વીતેલા દિવસોમાં બુલંદશહેરના ડીસી રહી ચુકેલી બી. ચદ્રકલાના ઘરે સીબીઆઈ દરોડો પડ્યો, જેમાં ચંદ્રકલાના ઘર સહીત ૧૨ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં ૭ વર્ષ પહેલા યુપીના હમીરપુરમાં થયેલા ખાણ ગોટાળાની તપાસ કરવામાં આવી હતી. હવે તેના વિષે સોશિયલ મીડિયા ઉપર ઘણી વાતો થઇ રહી છે, કે કોણ છે તેના પતિ? તે શું કરતા હતા? તે ક્યારે IAS ઓફિસર બની?
ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૧૭ ની શરૂઆતમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી, અને ત્યાંના મુખ્યમંત્રી અખિલેશ યાદવ હતા. ત્યારે ચંદ્રકલાની રાજ્યની સૌથી શક્તિશાળી ઓફિસરોમાં ગણતરી થતી હતી. આમ તો હવે તે દિલ્હીમાં રહે છે અને સ્વચ્છતા ભારત મિશનના ડાયરેક્ટરના હોદ્દા ઉપર કાર્યરત છે. પરંતુ ઘણા લોકો જાણવા માંગે છે કે શું કરે છે ‘દબંગ’ IAS બી. ચંદ્રકલાના પતિ? તો આવો જણાવીએ તમને બી. ચંદ્રકલા અને તેના પતિ વિષે થોડી વાતો.
શું કરે છે ‘દબંગ’ IAS બી. ચંદ્રકલાના પતિ?
સોશિયલ મીડિયા ઉપર પણ બી. ચંદ્રકલા ઘણી ફેમસ છે. અને જયારે તેમણે મેટ્રોમાં બેસીને પોતાનો એક ફોટો શેર કર્યો અને તેના આ ફોટાને ૭૬ હજાર લોકોએ લાઈક કર્યો. ૪ હજાર લોકોએ કમેન્ટ કરી અને લગભગ ૨૫૦૦ લોકોએ તેને શેર કર્યો હતો. બી. ચંદ્રકલા ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને ટ્વીટર તમામ સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે.
જયારે તે મેરઠ, બુલંદશહેર અને મથુરા જેવા શહેરોમાં કાર્યરત હતી તો તે ‘દબંગ લેડી’ ના નામથી પ્રસિદ્ધ હતી, અને મોટા મોટા અધિકારીઓને સામાન્ય લોકો સામે ધમકાવવાની તાકાત ધરાવતી હતી. ‘સપા’ સરકારના સમયમાં બી. ચંદ્રકલા એક એવી ઓફિસર રહેલી છે જે સમસ્યાઓના ઉકેલ માટે રોડ ઉપર ઓફિસરોને ઠપકો આપી દેતી હતી, અને તેને લઇને કર્મચારી પોતાનું કામ યોગ્ય રીતે કરતા હતા. તેમની છાપ એક કડક પ્રકારના આઈએએસ ઓફિસરની હતી.
જયારે તે કાર્યરત હતી ત્યારે ભાજપ વિપક્ષ પક્ષમાં હતી અને તેમણે ઘણી વખત ચંદ્રકલાની કાર્યપદ્ધતિ ઉપર પ્રશ્ન પણ ઉઠાવ્યા. એટલું જ નહિ ચંદ્રકલા મીડિયાને પણ ઘણી વખત જવાબ આપતી ન હતી. પાછળથી રાજ્યમાં ભાજપની સરકાર બની અને તેમનુ દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. હવે સીબીઆઈની દરોડાની કાર્યવાહી ઉપર બી. ચંદ્રકલા એક વખત ફરી સમાચારોમાં આવી ગઈ છે.
કોણ છે બી. ચંદ્રકલાના પતિ?
૩૮ વર્ષની બી. ચંદ્રકલાનો જન્મ તેલંગાનાના કરીમનગરમાં થયો અને સેન્ટ્રલ સ્કુલ માંથી તેમણે ૧૨ માં નો અભ્યાસ કર્યો. ત્યાર પછી હૈદરાબાદ માંથી ગ્રેજ્યુએટ કર્યુ અને ઇકોનોમિક્સમાં પીજીની ડીગ્રી પ્રાપ્ત કરી. પોસ્ટ ગ્રેજ્યુએટ તેમણે લગ્ન પછી કર્યુ હતું. કેમ કે ત્યારે તેના ઘર વાળાએ તેના લગ્ન એ. રામુલુ સાથે કરાવી દીધા હતા, જે આ સમયે તેલંગાનામાં સરકારી વિભાગમાં એન્જીનીયર છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ પછી તેમણે આઈએએસનો અભ્યાસ કર્યો અને વર્ષ ૨૦૦૮ માં તેમણે IAS નું યુપી કેડર મળ્યું, અને તે યુપીના મેરઠ શહેરમાં પોતાની ફરજમાં જોડાઈ. ત્યાર પછી બી. ચંદ્રકલાનું ઘણી જગ્યાએ ટ્રાન્સફર થયું અને દરેક સ્થળે તેમણે પોતાની એક છાપ છોડી. એવું જણાવવામાં આવે છે કે પતિનો સપોર્ટ અને પ્રેરણાને કારણે જ તે આઈએએસ ક્લિયર કરી શકી અને આજે બન્ને પોતાનું આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.