હવે આવી ગઈ હાઈડ્રોજેલ જેનાથી વારે વારે પાણી નહિ વારવું પડે માત્ર એક સિંચાઈ થી થશે ઉપજ

કોઈપણ પરિસ્થિતિ માં ખેતીને બચાવવી છે તો આવા વિકલ્પો ઉપર વિચાર કરવો પડશે જેમાં સિંચાઈ માં પાણી વેડફાય નહી અને એમાં હાઈડ્રોજેલ (hydro gel) કોઈ ચમત્કારથી ઓછું નથી. હવે વારંવાર સિંચાઈ કરી પાણી વાળવા ની જરૂર નથી કેમ કે માત્ર એક વખત સિંચાઈ કરવાથી એટલું પાણી શોષી લે છે કે પછી સિંચાઈ ની જરૂર જ નહિ રહે.

દિલ્હી આવેલ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન (આઈએઆરઆઈ) જેને પૂસા સંસ્થાન પણ કહેવામાં આવે છે, તેના વેજ્ઞાનિકો એ જ આ અદભુત કુત્રિમ હાઈડ્રોફીલીક પોલીમર જેલ નો વિકાસ કર્યો છે. વેજ્ઞાનિકો નો દાવો છે કે આ જેલમાં ઘણી એવી ખાસિયત છે જે જૈવ સારવાર માં ઉપયોગ કરવામાં આવતા બીજા તૈલી પદાર્થોના અવશોષિત કરવા વાળા જેલ થી તેને જુદી કરે છે.

તેને ‘પૂસા હાઈડ્રોજેલ’ નામ આપવામાં આવેલ છે. આવી રીતે પ્રતિ હેક્ટર જમીનમાં માત્ર 2.5 થી 3.75 કિલો જેલ નાખવાની જરૂર હોય છે. અત્યાર સુધી દુનિયામાં આવી જેટલી પણ જેલ તૈયાર કરવામાં આવી છે તેમાંથી શરેરાશ 10 કિલો પ્રમાણમાં એક હેક્ટર દીઠ જમીનમાં નાખવી પડતી હતી.

હાલમાં જ કૃષિ વિજ્ઞાનીઓ એ એક શોધ કરી છે જેમાં જાણવા મળ્યું છે કે હાઈડ્રોજેલ (hydrogel) ની મદદથી વરસાદ અને સિંચાઈ ના પાણીને સંગ્રહ કરી રાખવામાં વાપરી શકાય છે અને તેનો ઉપયોગ તે સમયે કરી શકાય છે જયારે પાકને પાણીની જરૂર પડે છે.

હાઈડ્રોજેલ (hydrogel) પોલીમર છે જેમાં પાણી ને શોષી લેવાની અદ્દભુત ક્ષમતા હોય છે અને આ પાણી માં પીગળતું પણ નથી. હાઈડ્રોજેલ (hydrogel) બાયોડીગ્રેડેબલ પણ હોય છે જેને લીધે પદુષણ નો ડર પણ નથી રહેતો.

શોધપત્ર માં કહેવામાં આવ્યું છે કે હાઈડ્રોજેલ (hydrogel) ખેતીની ફળદ્રુપ શક્તિને થોડું પણ નુકશાન નથી પહોચાડતું અને તેમાં 400 ગણું પાણી શોષી લેવાની ક્ષમતા હોય છે. શોધપત્રમાં કહેવામાં આવ્યું છે કે એક એકર ખેતરમાં આશરે 1 થી 2 કિલોગ્રામ હાઈડ્રોજેલ (hydrogel) જ મળે છે હાઈડ્રોજેલ (hydrogel) 40 થી 50 ડીગ્રી સેલ્સિયસ તાપમાન માં પણ ખરાબ નથી થતું, એટલા માટે તેનો ઉપયોગ એવા વિસ્તારમાં કરવામાં આવી શકે છે, જ્યાં દુષ્કાળ પડતો હોય.

શોધપત્ર મુજબ ખેતરમાં હાઈડ્રોજેલ (hydrogel) નો એક વખત ઉપયોગ કરવામાં આવે તો તે 2 થી 5 વર્ષ સુધી કામ કરે છે અને ત્યાર પછી તે પણ નાશ થઇ જાય છે પણ નાશ થવાથી ખેતરની ફળદ્રુપ શક્તિ ઉપર હોઈ નકારાત્મક અસર થતી, પણ સમય સમય ઉપર પાણી આપીને ખેતરને ફાયદો પહોચાડે છે.

હાઈડ્રોજેલ (hydrogel) નો ઉપયોગ તે સમયે કરવામાં આવે છે જયારે પાક સોપવામાં આવે છે. પાકની સાથે જ તેના કણ પણ ખેતરમાં નાખી શકાય છે. હાઈડ્રોજેલ (hydrogel) ના ઉપયોગને લઈને ઘણી પ્રયોગશાળાઓ માં વ્યાપક શોધ કરવામાં આવેલ છે અને તે શોધ ના આધારે આ શોધપત્ર તૈયાર કરવામાં આવેલ છે.

શોધપત્રમાં કહેવામાં આવેલ છે કે મકાઈ, ઘઉં, બટેટા, સોયાબીન, સરસીયું, ડુંગળી, ટમેટા, કોબી, ગાજર, ધાન, શેરડી, હળદર, જુટ સહિત બીજા પાકોમાં હાઈડ્રોજેલ (hydrogel) નો ઉપયોગ કરવામાં આવ્યો તો તેનું ઉત્પાદન તો વધે છે, પણ પર્યાવરણ અને પાક ને કોઈ જાતનું નુકશાન નથી થતું.

હાઈડ્રોજેલ (hydrogel) કેવી રીતે કામ કરે છે ?

હાઈડ્રોજેલ (hydrogel) પોતાના વજન ના હીસાબે ૪૦૦ ગણા થી વધુ પાણી ને શોષી શકે છે. ધીમે ધીમે જયારે તેની આસપાસ ગરમી વધવા લાગે છે, તો હાઈડ્રોજેલ (hydrogel) ઝડપથી પાણી છોડવાનું શરુ કરી દે છે.
તે શોષેલા પાણીના 95 ટકા સુધી પાછું છોડે છે. પાણીને છોડવાની પ્રક્રિયા દરમિયાન તે રિહાઈડ્રેટ થશે અને તેનો સંગ્રહ કરવા માટે આ પ્રક્રિયા ને ફરી વખત દોહરાવી શકાય છે, આવી રીતે આ પ્રક્રિયા બે થી પાંચ વર્ષ સુધી ચાલુ રહી શકે છે, તે દરમિયાન બાયોડીગ્રેબલ હાઈડ્રોજેલ (hydrogel) ડીંકપોજ થતો રહેશે. એટલે કે પાક માટે પાણીની જરૂરિયાત રહેશે.


Posted

in

,

by