પતિ પત્નીના સંબંધ મધુર બનાવે છે તુલસીના પાંદડા અને લીંબુનો આ ઉપાય

લીંબુ અને તુલસીના પાંદડાનો આ ઉપાય બનાવે છે પતિ પત્નીના સંબંધને મધુર, જાણો તેના વિષે

એવું કદાચ જ કોઈ દંપત્તિ હશે. જેના લગ્ન પછી કોઈ રકજક ન થઈ હોય. એ એક કુદરતી વસ્તુ છે, પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝગડા થવા ઘણી સામાન્ય વાત છે. આ ઝગડા પછી જો તમારી વચ્ચે ફરીથી પ્રેમ ઉત્પન્ન થઇ જાય છે અને સ્થિતિ સામાન્ય બની જાય છે, તો તે સારી વાત છે, આમ તો જો તમારી વચ્ચે તનાવ કાંઈક વધુ જ છે અને સ્થિતિ સામાન્ય થતી નથી, તો તમારે કાંઈ કરવાની જરૂર છે.

જયારે તમે કોઈ સાથે લગ્ન કરો છો, તો તેની સાથે સાત જન્મોના સંબંધો નિભાવવાના વચન આપો છો, પરંતુ ઘણી વખત ખરાબ ભાગ્ય કે કોઈ પાર્ટનરના વિશેષ વર્તનને લઈને આ સંબંધ બગડી જાય છે. આ સ્થિતિમાં તમારું પરણિત જીવન પૂરું થવા ઉપર આવી જાય છે.

જો તમારા જીવનમાં પણ કાંઈક આવું જ છે તો ચિંતા ન કરશો, આજે અમે તમને એક એવો વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે અજમાવ્યા પછી પતિ પત્ની વચ્ચેના અણબનાવ દુર થઇ જાય છે. તેની વચ્ચે જે પણ અણબનાવ કે સમસ્યા હોય છે તે મૂળ માંથી દુર થઇ જાય છે.

આ ઉપાય ન માત્ર તમારા સંબંધોને જોડે છે પરંતુ જડ કે ખરાબ ટેવ વાળા પાર્ટનરનું વર્તન પણ બદલી નાખે છે, આ ઉપાય અજમાવ્યા પછી તમારા પાર્ટનર તમારી સાથે પહેલા કરતા વધુ પ્રેમ કરવા લાગે છે. આ ઉપાય તે કપલ પણ અજમાવી શકે છે. જેમની વચ્ચે ઝગડા નથી પરંતુ વધુ પ્રેમ પણ નથી.

આ ઉપાયમાં બે વસ્તુ મુખ્ય ભૂમિકા નિભાવશે, પહેલો તુલસીના પાંદડા અને બીજો લીંબુ. હિંદુ ધર્મમાં તુલસીને દેવીનું સ્થાન આપવામાં આવેલું છે. દિવાળી પછી આવતી અગિયારસના રોજ તુલસી વિવાહ પણ કરે છે, આ વિવાહ શ્રીકૃષ્ણ સાથે થાય છે.

એટલા માટે તેનો ઉપયોગ દંપત્તિ વચ્ચે પ્રેમ ભાવ ઉભા કરવા માટે પણ કરવામાં આવી શકે છે. અને લીંબુ લોકોને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે, આવી રીતે આ લીંબુ આ ઉપાયમાં પાર્ટનરની અંદર રહેલી નેગેટીવ એનર્જી અને વિચારને બહાર કાઢી નાખશે.

આ ઉપાય ઘણો જ સરળ છે, તમારે બસ ગુરુવારના દિવસે તમારા પાર્ટનરની પથારી નીચે એક લીંબુ રાખવાનું છે. તેને તેની ખબર ન હોય તે રીતે રાખવાનું છે. તેને તમે ગુરુવારના એક દિવસ પહેલા એટલે બુધવારની રાત્રે રાખી શકો છો. સવારે જયારે તમારા પતિ કે પત્ની ઉઠે તો આ લીંબુને ત્યાંથી છાનામાના કાઢી લો. હવે સ્નાન કરી તુલસી માતાની પૂજા કરો અને તેની સમક્ષ આ લીંબુ રાખી દો, ત્યાર પછી તુલસી માતાને તમારી સમસ્યા જણાવો.

હવે તુલસીના બે પાંદડા તોડી લો અને એક પાંદડું પોતે ખાઈ લો અને બીજું પાર્ટનરને ખવરાવી દો. પાર્ટનરને તમે તે સીધા પ્રસાદના રૂપમાં કે કોઈ બીજા ભોજનમાં ભેળવીને ખવરાવી શકો છો. અને જે લીંબુ છે તેને ઘરની બહાર કોઈ પીપળાના ઝાડની નીચે દાટી દો. તેનાથી તમારા જીવનમાં પ્રેમ વધશે અને નફરત એટલે નેગેટીવ ઉર્જા દુર થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.