કેબીસીમાં કરોડપતિ બનતા રહી ગયા હુસેન વોહરા, 1 કરોડના પ્રશ્ન ઉપર છોડી રમત, શું તમે જાણો છો તેનો જવાબ?

પર્વતો સાથે જોડાયેલા આ સવાલનો જવાબ ન આવડતા હુસેન વોહરા 1 કરોડ જીતી ના શક્યા, જાણો તમને તે સવાલનો જવાબ ખબર છે કે નહીં.

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના પોપુલર ક્વિજ શો કોન બનેગા કરોડપતિની સીઝન 13ને તેમના પહેલા મેલ કરોડપતિ સ્પર્ધક હજુ સુધી નથી મળી શક્યા. મંગળવારના રોજ કેબીસીની હોટ સીટ ઉપર મહારાષ્ટ્રના બિજનેસમેન હુસેન વોહરા રહેલા હતા અને તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે, તે પહેલા મેલ સ્પર્ધક હશે, જે 1 કરોડની રકમ તેમના નામે કરશે. કેમ કે તે આ રમતને ઘણી સારી રીતે રમી રહ્યા હતા.

પણ હુસેનના કરોડપતિ બનવાનું સપનું અધૂરું રહી ગયું. હુસેને 50 લાખ રૂપિયા સુધી રમત રમી. પણ જયારે તેની સામે 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન આવ્યો, તો તેમણે રમત વચ્ચે જ છોડવાનો નિર્ણય લીધો.

50 લાખનો આ હતો પ્રશ્ન : હુસેન વોહરાએ તેની રમતને ઘણી સમજદારી સાથે રમી હતી, જેની ઝલક 50 લાખ રૂપિયાના પ્રશ્નના સમયે પણ જોવા મળી. હુસેનને જે 50 લાખ રૂપિયા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું, તેનો જવાબ તેને ખબર ન હતી. અમિતાભ બચ્ચને તેને પૂછ્યું, દુનિયામાં સૌથી ભારે અને મોટું મગજ ક્યાં જાનવરનું હોય છે? આ પ્રશ્નના જવાબ તરીકે તેમની સામે બ્લ્યુ વ્હેલ, સ્પર્મ વ્હેલ, હંપ વ્હેલ અને ઓર્કા ઓપ્શન તરીકે આવ્યા હતા.

આ પ્રશ્નનો જવાબ આપવા માટે હુસેને લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો, જે તેની પાસે છેલ્લી વધી હતી. ત્યાર પછી હુસેને સાચો જવાબ આપતા સ્પર્મ વ્હેલનું નામ લીધું. આ પ્રશ્નનો જવાબ આપીને હુસેન વોહરા 50 લાખ જીતી ગયા હતા. તેમની આ સફળતા ઉપર અમિતાભ બચ્ચન પણ ઘણા ખુશ થયા હતા.

1 કરોડના પ્રશ્ન ઉપર છોડી રમત : અમિતાભ બચ્ચને હુસેન વોહરાને 1 કરોડ માટે ઘણા મજાનો પ્રશ્ન કર્યો હતો, જેમાં હુસેન સંપૂર્ણ રીતે ફસાઈને રહી ગયા હતા. બીગ બી એ તેને પૂછ્યું, આઠ હજારી પર્વત શિખરો માંથી ક્યા શિખરની ઊંચાઈ સૌથી ઓછી છે, પણ તેની ઉપર સફળતાપૂર્વક ચડાઈ સૌથી છેલ્લે કરવામાં આવી? આ પ્રશ્નના જવાબ તરીકે હુસેન સામે ચાર ઓપ્શન આવ્યા હતા, જેમાં નગા પર્વત, અન્નપુર્ણા, ગાશરબ્રુમ 1, શીશાપાંગમાં હતું, તેને આ પ્રશ્નનો જવાબ ખબર ન હતો, જેના કારણે તેણે રમત વચ્ચેથી છોડી દીધી. આ પ્રશ્નનો સાચો જવાબ શીશાપાંગમા છે.

પિતા બનવાના છે હુસેન વોહરા : કેબીસીમાં હુસેન વોહરાની કમાલની રમત અને તેનું જ્ઞાન જોઈને અમિતાભ બચ્ચન ઘણા આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. બીગ બી રમતની વચ્ચે વચ્ચે હુસેન સાથે વાત કરતા જોવા મળ્યા. એટલું જ નહિ, તે હુસેનની ઘણી પ્રસંશા પણ કરી રહ્યા હતા. એક રમત દરમિયાન અમિતાભ બચ્ચને હુસેનને ગુગલનો હોદ્દો આપ્યો. હુસેન પિતા બનવાના છે અને તેની જીતેલી રકમથી તે તેના માટે એક ઘર ખરીદવા માંગે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.