પત્નીની સામે જ પતિએ પોતાની સાળી સાથે લીધા 7 ફેરા, પત્નીએ પોતે કરાવી વિધિ, રસપ્રદ છે તેનું કારણ.

પત્નીએ પોતાની બહેન સાથે કરાવ્યા પોતાના પતિના લગ્ન, કારણ જાણીને તમે કહેશો માણસ આવું પણ કરી શકે છે…

ઉત્તરપ્રદેશ સરકારની એક મહાત્વકાંક્ષી યોજના છે ‘મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજના.’ હાલમાં આ યોજના હેઠળ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. યુપીના મહરાજગંજ જીલ્લામાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપીંડીની ઘટનાઓ સામે આવી છે.

13 સપ્ટેમ્બરના રોજ જીલ્લા વડી કચેરીના મહાલક્ષ્મી લૉનમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીની હાજરીમાં લગ્ન બંધનમાં બંધાયેલ 233 જોડીઓમાં કેટલીક એવી જોડી હતી, જે પહેલાથી જ પરણિત છે અને તેમાંથી ઘણાને તો બાળકો પણ છે. તેમણે લગ્ન માત્ર એટલા માટે કર્યા જેથી સરકારી સહાયનો લાભ લઇ શકાય.

ઘણી જોડીઓ પોતાના લગ્ન સંબંધો છુપાવીને અને અધિકારીઓની મિલીભગતથી લગ્ન સ્થળ ઉપર આવીને બેસી ગઈ. પણ હવે આ બાબત પ્રકાશમાં આવ્યા પછી અધિકારી અને સમૂહ લગ્ન યોજનાની પાત્રતાની તપાસ કરવા વાળા અધિકારીઓના હોંશ ઉડી ગયા છે.

અહિયાં છે સમગ્ર ઘટના :

13 સપ્ટેમ્બરના રોજ શાસનના આદેશ ઉપર મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનું આયોજન જીલ્લા વડી કચેરીના મહાલક્ષ્મી લૉનમાં કરવામાં આવ્યું હતું. તેને સારી રીતે શણગારવામાં આવ્યું હતું અને લગ્નમાં 233 જોડીઓની નોંધણી અને ખરાઈ પછી તેમના ધર્મ અને રીત રીવાજથી સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ અવસર પર વર-વધુને આશીર્વાદ આપવા માટે કાયર્ક્ર્મ સ્થળ ઉપર કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરી, જીલ્લાધિકારી ડૉ. ઉજ્જવલ કુમાર, સીડીઓ ગૌરવ સિંહ સોગરવાલ સહીત ઘણા લોકપ્રતિનિધિઓ આવ્યા હતા. લગ્ન પછી આદેશ મુજબ વર-વધુને નિર્ધારિત સહાય અને ઉપહાર શાસન તરફથી ભેંટમાં આપવામાં આવ્યા.

સત્ય સામે આવ્યું તો મચી ગયો ખળભળાટ : તેવામાં સમૂહ લગ્નમાં સામેલ એક જોડીના ખોટા લગ્નનું સત્ય જાણવા મળ્યું. કહેવામાં આવે છે કે, કોલ્હુઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડિહારીના રહેવાસી અમરનાથ ચોધરીના પુત્ર રામ નાથ ચોધરીએ પોતાની પરણિત સાળી સાથે સરકારી સહાય માટે લગ્ન કરી લીધા. રામ નાથ પોતે પણ પરણિત છે અને તેમને બાળકો પણ છે.

સરકારી સહાય માટે પત્નીની સામે સાળી સાથે લીધા સાત ફેરા : ખાસ વાત એ છે કે સરકારી સહાય મેળવવા માટે કરેલા આ નકલી લગ્નમાં તેમની પત્ની પણ હાજર હતી. સરકારી સહાયની લાલચમાં તેણીએ પોતાની બહેન સાથે જ પોતાના પતિના લગ્ન કરાવી દીધા. અને જયારે ઘટના ખુલ્લી પડી તો ખળભળાટ મચી ગયો અને જવાબદાર અધિકારી આ બાબતમાં કાંઈ કહેવાથી દુર ભાગી રહ્યા છે.

જવાબદાર અધિકારીનું આવું કહેવું છે : આ ઘટનાના સંબંધમાં સીડીઓ ગૌરવ સિંહ સોગરવાલનું કહેવું છે કે, ઘટનાની તપાસ કરાવવામાં આવશે. ત્યાર પછી જ સ્પષ્ટ રીતે જણાવી શકીશું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.