદલાઈ જાય છે. તેવામાં તમે એક પતિ હોવાને હિસાબે હંમેશા તમારી પત્ની સામે પ્રેમનું પ્રદર્શન કરતા રહો. તેને એ અનુભવ અપાવો કે, તે તમારા માટે દુનિયાની સૌથી ઈમ્પોર્ટેન્ટ મહિલા છે. પછી જુવો તે તમને છોડવા વિષે ક્યારે પણ વિચારશે જ નહિ.

૨. રોમાન્સ અને વેકેશન :

દરેક મહિલાની થોડી શારીરિક જરૂરીયાતો પણ હોય છે. તેવામાં લગ્નના થોડા વર્ષો પછી પણ તમારી અંદર રોમાન્ટિક હિરોને જાગૃત રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકથી બે વખત સારો એવો રોમાન્સ કરો. માત્ર ઘરે જ નહિ પણ વેકેશન ઉપર જાવ અને ત્યાં પણ એક બીજાના બની જાવ. તે ઉપરાંત દરેક વીકેંડ ઉપર પત્નીને ફરવા અને શોપિંગ કરાવવા પણ લઇ જાવ. તે બધી બાબતોથી તમારા બંને વચ્ચેનો પ્રેમ હંમેશા જીવિત રહેશે, અને પત્ની કોઈ બીજા પુરુષ સાથે પ્રેમ નહિ કરે.

3. પોતાની ગ્રૂમીંગ :

લગ્ન પહેલા તો પતિ છોકરીઓને પટાવવા કે ઈમ્પ્રેસ કરવા માટે પોતાનું ઘણું ધ્યાન રાખે છે. પરંતુ લગ્ન પછી તે એ બાબતમાં ઘણા આળસુ બની જાય છે. લગ્નના સમય સાથે તમારી ઉંમર પણ વધતી જાય છે. તેવામાં તમે તમારી ફીટનેશનું ધ્યાન રાખો.

વજન કંટ્રોલમાં રાખો અને કસરત કરો. યોગ્ય ડાયટ લો. તેનાથી તમારું શરીર આકર્ષક બનશે. ફેશનની બાબતમાં પણ તમે થોડા એક્ટીવ રહો. સારી રીતે તૈયાર થઇ અને સારા કપડા પહેરો. આવી રીતે તમારી પત્ની તમારાથી ક્યારે કંટાળશે નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.