નોટ ઉપર કેમ લખવામાં આવે છે – હું ધારકને 100 રૂપિયા અદા કરવાનું વચન આપું છું? જાણો રસપ્રદ વાતો.

ચલણી નોટો પર લખેલી “હું ધારકને બે હજાર રૂપિયા” વાળી લાઈનનો શું અર્થ થાય છે? જાણો શું છે આરબીઆઈના નિયમ?

રોજ આપણે માર્કેટમાં કોઈને કોઈ વસ્તુ ખરીદવા માટે નોટોનું આદાન પ્રદાન કરીએ છીએ. દરેક નોટની પોતાની અલગ વેલ્યુ હોય છે અને તેના બદલામાં દુકાનદાર કે ગ્રાહક નોટનું આદાન પ્રદાન કરે છે. દેશમાં રહેલી નોટોના મુલ્યોના જવાબદાર આરબીઆઈ ગવર્નર હોય છે. એક રૂપિયાની નોટ સિવાય આરબીઆઈ એટલે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરના હસ્તાક્ષર દરેક નોટ ઉપર હોય છે, કેમ કે એક રૂપિયાની નોટ ઉપર ભારતના નાણાકીય સચિવના હસ્તાક્ષર હોય છે.

વર્ષ 1935 માં થઇ આરબીઆઈની સ્થાપના : વર્ષ 1935 પહેલા મુદ્રા છાપવાની જવાબદારી ભારત સરકાર પાસે હતી. ત્યાર પછી 1 એપ્રિલ 1935 ના રોજ ભારતીય રીઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. આરબીઆઈની મુખ્ય કચેરી મુંબઈમાં આવેલી છે અને આરબીઆઈને ભારતીય રીઝર્વ બેંક અધિનિયમ, 1934 ના આધાર ઉપર કરન્સી મેનેજમેન્ટની ભૂમિકા આપવામાં આવી. સૌથી મહત્વની વાત એ છે કે, ભારતીય રીઝર્વ બેંક અધિનિયમ ધારા 22, રીઝર્વ બેંકને નોટ બહાર પાડવાનો અધિકાર આપે છે.

નોટ ઉપર કેમ લખવામાં આવે છે હું ધારકને…

તમે 10, 20, 100, 500, 2000 ની નોટો ઉપર હું ધારકને 10, 20, 100, 500, 2000 રૂપિયા અદા કરવાનું વચન આપું છું લખેલું જોયુ હશે. તેની સાથે જ નોટ ઉપર આરબીઆઈ ગવર્નરની સહી પણ હોય છે. હવે એ જાણવું જરૂરી છે કે, ખરેખર નોટ ઉપર એવું કેમ લખેલું હોય છે. ભારતમાં નોટોનું છાપકામ Minimum Reserve System ના આધાર ઉપર કરવામાં આવે છે.

શું છે આરબીઆઈના નિયમ? આરબીઆઈ લોકોને એ વિશ્વાસ અપાવવા માટે કથન લખે છે કે જો તમારી પાસે બસો રૂપિયાની નોટ છે, તો તેનો અર્થ એ છે કે રીઝર્વ બેંક પાસે તમારુ બસો રૂપિયાનું સોનું રીઝર્વ છે. કાંઈક એવું જ બીજી નોટો ઉપર લખેલું હોય છે, એટલે તમારી નોટોના મુલ્યો બરોબર આરબીઆઈ પાસે સોનું સુરક્ષિત છે. એટલે એ વાતની ગેરંટી છે કે 100 કે 200 રૂપિયાની નોટ માટે લોકોને 100 કે 200 રૂપિયા આપવા જવાબદાર છે. એ નોટોના મુલ્ય પ્રત્યે આરબીઆઈનું વચન છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.