હેલમેટ વિના મહિલા પોલીસકર્મીની સામે આવી ગયો તેમનો પતિ, જાણો પછી દંડ થયો કે બીજું?

ટ્રાફિક પોલીસનું કામ હોય છે કે આવવા જવા વાળા લોકો ઉપર ધ્યાન રાખે કે તે ટ્રાફિક નિયમોને ફોલો કરી રહ્યા છે કે નહિ. જે લોકો ટ્રાફિક નિયમને ફોલો નથી કરતા, પકડાઈ જવા ઉપર એવા લોકોને દંડ ભરવો પડી શકે છે. છતાં પણ  ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા. અમુક તો એ વાત જાણતા હોવા છતાં પણ કે નિયમ તેમની સલામતી માટે જ બનાવવામાં આવ્યા છે, તેમછતાં પણ તે તેનું ઉલંઘન કરે છે.

ટ્રાફિક નિયમનું પાલન ન કરવા ઉપર ઘણી વખત ગંભીર અકસ્માત થઇ જાય છે. એટલા માટે હંમેશા રોડ ઉપર ટ્રાફિક પોલીસ આવવા જવા વાળા લોકોનું ચેકિંગ કરતી રહે છે. અમે ટ્રાફિક નિયમોની વાત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે આજની આ પોસ્ટમાં અમે તમને એક એવી જ ઘટના જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં એક મહિલા પોલીસ કર્મચારીએ પોતાના પતિને ટ્રાફિકના નિયમનું ઉલંઘન કરવાના ગુનામાં પકડી લીધા. ત્યાર પછી જે થયું તેના સમાચાર આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

ઘટના હરિયાણાના ઝજ્જરની છે. અહિયાં એમ્બેસેડર ચોક ઉપર ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક ચિત્રવિચિત્ર ઘટના જોવા મળી. અહિયાં ચેકિંગ માટે પોલીસ કર્મચારીઓ સાથે એક મહિલા પોલીસ કર્મચારી હાજર હતી. ત્યારે અચાનક મહિલા પોલીસે ત્યાંથી પસાર થઇ રહેલી એક બાઈકને રોકી અને પૂછ્યું કે તેમનું હેલ્મેટ ક્યાં છે? અને એ મહિલા પોલીસ કર્મચારીએ જે વ્યક્તિને અટકાવ્યો હતો તે તેનો ઘણો નજીકનો હતો.

મહિલા પોલીસ કર્મચારીએ જે વ્યક્તિને અટકાવ્યો હતો તે કોઈ બીજો નહિ પરંતુ તેનો પોતાનો પતિ હતો. પતિ હેલ્મેટ વગર બાઈક ચલાવી તે રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો, જ્યાં તેની પત્નીની ડ્યુટી લાગી હતી. જયારે ચેકિંગ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીએ પોતાના પતિને હેલ્મેટ વગર જોયો તો કહ્યું, સ્ટોપ. પતિ કાંઈ સમજી શકે તે પહેલા પત્નીએ પૂછ્યું તમારું હેલ્મેટ ક્યાં છે? એ પ્રશ્ન સાંભળીને પતિ પહેલા થોડો ગભરાય ગયો. પરંતુ ત્યાર પછી જે થયું તેના વિષે જાણીને આખી દુનિયા દંગ છે.

ત્યાં રહેલા તમામનું ધ્યાન તે બન્ને પતિ પત્ની ઉપર અટકેલું હતું. બધા જોવા માંગતા હતા કે પતિ દ્વારા ટ્રાફિક નિયમ તોડવાથી મહિલા પોલીસ કર્મચારી શું કરે છે. એટલા માટે ત્યાં રહેલા લોકોએ એમના ફોટા પાડ્યા અને તેને સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધા. મહિલા પોલીસ કર્મચારીએ પતિને હેલ્મેટ વગર પકડાઈ ગયા પછી, આમ તો જવા ન દીધા પરંતુ સીખ આપતા ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી. તે જોઈને પતિ હસ્યો અને શરમથી એની આંખો ઝુકી ગઈ.

મહિલા પોલીસ કર્મચારીએ પતિને સમજાવીને કહ્યું, કે ટ્રાફિક નિયમ ફોલો કરો અને એની પાસેથી હંમેશા હેલ્મેટ પહેરીને નીકળવાનું વચન લીધું. આ અભિયાન તમામ ટ્રાફિક નિયમ ફોલો ન કરવા વાળા લોકો માટે એસપી પંકજ નૈન દ્વારા ચલાવવામાં આવી છે.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.