જોક્સ : પતિના જન્મદિવસ પર પત્નીએ કહી એવી વાત, સાંભળીને ચકરાઈ ગયું મગજ

જે રીતે સારી હવા, સારું ખાનપાન કોઈ પણ માણસને સ્વસ્થ રહેવા માટે જરૂરી હોય છે, એ રીતે તમારું હાસ્ય પણ તમને સ્વસ્થ રહેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે સવાર-સાંજ હસવાની આદત પાડી લો, તો કોઈ પણ બીમારી, ભલે માનસિક હોય અથવા શારીરિક તમારી નજીક નહિ આવે. એટલા માટે અમે તમારા માટે એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી તમે હસતા હસતા લોટપોટ થઈ જશો. તો ચાલો શરુ કરીએ હસવા હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

પપ્પુને રસ્તામાં સ્કુલમાં સાથે ભણતી એક છોકરી દેખાઈ.

પપ્પુએ પૂછ્યું : તને યાદ છે આપણે સાથે ભણતા હતા?

છોકરીએ જવાબ આપ્યો : ભણતી તો હું હતી, તું તો મરઘો બનતો હતો.

જોક્સ : 2

પત્ની : જયારે હું લગ્ન કરીને અહીં આવી હતી, ત્યારે ઘરમાં ઘણા મચ્છર હતા,

હવે તો જરા પણ મચ્છર નથી. એવું કેમ?

પતિ : આપણા લગ્ન થયા પછી મચ્છરોએ એ કહીને મારું ઘર છોડ્યું કે,

હવે તો પરમનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે,

અમારા માટે તો કાંઈ બચશે જ નહિ.

જોક્સ : 3

પત્ની (પતિના જન્મ દિવસ પર) : શું ગીફ્ટ આપું?

પતિ : ગીફ્ટ રહેવા દે. બસ મારી ઈજ્જત કર્યા કર અને,

મારી સાથે નમ્રતાથી વાત કર્યા કર.

પત્ની (5 મિનીટ વિચારીને) : નહિ, હું તો ગીફ્ટ જ આપીશ.

જોક્સ : 4

પત્ની પિયરથી પાછી આવી ત્યારે પતિ દરવાજો ખોલતાંની સાથે જ જોર જોરથી હસવા લાગ્યો.

પત્ની : આવું કેમ હસી રહ્યા છો?

પતિ : ગુરુજીએ કહ્યું હતું કે જયારે પણ મુસીબત સામે આવે તેનો સામનો હસીને કરવાનો છે.

જોક્સ : 5

સવાર સવારમાં ફેરી વાળા બુમો પાડી રહ્યા હતા,

ચપ્પુ છરીઓ તેજ કરાવી લો.

ચપ્પુ છરીઓ તેજ કરાવી લો.

મહિલા : ભાઈ, અક્કલ પણ તેજ કરો છો શું?

ફેરી વાળો : હા બહેનજી.

અક્કલ હોય તો લઇ આવો.

જોક્સ : 6

છોકરો : અંકલ હું તમારી દીકરી સાથે પ્રેમ કરું છું.

અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું

અંકલ : હેસિયત જોઈ છે તારી, તારા પગારમાં તો તેના ટોયલેટ પેપર પણ નહિ આવે.

જો એટલું બધું હંગે છે તો રહેવા દો પછી નથી કરવા લગ્ન.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.