લગ્નના દસ મહિના પછી પતિને થઇ હતી જેલ, 72 વર્ષ પછી મળ્યા તો આવી રહી પહેલી મુલાકાત

બોલીવુડ ફિલ્મ વીર-ઝારા તો લગભગ તમે બધાએ જોઈ જ હશે. આ ફિલ્મમાં બે પ્રેમ કરવા વાળા વિષે દેખાડવામાં આવ્યું હતું, જે એક-બીજાને પ્રેમ કરતા હોય છે પછી જુદા થઇ જાય છે. પરંતુ બંનેમાં પ્રેમ અને ભરોસો એટલો હોય છે કે 20 વર્ષ પછી પણ બંને મળી જાય છે. આ તો થઇ ફિલ્મોની વાર્તા, પરંતુ હવે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની વાર્તા આ ફિલ્મથી થોડી મળતી લાગી રહી છે.

આ વાર્તા એક એવા કપલની છે જે લગ્નના એક વર્ષ પછી જ એકબીજાથી જુદા થઇ ગયા, અને 72 વર્ષ પછી બંનેની ભેટ થઇ. આ આખો કિસ્સો છે કેરળના કન્નુરનો જ્યાં એક શારદા નામની મહિલા પોતાના પહેલા પતિથી 72 વર્ષ પછી મળી. મહિલાની ઉંમર 85 વર્ષ છે ત્યાં પતિ જેમનું નામ ઈ નારાયણન છે તે હવે 93 વર્ષના થઇ ગયા છે.

જાણો શું છે આખી હકીકત :

1946 માં શારદા અને ઈ નારાયણનના જયારે લગ્ન થયા હતા ત્યારે શારદાની ઉંમર ફક્ત 13 વર્ષની હતી અને નારાયણન ત્યારે 17 વર્ષના હતા. પરંતુ લગ્નના એક વર્ષ પણ પુરા થયા હતા નહિ કે બંને એક-બીજાથી જુદા થઇ ગયા.

નારાયણને કવુમબાઈના ખેડૂત અંદોલનમાં ભાગ લીધો હતો. નારાયણન પોતાના પિતા થાલિયાન રમન નાંબિયારની સાથે હતા પરંતુ આ આંદોલનના ચાલતા બંને અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા. પરંતુ બે મહીના પછી પોલીસે બંનેને પકડી લીધા અને બંનેને જેલમાં બંધ કરી દીધા.

ત્યાં બીજી તરફ બંનેની ધરપકડ થયા પછી શારદા અને તેમની સાસુ પોતાના ઘરમાં જ હતા, જ્યાં પોલીસ તે બંનેને પકડવા પહોંચી હતી. પરંતુ ત્યારે તેની સાસુએ કોઈ રીતે શારદાને પોલીસથી બચાવી, પરંતુ પોલીસ વાળાઓએ તેમના ઘરમાં આગ લગાવી દીધી. એ કારણે શારદાની સાસુએ તેને પાછી પિયર મોકલી દીધી.

શારદાના પિયરવાળાઓએ નારાયણનને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેની કોઈ જાણ થઇ નહિ. કેટલાક વર્ષો પછી નારાયણનની રાહ જોયા પછી જયારે તેમને નારાયણનના પાછા આવવાની કોઈ આશા રહી નહિ, તો શારદાના ઘરવાળાઓએ તેમના બીજા લગ્ન કરાવી દીધા.

બીજા લગ્ન પછી શારદાને 6 બાળક થયા જેમાંથી બે નું મૃત્યુ થઇ ગયું હતું. શારદાની ઉંમર 72 વર્ષ હતી ત્યારે તેમના એક દીકરા ભાર્ગવને શારદાને તેમના જુના પતિ સાથે મેળવવાના પ્રયત્ન કરવાના શરુ કરી દીધા.

જણાવી દઈએ કે જયારે નારાયણન અને તેમના પિતા જેલમાં બંધ હતા ત્યારે તેમના પર હુમલો થયો અને તે હુમલામાં તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. વર્ષ 1954 માં આઠ વર્ષ પછી નારાયણન જેલથી છૂટ્યો અને બહાર નીકળવાના કેટલાક સમય પછી બીજા લગ્ન કરી લીધા.

કેવી રીતે થઇ ભેટ :

શારદાનો દીકરો ભાર્ગવન પોતાની માતાના પહેલા લગ્ન વિષે જાણતો હતો, અને તે નારાયણનના કેટલાક સંબંધીઓને પણ જાણતો હતો, જેના ચાલતા તેને ખબર પડી કે નારાયણન હજુ જીવિત છે. જેના પછી ભાર્ગવને નારાયણન અને તેમની માતાની ભેટ કરવાનો નિર્ણય લીધો. જયારે ભાર્ગવને શારદા સાથે વાત કરી ત્યારે તેમણે નારાયણન સાથે મળવાથી સાફ ના પડી દીધી. પરંતુ ઘણા સમજાવ્યા પછી તે નારાયણન સાથે મળવા માટે તૈયાર થઇ ગઈ.

જેના પછી ભાર્ગવનના ઘરે જ શારદા અને નારાયણનની ભેટ કરાવવામાં આવી. જયારે આટલા વર્ષો પછી બંનેએ પહેલી વખત એકબીજાને જોયા તો ઘણા સમય સુધી ચૂપ રહ્યા. થોડા સમય પછી બંનેની આંખમાં આંસુ આવી ગયા. તેના પછી બંને વચ્ચે થોડીક વાતચીત થઇ.