હું તારા પતિની ગર્લફ્રેન્ડ છું પણ તે દગાબાજ નથી, વાંચો પરણિત માણસની ગર્લફ્રેન્ડે લખેલો પત્ર…

પ્રેમ આંધળો હોય છે પણ હંમેશાં નહીં. ઘણીવાર મનુષ્ય પ્રેમમાં પડવા છતાં પણ પોતાની જવાબદારીઓ અને કુટુંબને છોડી નથી શકતા. એક મહિલાએ પોતાની કંઈક એવી જ વાત ‘ધ ગાર્ડિયન’ દ્વારા શેર કરી છે. વાંચો એક પરણિત માણસની ગર્લફ્રેન્ડનો તેની પત્નીના નામે લખેલો પત્ર…

મને ખબર છે કે તમારું અસ્તિત્વ છે, તમે તેનું નામ, તેના બાળકો, તેનું ઘર અને તેના જાહેર જીવનના ભાગીદાર છો. જ્યારે હું માત્ર એમની અમુક ચોરેલી પળ જીવું છું, જેનું કદાચ કોઈ અસ્તિત્વ જ નથી. હું તેના વિચારો, તેના સ્વપ્નો અને તેની ભાવનાઓને તાજી કરું છું, તે બધું જ જે તે વ્યક્તિના મનમાં છે. પરંતુ તે બધું નહિ કે જે તેના બાહ્ય જીવનનો ભાગ છે.

તમારા લગ્ન થયાને 20 વર્ષથી વધુ થઈ ગયા છે. જેમાં ઘણા બધા અંગત અને કુટુંબિક પ્રશ્નો ઉકેલ્યા હશે, સાથે ઘર ચલાવવું, તમારા સૌથી ગમતા બાળકને પ્રેમ કરવો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ… પણ કેટલાક કારણોથી ઘણા વર્ષો પહેલા જ તમારો તે વ્યકિત માટે પ્રેમ પૂરો થઈ ગયો છે.

તમે કદાચ તમારૂ વિચારેલુ સુખી જીવન તો જીવી રહ્યા હોય, પણ શું તે આ લગ્નમાં ખુશ છે? જેમાં તમે માત્ર એક પત્નીની જવાબદારીઓ પૂર્ણ કરતા હોવ, પરંતુ તેમાં પ્રેમનો સમાવેશ નથી.

શું તમે તેને પ્રેમ કરો છો? જો તેને પ્રેમ મળે તો શું તે મારી પાસે આવત? શું તેને મારી જરૂર પડત? હું તમને દોષ નથી આપી રહી, પરંતુ તમે કદાચ તેને પ્રેમ કરવાનું છોડી દીધું છે. પરંતુ તમે માત્ર દુનિયાને દેખાડવા માટે એક પ્રેમવિહીન લગ્નને શા માટે નિભાવી રહ્યા છો?

મેં તમારા પતિ સાથે અફેયર પૂરો કરી દીધો છે. કારણ કે હું મારા ન હોવાના અનુભવથી કંટાળી ગઈ છું. તે પોતાના બાળકને તરછોડવા માંગતા ન હતા. અને અમે વારંવાર એ પ્રશ્નનો જવાબ શોધતા રહેતા હતા કે, કાંઈ એવું કર્યા વગર અમે સાથે કેવી રીતે રહી શકીએ.

મને એ સાંભળીને જ દુઃખ થવા લાગ્યું હતું કે, હું જે વ્યક્તિને ચાહું છું તેણે પોતાનું જીવન ટુકડાઓમાં જીવવું પડશે. મને કોઈ માર્ગ ન મળતો અને ન તો તેને. તે કોઈ પણ કિંમતે પોતાના બાળકોને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતો ન હતો, તેના માટે અમારા જુદા થવાના દુ:ખની સરખામણી એ તે દુ:ખ ઘણું મોટું હતું.

તમે તેને તે પ્રેમ શા માટે નથી આપતા જેની તેને જરૂર છે? તમે તેનો તે સાથ અને કાળજી શા માટે નથી લઇ શકતા જે પ્રેમમાં મળે છે. સમાજને દેખાડવા માટે એક સફળ પરણિત જીવનને દેખાડવા માત્ર ના પ્રયાસો ઉપરાંત તમે એને જે જોઈએ છે તે કેમ નથી આપતા?

હું તમને તેને છોડી દેવા માટે નથી કહી રહી. પણ માત્ર એ કહેવા માગું છું, કે તમે તેને સમજો અને પ્રેમ કરો, અને તેને પણ પોતે સમજવા અને પ્રેમ કરવા દો. તમારા લગ્ન બસ નામ માટે ન રહી જાય એનું ધ્યાન રાખજો. દુર રહેવાથી ક્યા સુધી કોઈ ખુશ રહી શકે છે?

મને કંઇપણ કહેવાનો અધિકાર નથી, કારણ કે મને આ વાર્તાના માત્ર એક પાસાની જ ખબર છે. પરંતુ હું જે માણસને ઓળખું છું, જો તેને પ્રેમ મળે તો તે ક્યારેય મારી પાસે નહીં આવે. તે હજુ પણ તમને પસંદ કરે છે, કારણકે તે તમને પોતાની જવાબદારી સમજે છે. પરંતુ તેને પ્રેમની કમીનો અનુભવ થાય છે.

તમારા લોકોના લગ્નમાં પ્રેમ ક્યારે ખલાસ થઇ ગયો અને કેમ? તે તમારે શોધવાનું છે. હું તમારા પતિ વિશે જેટલું જાણું છું, એ અનુસાર તેણે ક્યારેય કોઈને દગો નહિ આપ્યો હોય. તે એ પ્રકારનો વ્યકિત છે જ નહિ. એક પરણિત માણસની ગર્લફ્રેન્ડ હોવા છતાં, જેને વિશ્વાસ માંગવાનો કોઈ હક નથી, છતાં પણ તેના પ્રત્યે તે વફાદાર હતો અને મારી આશાઓથી એક પગલું આગળ વધીને મને સુરક્ષિત અનુભવ કરાવતો હતો. તમે તેની વફાદારીને કેમ જવા દીધી?